ETV Bharat / state

તાપી જિલ્લાની બેઠકો પરનું મતદાન: વ્યારામાં અને નિઝરમાં થયું કેટલા ટકા મતદાન, જાણો

author img

By

Published : Dec 2, 2022, 7:17 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પ્રથમ તબક્કાનું મતદાન ગતરોજ થયું હતું. જ્યારે તેના આંકડાઓ પર નજર કરીએ તો ગત વિધાનસભા વર્ષ 2017ની ચૂંટણીમાં તાપી જિલ્લામાં મતદાનની ટકાવારી 79.42 ટકા રહી હતી. જ્યારે આ વખતે મતદાનની ટકાવારી અંદાજિત 77.04 ટકા નોંધાઇ (Average decline in voting percentage 2022) હતી. જે તાપી જિલ્લામાં મતદાનની ટકાવારીમાં 2 ટકા જેટલો ઘટાડો નોધાવ્યો છે.

તાપી જિલ્લાની બેઠકો પરનું મતદાન: વ્યારામાં અને નિઝરમાં થયું કેટલા ટકા મતદાન, જાણો
તાપી જિલ્લાની બેઠકો પરનું મતદાન: વ્યારામાં અને નિઝરમાં થયું કેટલા ટકા મતદાન, જાણો

તાપી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) ગુરુવારે સંપન્ન થયેલી ચૂંટણીમાં તાપી જિલ્લાની બંને બેઠક પર ટકાવારીમાં ઘટાડો (Gujarat Election First Phase Voting) નોંધાયો હતો. ગત વિધાનસભા વર્ષ 2017ની ચૂંટણીમાં તાપી જિલ્લામાં મતદાનની ટકાવારી 79.42 ટકા રહી હતી. જ્યારે આ વખતે મતદાનની ટકાવારી અંદાજિત 77.04 ટકા નોંધાઇ (Average decline in voting percentage 2022) હતી. આમ તાપી જિલ્લામાં મતદાનની ટકાવારીમાં 2 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.

તાપી જિલ્લામાં મતદાનની ટકાવારી 79.42 ટકા રહી હતી.
તાપી જિલ્લામાં મતદાનની ટકાવારી 79.42 ટકા રહી હતી.

મતદાનમાં થયેલા ઘટાડાના કારણો તાપી જિલ્લાની વ્યારા બેઠક (Vyara seat of Tapi district) પર ત્રણ મુખ્ય પક્ષના અને અન્ય મળી કુલ 07 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યાં છે. ત્યારે ગુરુવારે સાંજે તેમના ભાવિ EVMમાં કેદ થઈ ગયા હતાં. આ બેઠક પર ગત 2017ની ચૂંટણીમાં 77.73 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યારે આ વખતની ચૂંટણીમાં મતદાનની ટકાવારીનો આંકડો (Election 2022 Voting Percentage Figures) ઘટીને 75.58 ટકા પર આવી ગયો છે. મતદાનમાં થયેલા આ ઘટાડાના કારણો અંગે રાજકીય પંડિતો જુદા જુદા કારણો જણાવી રહ્યાં છે. ત્યારે વ્યારા બેઠક પર થયેલ ઓછું મતદાન કોને ફળશે. એ 8મી ડિસેમ્બરના દિવસે ખબર જ પડશે.

આ વખતે મતદાનની ટકાવારી અંદાજિત 77.04 ટકા નોંધાઇહતી. આમ તાપી જિલ્લામાં મતદાનની ટકાવારીમાં 2 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.
આ વખતે મતદાનની ટકાવારી અંદાજિત 77.04 ટકા નોંધાઇહતી. આમ તાપી જિલ્લામાં મતદાનની ટકાવારીમાં 2 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.

નિઝર બેઠક પર મતદાનની ટકાવારી તાપી જિલ્લામાં આવેલા નિઝર બેઠક (Nizar seat in Tapi district) પર પણ ગત વિધાનસભા વર્ષ કરતાં આ વર્ષે થયેલા મતદાનની કુલ ટકાવારીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. અહીં પણ ત્રણ મુખ્ય પક્ષના ઉમેદવારો સહિત કુલ 6 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતાં. ગત 2017માં અહીં 80.80 ટકા જેટલું ઊંચું મતદાન થયું હતું. જ્યારે આ વર્ષે તેમાં લગભગ 2 ટકા જેટલો ઘટાડો થયો છે. આ વર્ષે નિઝર બેઠકની કુલ ટકાવારી લગભગ 78.19 ટકા રહી છે. બેઠકમાં આવેલા સોનગઢ નગર સહિત અન્ય તાલુકા મથકોએ પણ મતદાનની ટકાવારીમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ કારણે પણ નિઝર બેઠક પર મતદાનની ટકાવારીમાં પણ સામાન્ય ઘટાડો થયો છે.

જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારીએ ફાઈનલ આંકડા જાહેર કર્યાં કુલ મતદાતાઓની વાત કરીએ તો તાપી જિલ્લાની બે બેઠકો પર થયેલા મતદાનનાં જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારીએ ફાઈનલ આંકડા જાહેર કર્યાં છે. ત્યારે 171 વ્યારા બેઠક પર 75.58 ટકા મતદાન થયું છે. જેમાં વ્યારા બેઠકનાં કુલ 2,23,091 મતદારોમાંથી 1,68,616 મતદારોએ મતદાન કર્યું હતું. 172 નિઝર બેઠક પર 78.19 ટકા મતદાન થયું હતું. જેમાં નિઝર બેઠકનાં કુલ 2,82,604 મતદારોમાંથી 2,20,968 મતદારોએ મતદાન કર્યું હતું. આમ વ્યારા, નિઝર બેઠકનાં કુલ 5,05,695 મતદારોમાંથી જિલ્લાનાં કુલ 3,89,584 લોકોએ મતદાન કર્યું છે. જેની ટકાવારી પ્રમાણે તાપી જિલ્લામાં કુલ 77.04 ટકા મતદાન નોંધાયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.