ETV Bharat / state

Holi 2023 : સુરત પોલીસ કમિશનર પોતાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે હોળીનો ઉત્સવ ઉજવતા જોવા મળ્યા

author img

By

Published : Mar 8, 2023, 8:12 PM IST

સુરત સહીત દેશભરમાં હોળી ધુળેટીનો તહેવાર રંગેચંગે ઉજવામાં આવી રહ્યો છે. ત્યારે સુરત શહેર શા માટે પાછળ રહે સુરત શહેરમાં પણ વહેલી સવારથી નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો હોળીના રંગમાં રંગાઈ ગયા છે. એકબીજાને હોળીના રંગો લગાવી શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

Holi 2023 : સુરત પોલીસ કમિશનર પોતાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે હોળીનો ઉત્સવ ઉજવતા જોવા મળ્યા
Holi 2023 : સુરત પોલીસ કમિશનર પોતાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે હોળીનો ઉત્સવ ઉજવતા જોવા મળ્યા

Holi 2023 : સુરત પોલીસ કમિશનર પોતાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે હોળીનો ઉત્સવ ઉજવતા જોવા મળ્યા

સુરત : દેશભરમાં હોળી ધુળેટીનો તહેવાર રંગેચંગે ઉજવામાં આવી રહ્યો છે, ત્યારે સુરત શહેર શા માટે પાછળ રહે સુરત શહેરમાં પણ વહેલી સવારથી નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો હોળીના રંગમાં રંગાઈ ગયા છે. એકબીજાને હોળીના રંગો લગાવી શુભકામનાઓ પાઠવી રહ્યા છે .ત્યારે આજે સુરત પોલીસ પણ અધિકારીઓ અને કર્મચારીઓ બધા મળીને આ તહેવારને રંગેચંગે ઉજવી રહ્યા છે. શહેર પોલીસ કમિશનર પોતાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે હોળીનો ઉત્સવ ઉજવતા જોવા મળ્યા હતા.

Holi 2023 : સુરત પોલીસ કમિશનર પોતાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે હોળીનો ઉત્સવ ઉજવતા જોવા મળ્યા
Holi 2023 : સુરત પોલીસ કમિશનર પોતાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે હોળીનો ઉત્સવ ઉજવતા જોવા મળ્યા

સુરત પોલીસ કમિશનર હોળીના તહેવાર પર શું કહ્યુું : આ બાબતે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, ભારતીય પરંપરા અને સંસ્કૃતિના અનુસાર હોળીનો તહેવાર ઉર્જા,આનંદ અને સમાજમાં કેટલી પણ બુરાઈઓ હોય તેમાં અછાઈ સળગી શકતી નથી તે હોળીનું પ્રતીક છે. અમે બધા હોળીની ઉજવણી કરી રહ્યા છીએ. પોલીસના અધિકારીઓ કર્મચારીઓ સવારે થોડી વાર માટે બધા ભેગા થઈને હોળીનો તહેવાર ઉજવ્યો અને હવે હાલ સમાજની સુરક્ષા માટે બંદોબસ્તમાં જઈ રહ્યા છે. કારણ કે, સાચી હોળી એ જ છે કે, સમાજમાં સાચી બાબતોમાં પોલીસ મદદરૂપ થાય. અશુભ બાબતો હોય તેની હોળી સળગાવીએ.પત્રકાર મિત્રોને સમાજના બધા સભ્યોને સુરતના તમામ પ્રજાજનોને સુરત પોલીસ તરફથી શુભકામનાઓ પાઠવું છું. સારી રીતે હોળી રમો, પરંતુ બીજા કોઈને ખલન ના થાય તે રીતે હોળી રમો.

Holi 2023 : સુરત પોલીસ કમિશનર પોતાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે હોળીનો ઉત્સવ ઉજવતા જોવા મળ્યા
Holi 2023 : સુરત પોલીસ કમિશનર પોતાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે હોળીનો ઉત્સવ ઉજવતા જોવા મળ્યા

આ પણ વાંચો : Holi Celebration 2023: સાળંગપુર કષ્ટભંજન મંદિરે રંગોત્સવની ભવ્ય ઉજવણી, હજારો ભાવિકો રંગેરંગાયા

પોલીસ વિભાગમાં બધા કર્મચારીઓ ખબે ખભા મળાવીને કામ કરે છે : પોલીસ ટીમ એટલે કહેવા પૂરતી ટીમ નથી. પોલીસ વિભાગમાં બધા કર્મચારીઓ એકબીજા સાથે ખબે ખભા મળાવીને કામ કરે છે. પોલીસના તમામ કર્મચારીઓ ઉપરના અધિકારીઓથી લઈ લોકરક્ષક સુધી તમામ એક જ ટીમ છે અને એક ટીમમાં બધા લોકો આનંદ અને ઉત્સાહ સાથે હોય તો જ ટીમ સફળ થાય છે. સુરત સીટી પોલીસનો આ એક જ મંત્ર છે કે, અમે બધા એક જ છીએ.

Holi 2023 : સુરત પોલીસ કમિશનર પોતાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે હોળીનો ઉત્સવ ઉજવતા જોવા મળ્યા
Holi 2023 : સુરત પોલીસ કમિશનર પોતાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે હોળીનો ઉત્સવ ઉજવતા જોવા મળ્યા

આ પણ વાંચો : Holi 2023 : ત્રણ વર્ષ બાદ રંગોની છોડો ઉડાવીને યુવાનોએ કરી ધુળેટીની ઉજવણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.