ETV Bharat / state

ભારે વરસાદને પગલે રેલવે વ્યવહાર ખોરવાયો,વલસાડ સ્ટેશને ટ્રેન પર ટ્રેન રદ્દ થતા મુસાફરો થયા પરેશાન

author img

By

Published : Aug 1, 2019, 4:06 AM IST

વલસાડ: શહેરમાં પડેલા વરસાદને પગલે રેલવે ટ્રેક નજીકમાં પાણી ફરી વળતા મુંબઈ અમદાવાદ ટ્રેન વ્યવહારને સીધી અસર થઈ છે. 7 થી વધુ ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે,તો મુંબઈથી અમદાવાદ જતી ટ્રેનોને સુરત, નવસારી, વલસાડ, વાપીમાં અટકાવી દેવામાં આવી છે. ત્યાંથી જ પરત મુંબઈ રવાના કરવામાં આવશે જેને પગલે વલસાડ સ્ટેશને સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અટકાવી દેવામાં આવતા અનેક મુસાફરો અટવાઈ પડ્યા હતા.

વલસાડ સ્ટેશને ટ્રેન અટકાવી દેવતા મુસાફરો થયા પરેશાન


વરસાદને પગલે રેલવે ટ્રેક નજીકમાં પાણી ફરી વળતા મુંબઈ અમદાવાદ ટ્રેન વ્યવહારને સીધી અસર થઈ છે.જોકે રેલવે તંત્ર દ્વારા જાણકારી આપવા હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું હતું.વડોદરા રેલવે સ્ટેશન નજીક વરસાદી પાણી ફરી વળતા અમદાવાદ મુંબઈ રેલવે માર્ગ બંધ થઇ ગયો હતો.ભારે વરસાદના પગલે અનેક ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે, તો કેટલીક અન્ય નાગપુર, ગોધરા રૂટ ઉપરથી રવાના કરવામાં આવી છે. મુંબઈથી અમદાવાદ જતી મોડી રાત્રીની ટ્રેનો સુરત, નવસારી, વલસાડમાં અટકાવી દેવાઈ છે.

વલસાડ સ્ટેશને ટ્રેન અટકાવી દેવતા મુસાફરો થયા પરેશાન
Intro:વડોદરા માં પડેલા વરસાદને પગલે રેલવે ટ્રેક નજીક માં પાણી ફરી વળતા મુંબઈ અમદાવાદ ટ્રેન વ્યવહાર ને સીધી અસર થઈ છે 7 થી વધુ ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે તો મુંબઈ થી ઉપડી ને અમદાવાદ જતી ટ્રેનો ને સુરત નવસારી વલસાડ વાપી અટકાવી ત્યાં થી જ પરત મુંબઈ રવાના કરવામાં આવશે જેને પગલે વલસાડ સ્ટેશને સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અટકાવી દેવામાં આવતા અનેક મુસાફરો અટવાઈ પડ્યા હતા જોકે રેલવે તંત્ર દ્વારા જાણકારી આપવા હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું હતુંBody:વડોદરા રેલવે સ્ટેશન નજીક વરસાદી પાણી ફરી વળતા અમદાવાદ મુંબઈ રેલવે માર્ગ બાધિત થયો છે અનેક ટ્રેનો હાલ કેન્સલ કરવામાં આવી છે તો કેટલીક અન્ય નાગપુર ગોધરા રૂટ ઉપર થી રવાના કરાઈ છે તો મુંબઈ થી અમદાવાદ જતી મોડી રાત્રીની ટ્રેનો સુરત નવસારી વલસાડ માં અટકાવી દેવાઈ છે જેને પરત મુંબઈ કરી દેવાની જાહેરાત કરવામાં આવતા તેમાં મુસાફરી કરી રહેલા અનેક મુસાફરો અટવાઈ ગયા હતા વલસાડ સ્ટેશન પર આવેલી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન કેન્સલ થયા નું એનઉન્સ મેન્ટ થતા અનેક મુસાફરો અટવાયા હતા જોકે મુસાફરો ને જાણકારી મળી રહે તે માટે રેલવે દ્વારા હેલ્પ ડેસ્ક શરૂ કરી દેવામાં આવ્યો છે Conclusion:જોકે મોડી રાત્રે ટ્રેનો કેન્સલ થઈ જતા પરિવાર સાથે મુસાફરી કરી રહેલા અનેક મુસાફરો સ્ટેશન પર કે અન્ય સ્થળે રાત વિતાવવા ની ફરજ પડી હોવાનું જાણવા મળી રહ્યું છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.