ETV Bharat / state

Surat News : ગણિત વિષયને લઈને વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર, નૃત્ય સંગીત સાથે શીખો ભણતર

author img

By

Published : Feb 21, 2023, 4:21 PM IST

સુરતમાં હાઈસ્કૂલના આચાર્યે ગણિત વિશેષને લઈને પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. વિદ્યાર્થીઓ નૃત્ય અને ગીતના માધ્યમથી ગણિત વિશેષ સહેલાઈથી શીખી શકે તે માટે ખાસ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે.

Surat News : ગણિત વિષયને લઈને વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર, નૃત્ય સંગીત સાથે શીખો ભણતર
Surat News : ગણિત વિષયને લઈને વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર, નૃત્ય સંગીત સાથે શીખો ભણતર

વિદ્યાર્થીઓ નૃત્ય અને ગીતના માધ્યમથી ગણિત શીખી શકશે, આ ખાસ પ્રોજકટની

સુરત : વિદ્યાર્થીઓમાં ગણિત વિષયને લઈને એક ફોબિયા જોવા મળતો હોય છે. ગણિતના સવાલોમાં તેમને મૂંઝવણ પણ થતી હોય છે અને મોટાભાગે જોવા મળે છે કે વિદ્યાર્થીઓના માર્ક્સ ગણિતમાં ઓછા આવે છે, પરંતુ ગણિત પ્રત્યે જે તેમનો ભય છે એ કાઢવા માટે સુરતના સર VTD ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય મનીષા મહિડાએ ખાસ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જેના થકી હવે વિદ્યાર્થીઓ નૃત્ય અને ગીતના માધ્યમથી ગણિત શીખી શકશે. આ માટે ખાસ ગીત પણ તૈયાર કરવામાં આવ્યું છે.

ગણિતને લઈને શું છે પ્રોજેક્ટ : સુરતના સર VTD ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય મનીષા મહિડા દ્વારા એક ખાસ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટને ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં યોજવામાં આવનાર રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં પસંદગી થઈ છે. આ પ્રોજેક્ટ આચાર્ય મનીષા એ એવા વિદ્યાર્થીઓ માટે તૈયાર કર્યું છે. જે ગણિત વિષયને લઈને મૂંઝવણમાં હોય છે અથવા તો ભય હોય છે. જ્યારે વાત ગણિતની આવે ત્યારે વિદ્યાર્થીઓ તેના ચિન્હોને લઈ ગેરસમજમાં મુકાઈ જતા હોય છે. તેમની ગેરસમજને જોતા આચાર્ય મનીષાએ ધોરણ 9 અને 10ની વિદ્યાર્થીઓને આવરી લઈ ખાસ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓ નૃત્ય અને ગીતના માધ્યમથી સરસ સહેલાઈથી ગણિત સમજી શકશે.

પરિણામ 33 ટકા વધુ જોવા મળ્યું : સામાન્ય રીતે ક્લાસના દ્રશ્યો જોઈને આપને લાગશે કે ક્લાસમાં ગીત અને સંગીતનો વિષય ચાલી રહ્યો છે. પરંતુ તમને જણાવી દઈએ કે, આ ગીત કે સંગીતનો નહીં પરંતુ ગણિત શીખવા માટેનો વિષય છે. તો ચોક્કસથી તમે આશ્ચર્યમાં મુકાઈ જશો. પરંતુ એકવાર સાંભળીને જાણી જશો કે વિદ્યાર્થીઓ નૃત્ય અને ગીતના માધ્યમથી ગણિતના કઠિન ચિહ્નો સહેલાઈથી શીખી રહ્યા છે. આ પ્રયોગ માટે પહેલા આચાર્ય મનીષાએ વિદ્યાર્થીઓને 28 દિવસમાં ગીતનો પુનરાવર્તન કરાવ્યું હતું, ત્યારબાદ જ્યારે પરીક્ષા લેવામાં આવી, ત્યારે પરિણામમાં 59.44 ટકાનો સુધારો પણ જોવા મળ્યો હતો. 1400માંથી 1332 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ 33 ટકા વધુ જોવા મળ્યું હતું. આચાર્ય મનીષાના મોડલના કારણે પરિણામમાં 45.6 ટકાનો નૃત્ય ગીતનો ઉપયોગ પછી વધારાના 13.84 ટકાનો સુધારો જોવા મળ્યો હતો.

વિદ્યાર્થીઓ નૃત્ય અને ગીતના માધ્યમથી ગણિત શીખી શકશે
વિદ્યાર્થીઓ નૃત્ય અને ગીતના માધ્યમથી ગણિત શીખી શકશે

બાળકોને નૃત્ય અને સંગીતમાં રુચિ : આચાર્ય મનીષા મહિડાએ જણાવ્યું હતું કે, તમે લોકો જાણો છો કે કોરોના કાળમાં જે વિદ્યાર્થીઓને ગાઈડન્સ મળવું જોઈતું હતું તે મળી શક્યું ન હતું. ખાસ કરીને ગણિતના ચિન્હોને લઈ અને તેમના સવાલોના હલ તેવો કરી શકતા નહોતા. આ અંગે અમને જાણકારી મળી અને ખાસ કરીને ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ સવાલ હલ કરી શકતા નહોતા .જેથી હું વિચાર્યું કે કશું યુનિક કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને ગમે અને તેઓ શીખી શકે.

ગણિતના મૂંઝવણથી બહાર : વધુમાં જણાવ્યું કે, લોકોને ખબર છે કે બાળકોને નૃત્ય અને સંગીતમાં ખૂબ જ રુચિ હોય છે. તેથી મેં વિચાર્યું કે આ બંને વસ્તુઓ સાથે બાળકોને ગણિત ભણાવવામાં આવે. જેથી તમામ ક્રિયાઓ અને ધ્યાનમાં રાખી એક ગીત તૈયાર કર્યું હતું. જેમાં બેઝિક ગણિતના જે ચિન્હો છે તેનો સમાવેશ કર્યો અને બાળકોને શીખવાડ્યું કે આ ગીત સાથે તેઓને પર્ફોર્મન્સ કરવું રહેશે. જેથી તેઓ સહેલાઈથી ચિન્હોની મૂંઝવણથી બહાર આવી શકે. મારા માર્ગદર્શન બાદ તેઓએ પરફોર્મન્સ પણ કર્યું અને અત્યારે તેઓ ગણિતના મૂંઝવણથી બહાર આવી રહ્યા છે.

નૃત્ય સંગીત સાથે શીખો ભણતર
નૃત્ય સંગીત સાથે શીખો ભણતર

આ પણ વાંચો : Gujarat Paper Leak: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપરલીકને લઈને AAPનું વિરોધ પ્રદર્શન, રાજકારણ ગરમાયું

ગણિત શીખવામાં સહેલાઈ : ધોરણ નવની વિદ્યાર્થીની રાવલ તનીષા એ જણાવ્યું હતું કે, તસવીર અને વીડિયો જોઈને અમે બોર થઈ ગયા હતા. ત્યારબાદ જ્યારે શાળા શરૂ થઈ ત્યારે પ્લસ-માઇનસ કરવામાં ખૂબ જ મુશ્કેલી થતી હતી. ત્યાર પછી અમારા આચાર્ય અમને માર્ગદર્શન આપ્યું કે, નિત્ય અને ગીતના માધ્યમથી આ વસ્તુઓ શીખવામાં સહેલાઈ થઈ શકશે. તેમના કહેવા પર અમે એક ગીત અને નિત્ય તૈયાર કર્યું તેના થકી હવે ગણિત શીખવામાં અમને ખૂબ જ સહેલાઈ થઈ ગઈ છે.

આ પણ વાંચો : Student Beaten up in Rajkot : રાજકોટ મારવાડી કોલેજના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીને ચાર વિદ્યાર્થીઓએ માર માર્યો

ભણવામાં મુશ્કેલીઓ આવતી હતી : ધોરણ નવની વધુ એક વિદ્યાર્થીની સ્નેહાએ જણાવ્યું હતું કે, ઓનલાઇન ક્લાસીસમાં જ્યારે અમે કોરોના કાળમાં ભણતા હતા, ત્યારે કંઈક પણ વસ્તુ અમને સ્પષ્ટ રીતે સમજમાં આવતી ન હતી. સંપૂર્ણ જાણકારી મળતી નહોતી તેના કારણે ભણવામાં ખૂબ જ મુશ્કેલીઓ આવતી હતી. જ્યારે અમારા આચાર્ય અમને જણાવ્યું કે, એક ગીતના માધ્યમથી અમે ગણિત શીખીશું તો આ વસ્તુ ક્યારે અમે વિચાર્યું પણ નહોતું, પરંતુ ત્યારબાદ જ્યારે આચાર્યના માર્ગદર્શન હેઠળ અમે આ ગીત પર પર્ફોમન્સ કર્યું, ત્યારે હવે ગણિત શીખવામાં સહેલાઈ થઈ ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.