ETV Bharat / state

VNSGU દ્વારા શિષ્યવૃત્તિ ફોર્મની તારીખ લંબાવીને 25 એપ્રિલ કરાઇ

author img

By

Published : Apr 9, 2021, 4:23 PM IST

Updated : Apr 9, 2021, 4:49 PM IST

VNSGU દ્વારા કોરોના મહામારીને કારણે ઘણા વિદ્યાર્થીઓ શિષ્યવૃતિથી વંચિત રહી ગયા હતા. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં રાખીને શિષ્યવૃત્તિના ફોર્મ ભરવાની તારીખ લંબાવામાં આવી છે. 25 એપ્રિલ સુધી શિષ્યવૃતિનું ફોર્મ ભરી શકાશે.

VNSGU દ્વારા શિષ્યવૃત્તિ ફોર્મની તારીખ લંબાવીને 25 એપ્રિલ કરાઇ
VNSGU દ્વારા શિષ્યવૃત્તિ ફોર્મની તારીખ લંબાવીને 25 એપ્રિલ કરાઇ

  • ST/SC/OBC વિદ્યાર્થીઓને 25 એપ્રિલ સુધી ફોર્મ ભરી દેવું પડશે
  • તમામ સંલગ્ન કોલેજોને આ નિયમ લાગુ પડશે
  • વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરી હતી

સુરતઃ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શિષ્યવૃતિના ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. હાલ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં શિષ્યવૃતિના ફોર્મ ભરવાની તારીખ 25 માર્ચે પૂર્ણ થઈ ગઇ હતી. પરંતુ ત્યારબાદ જે વિદ્યાર્થીઓ કોરોના મહામારીને કારણે શિષ્યવૃતિના ફોર્મ ભરી શક્યા ન હતા, તે વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીમાં રજૂઆત કર્યા બાદ, યુનિવર્સિટીએ શિષ્યવૃત્તિના ફોર્મ ભરવાની તારીખ લંબાવી છે. 25 એપ્રિલ સુધી શિષ્યવૃતિનું ફોર્મ ભરી શકાશે.

VNSGU દ્વારા શિષ્યવૃત્તિ ફોર્મની તારીખ લંબાવીને 25 એપ્રિલ કરાઇ
VNSGU દ્વારા શિષ્યવૃત્તિ ફોર્મની તારીખ લંબાવીને 25 એપ્રિલ કરાઇ

આ પણ વાંચોઃ સુરતમાં ABVPનું શિષ્યવૃત્તિ મામલે વિવેકાનંદ કૉલેજ સામે વિરોધ પ્રદર્શન

વિદ્યાર્થીઓના હિત માટે યુનિવર્સિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે

હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં શિષ્યવૃતિના ફોર્મ ભરવાના તારીખની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ ST/SC/OBCના ઘણા વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ ફોર્મ ભરવાનું ચૂકી ગયા હતા. જોકે ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કર્યા બાદ યુનિવર્સિટી દ્વારા શિષ્યવૃત્તિ ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. જોકે 25 એપ્રિલ સુધી શિષ્યવૃતિના ફોર્મ ભરી શકાશે. જેથી ST/SC/OBCના વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત ન રહી જાય તે માટે વિદ્યાર્થીઓના હિત માટે યુનિવર્સિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ સુરતના MTB ARTS કૉલેજના પ્રિન્સિપાલને શિષ્યવૃત્તિ માટે અપાયું આવેદન

શિષ્યવૃતિનું ફોર્મ ઓનલાઈન ભરી શકાશે

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલ શિષ્યવૃતિના ફોર્મ ભરવાની તારીખ લંબાવામાં આવી છે. ત્યારે સામાન્ય રીતે શિષ્યવૃત્તિ ફોર્મ ભરવાની પદ્ધતિ ઓનલાઇન અને ઓફલાઇન બન્ને રીતે કરી શકાય છે. પરંતુ હાલ કોરોના મહામારી ચાલી રહી છે,ત્યારે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી ઓનલાઇન જ શિષ્યવૃતિના ફોર્મ ભરી શકશે. ત્યાર બાદ તરત જ ફોર્મ વેરીફાય કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને આ કોરોનાકાળમાં કોલેજ આવું પડશે નહિ તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના તમામ સંલગ્ન કોલેજોને આ નિયમ લાગુ પડશે.

Last Updated : Apr 9, 2021, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.