ETV Bharat / state

Valentine Day 2023: સુરતના વિદ્યાર્થીઓએ PM મોદી માટે તૈયાર કર્યું ગોલ્ડ પ્લેટેડ રોઝનું બુકે, કાલે આપશે ભેટ

author img

By

Published : Feb 13, 2023, 3:11 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અતિપ્રિય ગણાતા એવા વિદ્યાર્થીઓ તેમને ગોલ્ડ પ્લેટેડ રોઝનું બુકે આપવા જઈ રહ્યા છે. સુરતના વિદ્યાર્થીઓ કાલે વેલેન્ટાઈન ડેના દિવસે વડાપ્રધાનને આ ભેટ આપશે.

Valentine Day 2023: સુરતના વિદ્યાર્થીઓએ PM મોદી માટે તૈયાર કર્યું ગોલ્ડ પ્લેટેડ રોઝનું બુકે, કાલે આપશે ભેટ
Valentine Day 2023: સુરતના વિદ્યાર્થીઓએ PM મોદી માટે તૈયાર કર્યું ગોલ્ડ પ્લેટેડ રોઝનું બુકે, કાલે આપશે ભેટ

વડાપ્રધાન અને વિદ્યાર્થીઓ વચ્ચે ખાસ કનેક્શન

સુરતઃ દર વર્ષે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેની ઉજવણી થાય છે. ત્યારે આ દિવસે પ્રેમીઓ એકબીજાને ગિફ્ટ આપતા હોય છે. તેવામાં હવે સુરતના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. તેઓ વેલેન્ટાઈન ડે પર વડાપ્રધાનને ગોલ્ડ પ્લેટેડ રોઝનું બુકે આપવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશાથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જોવા મળે છે અને આ જ કારણ છે કે, વિદ્યાર્થીઓમાં પણ તેઓ અતિપ્રિય છે, જેથી આ વેલેન્ટાઈન ડે પર સુરતના વિદ્યાર્થી ગૃપ દ્વારા 151 જેટલા 24 કેરેટ ગોલ્ડ પ્લેટ રોઝથી એક બુકે શણગારવામાં આવ્યું છે.

આ પણ વાંચો Pariksha Pe Charcha પરીક્ષા પે ચર્ચામાં વિદ્યાર્થીઓએ કરી 'મન કી બાત', CM જોડાયા

વડાપ્રધાન અને વિદ્યાર્થીઓ વચ્ચે ખાસ કનેક્શનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદ્યાર્થીઓ વચ્ચે એક ખાસ કનેક્શન છે. તેઓ હંમેશાથી પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા કરતા પણ જોવા મળે છે. તેમ જ દેશના યુવાધનને ભારતનું ભવિષ્ય માને છે. વડાપ્રધાનની વિદ્યાર્થીઓ પ્રત્યે લાગણી અનેકવાર જોવા મળી છે, પરંતુ આ વખતે વેલેન્ટાઇન ડેના પર્વ પર વિદ્યાર્થી દ્વારા પોતાના વડાપ્રધાનને પોતાની લાગણી દર્શાવવા માટે એક ખાસ બુકે તૈયાર કરાવવામાં આવ્યું છે.

ઑરો યુનિ.ના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યું બુકેઃ આમ તો, સાધારણ બૂકે રિયલ રોઝ અથવા તો અન્ય ફૂલોથી તૈયાર થતું હોય છે, પરંતુ જ્યારે વાત દેશના વડાપ્રધાનની છે. ત્યારે સુરતના ઑરો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન માટે 5, 50 કે 100 નહીં, પરંતુ 151 ગોલ્ડ પ્લેટડ રોઝનું ખાસ બુકે તૈયાર કરાવ્યું છે.

ઑરો યુનિ.ના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યું બુકે
ઑરો યુનિ.ના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યું બુકે

વિદ્યાર્થીઓએ પોકેટમનીમાંથી કર્યો ખર્ચઃ વિદ્યાર્થિની મહેકે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશાથી અમારા આદર્શ રહ્યા છે. વિદ્યાર્થીઓ સાથે તેઓની લાગણી દરેક વિદ્યાર્થી જાણે છે. વેલેન્ટાઈન ડેના ઉપલક્ષ્ય પર લોકો પોતાના પ્રિયજન અને ખાસ લોકોને ઉપહાર આપતા હોય છે. ખાસ કરીને ગુલાબનું ફૂલ આપવાનું ચલણ વર્ષોથી આ દિવસે ચાલતું આવ્યું છે, પરંતુ વડાપ્રધાનને વેલેન્ટાઈન ડેના ઉપલક્ષ્યમાં અમે ગોલ્ડ પ્લેટેડ રોઝનું બુકે આપવા જઈ રહ્યા છેય અમે તમામ વિદ્યાર્થીઓ પોતાના પોકેટ મની ખર્ચીને આ બુકે તેમને ભેટ સ્વરૂપ આપીશું.

આ પણ વાંચો PM Modi Degree Controversy : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક લાયકાત અંગે ગુજરાત હાઈકોર્ટ આગામી દિવસોમાં ચુકાદો સંભાળવશે

વિદ્યાર્થીઓએ પોતાની લાગણી દર્શાવીઃ વિદ્યાર્થીઓના ઓર્ડરને ધ્યાનમાં રાખી સોની દિપક ચોક્સીએ પણ આ ખાસ બુકે ટૂંક સમયમાં બનાવવાનું નક્કી કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ પોતાની લાગણી દર્શાવી હતી કે, તેઓ વડાપ્રધાન માટે એક ખાસ ગોલ્ડ પ્લેટેડ રોઝનું બુકે આપવા માગે છે, જેથી તેમની આ લાગણી જોઈ અમે પણ ઓર્ડર લીધો હતો. એટલું જ નહીં, અમે બુકે તો તૈયાર કર્યું જ અને તમામ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, તેઓ પોતાના હાથથી આ બુકેમાં એક-એક ગોલ્ડ પ્લેટેડ રોઝ મૂકે, જેથી તેમની લાગણી આ બૂકેમાં વડાપ્રધાનને નજર આવે. આ બૂકેની વિશેષતા એ છે કે, ભલે આ લાખો રૂપિયાનું હોય પરંતુ તેમાં વિદ્યાર્થીઓની પીએમ પ્રત્યે ભાવના સ્પષ્ટ નજર આવશેય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.