ETV Bharat / state

વિશ્વના 60 દેશને પછાડી વડોદરાની વેધશાળાએ જીત્યું 3 એસ્ટ્રોનોટની સહી હોય એવું ભારતનું એકમાત્ર ટેલિસ્કોપ

author img

By

Published : Apr 26, 2022, 9:19 PM IST

Updated : Apr 26, 2022, 10:44 PM IST

ફ્રાન્સની ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન દ્વારા 100 અવર્સ ઓફ એસ્ટ્રોનોમિની સ્પર્ધાનું (Astronomy competition 2022)આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશની 10 વેધશાળાઓમાં ભારતની એકમાત્ર વડોદરાની વેધશાળાનો સમાવેશ થયો છે. આ શાળાને ત્રણ એસ્ટ્રોનોટ્સ અને એક નોબલ પુરસ્કાર વિજેતાની સહી કરેલ ટેલિસ્કોપની ભેટ મળી છે.

વિશ્વના 60 દેશને પછાળી વડોદરાની વેધશાળાએ જીત્યું 3 એસ્ટ્રોનોટની સહી હોય એવું ભારતનું એકમાત્ર ટેલિસ્કોપ
વિશ્વના 60 દેશને પછાળી વડોદરાની વેધશાળાએ જીત્યું 3 એસ્ટ્રોનોટની સહી હોય એવું ભારતનું એકમાત્ર ટેલિસ્કોપ

વડોદરાઃ ફ્રાન્સની સમગ્ર વિશ્વની 10 હજારથી વધુ વૈજ્ઞાનિકોની બનેલી સંસ્થા ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (International Astronomical Union)દ્વારા 100 અવર્સ ઓફ એસ્ટ્રોનોમિની સ્પર્ધાનું આયોજન(National Astronomy competition) કરવામાં આવ્યું હતું. જેમાં દેશની 10 વેધશાળાઓમાં ભારત વર્ષની એકમાત્ર વડોદરાની વેધશાળાનો પણ(Astronomy competition 2022)સમાવેશ થયો છે. જેને ત્રણ એસ્ટ્રોનોટ અને એક નોબલ પુરસ્કાર વિજેતાની સહી કરેલ ટેલિસ્કોપની ભેટ મળી છે.

એસ્ટ્રોનોમિ સ્પર્ધા

ચાર વ્યક્તિઓના હસ્તાક્ષરવાળું એકમાત્ર ભારત પાસે ટેલિસ્કોપ - ગત વર્ષે ઓક્ટોમ્બર માસમાં ફ્રાન્સની ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન દ્વારા 100 અવર્સ ઓફ એસ્ટ્રોનોમિની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વિશ્વના 60 દેશોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. અવકાશ ક્ષેત્રે સંશોધન કરતી હોય તેવી ભારત, ચીન, પોર્ટુગલ મેક્સિકો, નાઇઝીરિયા, સુદાન, સીરિયા ઈરાક, અલ્ગેરિયા અને લીબિયા સહિત 10 દેશોની વેધશાળાઓની (Astronomy competitions in India)પસંદગી કરવામાં આવી હતી. જેમાંથી એક માત્ર ભારતની ગુરુદેવ વેધશાળાનો પણ સમાવેશ થયો છે. જેને અવકાશ ક્ષેત્રમાં રિસર્ચ કરવા માટે ત્રણ એસ્ટ્રોનોટસ અને એક નોબેલ પ્રાઇઝ વિજેતાની સહી કરેલ ટેલિસ્કોપની ભેટ આપવામાં આવી છે. આ ટેલિસ્કોપ ઉપર ઈટાલીના એસ્ટ્રોનોટ સામંથા ક્રિસ્ટોફોરેટી, ફ્રાન્સના એસ્ટ્રોનોટ ક્લાઉડી હૈગનેર, અમેરિકાના એસ્ટ્રોનોમર્સ ડેબ્રા એલ્મેગ્રીન અને અમેરિકાના નોબેલ પ્રાઇઝ વિજેતા આન્દ્રેયા ગેઝના હસ્તાક્ષર કરેલ છે. જે ભારતમાં આ પ્રથમ ટેલિસ્કોપ વડોદરાની ગુરુદેવ વેધશાળાને ભેટરૂપે આપવામાં આવ્યું છે.

આ પાણ વાંચોઃ તલવારની રાણી ભારતની ભવાનીએ ફ્રાન્સમાં ધ્વજ ફરકાવ્યો

લોકોમાં એસ્ટ્રોનોમી અંગે જાગૃતિ - વડોદરા શહેરના જાણીતા ખગોળ શાસ્ત્રી અને ગુરુદેવ વેધશાળાના સંચાલક દિવ્યદર્શન પુરોહિતે ETV Bharat સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે ફ્રાન્સની સમગ્ર વિશ્વની 10 હજારથી વધુ વૈજ્ઞાનિકોની બનેલી સંસ્થા ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન જે સમગ્ર વિશ્વની એસ્ટ્રોનોમીકલ એક્ટિવિટીને કંટ્રોલ કરે છે અને તેની મુખ્ય હેડ છે. જેના દ્વારા આઉટડ્રેજ એક્ટિવીટી વિનામૂલ્યે કરી લોકોમાં એસ્ટ્રોનોમી અંગે જાગૃતિ ફેલાવી તેને બુસ્ટ અપ કરે છે.

વિશ્વના 60 દેશોને આમંત્રિત કર્યા હતા - આ વખતે તેઓએ 100 અવર્સ ઓફ એસ્ટ્રોનોમી નામે એક કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં વિશ્વના 60 દેશોને આમંત્રિત કર્યા હતા. જે કાર્યક્રમમાં ભારત દેશનો પણ સમાવેશ થાય છે. 60 દેશોમાં થી માત્ર 10 દેશોની વેશાળાની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ભારત દેશ માટે ગર્વની વાત છે કે સમગ્ર ભારતના એકમાત્ર ગુરુદેવ વેધશાળા જે વડોદરામાં છે. જેની પસંદગી કરવામાં આવી અને તેને ગુડિસની ભેટ આપવામાં આવી,એની સાથે મુખ્ય ભેટ ત્રણ ઇંચનું જે ન્યુટન ઉપયોગ કરતા હતા. તેવું રીફલેક્ટર ટેલિસ્કોપ જે પ્રેશરનું બનાવેલું છે. તેની પણ ભેટ આપવામાં આવી છે. સાથે આઈ કેમેરા, સોલાર ફિલ્ટર પણ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Mrs. India Michigan Competition: અમેરિકામાં જૂનાગઢની તબીબ મહિલાનો દબદબો, જીતી મિસીસ ઈન્ડિયા મિશિગન સ્પર્ધા

ભારતની વેધ શાળાની પસંદગી - આ ટેલિસ્કોપથી પણ સૌથી મહત્વની બાબત એ છે કે ટેલિસ્કોપની ઉપર ત્રણ એસ્ટ્રોનોટ્સ અને એક નોબલ પુરસ્કાર વિજેતાની સહી છે. જે સમગ્ર ભારત વર્ષમાં ક્યાંય પણ જોવા નહીં મળે કે એક સાથે ટેલિસ્કોપ ઉપર ત્રણ સહી હોય. બીજી વાત એ છે કે ભારતની વેધ શાળાની પસંદગી થઈ છે, તો સુદાન, અમેરિકા, મેક્સિકો, ચીન વગેરે સાથે ભારતની વેધ શાળાને માન્યતા આપવામાં આવી એ ખૂબ મોટી ઉપલબ્ધિ છે. આ ટેલિસ્કોપના માધ્યમથી સમગ્ર વિશ્વના લોકો સુધી લાઈવ ટેલીકાસ્ટ પણ કરીશું. આશા છે કે આગામી સમયમાં વધુ સારી બાબતો ગુરુદેવ વેધશાળા દ્વારા લોકોમાં અને ખાસ કરીને યુવા પેઢીને વૈજ્ઞાનિક માન્યતા સાથે ઓતપ્રોત કરવા માટે કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Last Updated : Apr 26, 2022, 10:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.