ETV Bharat / bharat

કેદારનાથ ધામમાં હેલિકોપ્ટરનું ઈમર્જન્સી લેન્ડિંગ, તમામ યાત્રીઓ સુરક્ષીત - helicopter emergency landing

author img

By ETV Bharat Gujarati Team

Published : May 24, 2024, 9:22 AM IST

ઉત્તરાખંડમાં એક મોટી હેલિકોપ્ટર દુર્ઘટના ટળી છે. કેદારનાથ ધામમાં ક્રિસ્ટલ કંપનીના હેલિકોપ્ટર ક્ષતિગ્રસ્ત થતુ થતું બચી ગયું. આવી સ્થિતિમાં પાયલોટે સમજદારી દાખવી સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું અને મોટી દુર્ઘટના ટળી ગઈ. હેલિકોપ્ટરમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. Kedarnath helicopter emergency landing

કેદારનાથ ધામમાં હેલિકોપ્ટરનું ઈમર્જન્સી લેન્ડિંગ
કેદારનાથ ધામમાં હેલિકોપ્ટરનું ઈમર્જન્સી લેન્ડિંગ ((Photo- Disaster Management Department))

કેદારનાથ: ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં આજે એક મોટી દુર્ઘટના ટળી ગઈ જેમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં બચી ગયું. પાયલોટે પોતાની સુઝ સમજથી હેલિકોપ્ટરનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું. જ્યાં હેલિકોપ્ટરનું ઉતરાણ કરવામાં આવ્યું હતું ત્યાં એક ગટર હતી. પરંતુ પાયલટની સુઝ સમજના કારણે કેદારનાથમાં મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

હેલિકોપ્ટરમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. હાલમાં ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા 2024 ચાલી રહી છે. કેદારનાથ ધામ માટે હવાઈ સેવા પણ ચાલી રહી છે. દરરોજ મોટી સંખ્યામાં હેલિકોપ્ટર શ્રદ્ધાળુઓને લઈને કેદારનાથ જઈ રહ્યા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે કેદારનાથ ધામથી માત્ર 100 મીટર પહેલા પહાડી પર ક્રિસ્ટલ એવિએશનના હેલિકોપ્ટરની સુકાન ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. જેના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પાયલોટ કલ્પેશે સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરીને મુસાફરોનો જીવ બચાવ્યો હતો. હેલિકોપ્ટરમાં 6 મુસાફરો સવાર હતા. પાયલોટ સહિત આ તમામ યાત્રીઓ સુરક્ષિત રીતે ઉતરાણ કરીને ભાગી છૂટ્યા હતા.

ક્રિસ્ટલ એવિએશને શુક્રવારે સવારે કેદારનાથ ધામ હેલિપેડથી લગભગ 100 મીટર પહેલાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. ક્રિસ્ટલ એવિએશન કંપનીનું હેલિકોપ્ટર શેરસી હેલિપેડથી કેદારનાથ ધામ તરફ આવી રહ્યું હતું. જેમાં પાયલટ સહિત 06 મુસાફરો સવાર હતાં. ઉડ્ડયન સમયે હેલિકોપ્ટરમાં કેટલીક ટેકનિકલ સમસ્યા આવી હતી. જેના કારણે હેલિકોપ્ટરને કેદારનાથ ધામના હેલિપેડથી લગભગ 100 મીટર પહેલા 7 વાગે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પાયલોટ કલ્પેશે જણાવ્યું કે તમામ મુસાફરો સુરક્ષિત છે. જો પાયલોટ કલ્પેશે વિવેકબુદ્ધિથી ઈમરજન્સી લેન્ડિંગ ન કર્યું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. કેદારનાથ ધામ જતી વખતે ઘણા હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બની ચુક્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.