ETV Bharat / state

Holi 2023 : ત્રણ વર્ષ બાદ રંગોની છોડો ઉડાવીને યુવાનોએ કરી ધુળેટીની ઉજવણી

author img

By

Published : Mar 8, 2023, 6:15 PM IST

પ્રેમના પર્વ ધુળેટીની ખૂબ જ આસ્થા સાથે ઉજવણી થઈ રહી છે. ત્યારે જૂનાગઢમાં પણ ધુળેટી ની ઉજવણીને લઈને રંગબેરંગી માહોલ જોવા મળી રહ્યો છે. સવારથી જ રંગ રસિયાઓ દ્વારા અવનવા કલરો ની છોડો ઉડાવીને ધુળેટી ની રંગબેરંગી ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે.

Holi 2023 : ત્રણ વર્ષ બાદ રંગોની છોડો ઉડાવીને યુવાનોએ કરી ધુળેટીની ઉજવણી
Holi 2023 : ત્રણ વર્ષ બાદ રંગોની છોડો ઉડાવીને યુવાનોએ કરી ધુળેટીની ઉજવણી

Holi 2023 : ત્રણ વર્ષ બાદ રંગોની છોડો ઉડાવીને યુવાનોએ કરી ધુળેટીની ઉજવણી

જૂનાગઢ : રંગોનું પર્વ ધુળેટીની ધાર્મિક આસથા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વહેલી સવારથી જ યુવાન એકબીજા પર કલરની છોડો ઉડાવીને ધુળેટીની રંગબેરંગી ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. પાછલા બે વર્ષ દરમિયાન કોરોના સંક્રમણને કારણે ધૂળેટીની સાર્વત્રિક ઉજવણી જોવા મળતી ન હતી, પરંતુ આ વર્ષે જાણે કે પાછલા તમામ વર્ષોનો કસર રંગ રસિયાઓ દ્વારા પૂરો કરવામાં આવતો હોય તે પ્રકારે ઠેરઠેર કલરની છોડો ઉડાવીને ધુળેટીની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પહેલી સવારથી યુવાન હાથમાં કલર લઈને એક મેકને જાણે કે રંગવા માટે આતુરતાપૂર્વક રાહ જોતા હોય તેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે.

Holi 2023 : ત્રણ વર્ષ બાદ રંગોની છોડો ઉડાવીને યુવાનોએ કરી ધુળેટીની ઉજવણી
Holi 2023 : ત્રણ વર્ષ બાદ રંગોની છોડો ઉડાવીને યુવાનોએ કરી ધુળેટીની ઉજવણી

રંગ રસિયાઓએ ETV Bharat સાથે કરી વાત : પાછલા ત્રણ વર્ષ દરમિયાન કોરોના સંક્રમણને કારણે જે રીતે ધુળેટીની ઉજવણી ખૂબ જ મર્યાદિત થતી હતી ત્યારે આ વર્ષે જાણે કે પાછલા તમામ વર્ષોનો કસર પૂરું કરવામાં આવી રહ્યો હોય તે પ્રમાણે ઠેરઠેર રંગબેરંગી કલરની છોડોની વચ્ચે કલરના પર્વ ધુળેટીની ઉજવણી થતી જોવા મળી રહી છે. જે રીતે લોકો કલર ઉડાવીને ધુળેટીની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે તે સનાતન ધર્મની સંસ્કૃતિની યાદ પણ અપાવી જાય છે. જે રીતે સનાતન ધર્મમાં ઉત્સવને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ત્યારે ધુળેટી જેવો પ્રેમ અને કલરનો આ ઉત્સવ ખાસ કરીને યુવાનો માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. ત્યારે આજે વહેલી સવારથી જ સમગ્ર શહેર અને જિલ્લામાં ધૂળેટીની ઉજવણી ઠેર ઠેર રંગબેરંગી અંદાજમાં થતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Holi Celebration 2023: સાળંગપુર કષ્ટભંજન મંદિરે રંગોત્સવની ભવ્ય ઉજવણી, હજારો ભાવિકો રંગેરંગાયા

મંદિરમાં ફૂલોત્સવ અને રંગોત્સવ ઉજવવામાં આવ્યો : સમગ્ર દેશમાં ધૂળેટીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે તમામ ધર્મસ્થાનોમાં પણ ભગવાનને અલગ અલગ રંગોથી રંગવામાં આવી રહ્યા છે, ત્યારે મંદિર ખાતે ફૂલોત્સવ અને રંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Holi 2023 : અમદાવાદમાં ભગવાન જગનાથજીને ચાંદીની પિચકારીથી રંગ લગાડ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.