ETV Bharat / state

Crime In Vadodara : પતિ-પત્નીના ઝઘડામાં જમાઇએ સાસુની કરી હત્યાં, પોલીસ પાસે જાતે જ કર્યું આત્મસમર્પણ

author img

By

Published : Dec 25, 2021, 7:36 PM IST

આજે શનિવારના પરોઢિયએ વડોદરા શહેરના માંજલપુરની કલ્યાણ બાગ સોસાયટીના એક મકાનમાં લોહીલુહાણ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. આ ઘટના અંગે માંજલપુર પોલીસ (Manjalpur Police) જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચે છે. આ સાથે જ પોલીસ પ્રાથમિક તપાસ હાથ ધરે છે. પ્રાથમિક તપાસમાં (Preliminary investigation) પત્ની સાથે ચાલી રહેલા વિવાદમાં જમાઈએ છરીના ઘા ઝીંકી સાસુની હત્યા (Crime In Vadodra) કર્યાનો ખુલાસો થયો હતો.

Crime In Vadodra: દિકરી અને જમાઇના વિવાદમાં સાસુની હત્યાં
Crime In Vadodra: દિકરી અને જમાઇના વિવાદમાં સાસુની હત્યાં

વડોદરા: શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી કલ્યાણ ભાગ નંબર 8માં સિનીયર સીટીઝન (Senior Citizen) સવિતાબેન પટેલ પુત્રને અને પતિ સાથે રહેતા હતા. શનિવારની સવારે સવિતાબેનનો લોહી લુહાણ હાલતમાં તેમના મકાનના રસોડામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ માંજલપુર પોલીસને (Manjalpur Police) થતા સ્થળ પર પહોંચે દોડી આવે છે.

Crime In Vadodra: દિકરી અને જમાઇના વિવાદમાં સાસુની હત્યાં

પોલીસની પ્રાથમિક તપાસમાં કેસની ગુથી સુલજી

પોલીસની પ્રાથમિક તપાસમાં સવિતાબેનની હત્યામાં (Crime In Vadodara) વપરાયેલી હથોડી મળી આવી હતી તેમજ હત્યા સવિતાબેનના જમાઈ વિશાલ અમીને કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે એફએસએલની મદદ લઇ તપાસના ચક્રોગતિમાન કર્યા છે તેમજ વિશાલે પત્ની સાથે ચાલી રહેલી ગૃહ ક્લેશને લઈ સાસુનું હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણાયું છે.

આ મકાનમાંથી બનાવટી દારૂનું રેકેટ ઝડપાયું હતું

એક વર્ષ પૂર્વે સવિતાબેનના ઘરેથી બનાવટી વિદેશી શરાબ (Foreign liquor) બનાવવાનો રેકેટ ઝડપાયો હતો અને જે ગુનામાં તેમનો દીકરો આજદિન સુધી વોન્ટેડ છે. બીજી તરફ સાસુની હત્યા કરનાર જમાઈ હત્યાને અંજામ આપ્યા બાદ પોતેજ પોલીસ મથકે હાજર થઇ ગયો હતો અને ગુનાની કબૂલાત કરી હતી.

આ પણ વાંચો:

Ahmedabad Drug Peddler: ચાની કીટલી, પાનના ગલ્લા પર ડ્રગ્સ સપ્લાય કરતા યુવાધનને બરબાદ કરનારા ઝડપાયા

Murder in Gir Somnath: એકલવાયું જીવન જીવતા વૃદ્ધાની હત્યા કરી, 1.35 લાખના દાગીનાની લૂંટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.