ETV Bharat / state

એક સપ્તાહમાં તીડના આક્રમણને નિયંત્રણમાં લેવાશે: પુરુષોત્તમ રૂપાલા

author img

By

Published : Dec 26, 2019, 11:55 PM IST

વડોદરા: ભાજપ દ્વારા પરષોત્તમભાઇ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં નાગરિકતા સુધારા કાયદા 2019 અંતર્ગત તેના સમર્થનમાં શહેરના પ્રતિષ્ઠિત પ્રબુદ્ધ નાગરીકોનું એક સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય કૃષિપ્રધાન પુરૂષોત્તમ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નાગરિકતા સુધારા કાયદા અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, નવા કાયદાથી ઇસ્લામિક દેશોમાં વસતા લઘુમતીઓને ભારતીય નાગરિકતા મળશે.

vadodra
વડોદરામાં નાગરિકતા સંશોધન અધિનિયમ - 2019ના સમર્થન માટે સંમેલન યોજયો

ઇસ્લામિક દેશોથી આવેલા લઘુમતી શરણાર્થીઓને નાગરિકતા આપવી ભારતની ફરજ છે. કેન્દ્ર સરકારના દરેક પ્રધાન CAAને લઇને સંતુષ્ટ છે. તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત વાધુમાં તેઓએ રાજ્યમાં તિડના આક્રમણ મુદ્દે કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાને નિવેદન આપતા જણાવ્યું હતું કે, આગામી એક સપ્તાહમાં તીડનાં આક્રમણને નિયંત્રણમાં લેવાશે. તેમજ તીડનાં આક્રમણને કાબુમાં લેવાં ખાનગી કંપનીઓની મદદ લેવાઇ રહી છે. આ ઉપરાંત તીડ સામે દવા છંટકાવમાં ખાનગી કંપનીઓને કામે લગાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

વડોદરામાં નાગરિકતા સંશોધન અધિનિયમ - 2019ના સમર્થન માટે સંમેલન યોજયો
Intro:એક સપ્તાહમાં તીડના આક્રમણને નિયંત્રણમાં લેવાશે: પુરુષોત્તમ રૂપાલા..


Body:ભારતીય જનતા પાર્ટી દ્વારા પરષોત્તમભાઇ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિ મા નાગરિકતા સંશોધન અધિનિયમ - ૨૦૧૯ અંતર્ગત તેના સમર્થન મા શહેર ના પ્રતિષ્ઠિત પ્રબુદ્ધ નાગરીકો નું એક સંમેલન યોજવામાં આવ્યું હતું..જેમાં કેન્દ્રીય કૃષિપ્રધાન પુરષોત્તમ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નાગરિકતા અધિકાર કાયદા અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે નવાં કાયદાથી ઇસ્લામિક દેશોમાં વસતા લઘુમતીઓને ભારતીય નાગરિકત્વ મળશે Conclusion:તેમજ ઇસ્લામિક દેશોથી આવેલાં લઘુમતી શરણાર્થીઓને નાગરિકતા આપવી ભારતની ફરજ છે. કેન્દ્ર સરકારનાં દરેક પ્રધાન CAA ને લઇને સંતુષ્ટ છે તેમ જણાવ્યું હતું આ ઉપરાંત રાજ્યમાં તિડના આક્રમણ મુદ્દે કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાને નિવેદન આપતા જણાવ્યું હતું કે આગામી
એક સપ્તાહમાં તીડનાં આક્રમણને નિયંત્રણમાં લેવાશે તેમજ તીડનાં આક્રમણને કાબુમાં લેવાં ખાનગી કંપનીઓની મદદ લેવાઇ રહી છે.
આ ઉપરાંત તીડ સામે દવા છંટકાવમાં ખાનગી કંપનીઓને કામે લગાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું..

બાઈટ પુરુષોત્તમ રૂપાલા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.