ETV Bharat / state

Surat Accident News: ધામરોડ ગામ નજીક નેશનલ હાઈવે પર ટ્રિપલ અકસ્માત, ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 6, 2023, 1:31 PM IST

Updated : Oct 6, 2023, 1:38 PM IST

ધામરોડ ગામ નજીક નેશનલ હાઈવે પર ટ્રિપલ એક્સિડેન્ટ, હેવી ટ્રાફિકજામ થયો
ધામરોડ ગામ નજીક નેશનલ હાઈવે પર ટ્રિપલ એક્સિડેન્ટ, હેવી ટ્રાફિકજામ થયો

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે 48 પર સુરતના ધામરોડ નજીક ગમખ્વાર અકસ્માત થયો છે. વહેલી સવારે 6.30 કલાકે 3 વાહનો ધડાકાભેર અથડાયા હતા. જેમાં એક કાર અને બે ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત થયો હતો. વાંચો વિગતવાર

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નજીક અકસ્માત

સુરતઃ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48 પર અવાર નવાર અકસ્માતોની દુઃખદ ઘટના બનતી રહે છે. આજે વહેલી સવારે 6.30 કલાકે સુરતના ધામરોડ નજીક ટ્રિપલ એક્સિડેન્ટ થયો છે. જેમાં એક કાર અને બે ટ્રક ધડાકાભેર અથડાયા છે. અકસ્માતને લીધે નેશનલ હાઈવે પર હેવી ટ્રાફિકજામ થયો હતો.

કાર અને બે ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત
કાર અને બે ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત

ટ્રિપલ એક્સિડેન્ટઃ વહેલી સવારે એક ટ્રકના પાછળના ભાગે એક કાર ધડાકાભેર સાથે અથડાઈ હતી. આ ટક્કરની થોડીવાર બાદ આ કારના પાછળના ભાગે બીજી ટ્રક અથડાઈ ગઈ. આમ ત્રણ વાહનો એકસાથે ટકરાતા ટ્રિપલ એક્સિડેન્ટની ઘટના ઘટી હતી. આ એક્સિડેન્ટમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. એક મુસાફર ઈજાગ્રસ્ત હોવાથી તેને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી અપાયો હતો.

હેવી ટ્રાફિકજામઃ નેશનલ હાઈવે પર ટ્રિપલ એક્સિડેન્ટ થવાને પગલે હેવી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટના સ્થળે સ્થાનિક પોલીસ, સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને NHAIના અધિકારીઓ તાત્કાલિક ધસી આવ્યા હતા. પોલીસ અને NHAIના અધિકારીઓએ અકસ્માતગ્રસ્ત વાહનો રોડની સાઈડ પર કરાવીને મહામથામણ બાદ ટ્રાફિક ક્લીયર કર્યો હતો.

અકસ્માતના સમાચાર મળતાં જ અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં એક મુસાફરને ઈજાઓ થઈ છે. પોલીસની મદદથી હાઈવે પરથી ટ્રાફિક ક્લીયર કરવામાં હતો...પ્રયંકભાઈ(સુપરવાઈઝર, NHAI)

અન્ય એક અકસ્માતઃ તાજેતરમાં જ આ હાઈવે પર કામરેજ તાલુકાના આબોલી ગામ નજીક એક કાર ડિવાઈડર પર ચઢી ગઈ હતી. જેને કારણે કારને ભયંકર નુકસાન પહોંચ્યું હતું. આ અકસ્માતને કારણે પર હેવી ટ્રાફિકજામ થયો હતો. આ હાઈવે પર સુરતની આસપાસ અનેક એક્સિડેન્ટ થતા રહે છે. જેને લઈને સ્થાનિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

  1. Ganesh Mahotsav 2023: પલસાણામાં ગણેશજીની શોભાયાત્રામાં નાચતા ભક્તો પર ફરી વળ્યો ટેમ્પો, એક મહિલાનું થયું કરૂણ મોત
  2. Surat Multiple Accident : માંગરોળના પાલોદ ગામ નજીક ગોઝારો અકસ્માત, એકસાથે 10 વાહન એકબીજા પાછળ ઘુસ્યા
Last Updated :Oct 6, 2023, 1:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.