ETV Bharat / state

લીંબડીમાં સંવિધાન બચાવોના નારા સાથે ભવ્ય બાઇક રેલી

author img

By

Published : Dec 25, 2019, 5:29 PM IST

સુરેન્દ્રનગરઃ જિલ્લાના લીંબડીમાં રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરવા સંવિધાન બચાવોના નારા સાથે બોર્ડ, બેનર અને સૂત્રોચ્ચાર કરી ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી હતી. જે રેલીમાં શહેરીજનોમાં અનેરો રાષ્ટ્રપ્રેમ જોવા મળ્યો હતો. આ રેલીમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ સહિત શહેરના નાગરિકો જોડાયા હતા.

surendranagar
બાઇક રેલી યોજાઈ

કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય નાગરિકતા કાયદો (CAA) પસાર કરવામાં આવ્યો છે. આ કાયદાના કારણે ભારતમાં રહેતા કોઈપણ ધર્મના લોકોને કોઈપણ પ્રકારની અસર થશે નહીં, તેવો સંદેશો પહોંચાડવાના ભાગરૂપે લીંબડીમાં રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરવાના સંદર્ભે સંવિધાન બચાવોના સ્લોગન સાથે બાઇક રેલી યોજાઈ હતી.

રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરવા સંવિધાન બચાવોના નારા સાથે ભવ્ય બાઇક રેલી યોજાઈ

લીંબડી ગ્રીનચોક ખાતે શંભુપ્રસાદ ટૂંડિયા તેમજ જિલ્લા ભાજપના પ્રમુખ, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, શહેર ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, વિવિધ ટ્રસ્ટના આગેવાનો, શૈક્ષણિક સંસ્થા તેમજ વિવિધ મંડળોના જ્ઞાતિજનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા.

શહેરના લીંબડી ગ્રીનચોક ખાતેથી આ રેલી શરૂ થઈને એડી જાની રોડ થઇને લીંબડી સેવા સદન કચેરી ખાતે પહોંચી હતી. જ્યાં મામલતદારને સંવિધાન બચાવોના નેજા હેઠળ શહેરના આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું.

Intro:Body:Gj_Snr_Limdi savidhan reli_Avb_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ : સ્ટોરી આઈડિયા
ફોર્મેટ : avb

સુરેન્દ્રનગર નાં લીંબડી મા રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરવા સંવિધાન બચાવોના નારા સાથે બોર્ડ બેનર અને સૂત્રોચ્ચાર કરી ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી હતી. જે રેલીમાં શહેરીજનોમાં અનેરો રાષ્ટ્રપ્રેમ જોવા મળ્યો. આ રેલીમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ સહિત શહેરના નાગરિકો જોડાયા હતા.


કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય નાગરિકતા કાયદો પસાર કર્યો છે,આ કાયદાના કારણે ભારતમાં રહેતા કોઈપણ ધર્મના લોકોને કોઈપણ પ્રકારની અસર થવાની નથી, તે સંદેશો પહોંચાડવાના ભાગરૂપે લીંબડી માં રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરવા સંદર્ભે સંવિધાન બચાવોના સ્લોગન સાથે બાઇક રેલી યોજાઈ હતી, લીંબડી ગ્રીનચોક ખાતે શંભુપ્રસાદ ટૂંડિયા. તેમજ જિલ્લા ભાજપના પ્રમુખ, તેમજ, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ , તેમજ શહેર ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ, તેમજ સ્વેચ્છિક સંસ્થાઓ, વિવિધ ટ્રસ્ટના આગેવાનો, શૈક્ષણિક સંસ્થા તેમજ વિવિધ મંડળોના જ્ઞાતિજનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા, શહેરના લીંબડી ગ્રીનચોક ખાતે થી આ રેલી શરૂ થઈને એડી જાની રોડ શાકમાર્કેટનીકળી ,ને રેલી લીંબડી સેવા સદન કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં નિવાસી
મામલતદાર ને સંવિધાન બચાવોના નેજા હેઠળ શહેરના આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું.

બાઈટ
(1) શંભુપ્રસાદ ટૂંડિયા..Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.