ETV Bharat / state

Surat News : સુરતમાં સીઝનલ રોગોના વધતા કેસ, સ્મીમેર હોસ્પિટલમાં અસ્થમા, શરદી ખાંસી અને તાવ સહિતના રોગની દવામાં ઘટ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 31, 2023, 7:22 PM IST

સુરતમાં અસ્થમા, શરદી ખાંસી અને તાવ સહિતના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સ્મીમેર હોસ્પિટલમાં દવાની અછત હોવાનું બહાર આવ્યું છે. સીઝનલ રોગમાં વધારો થવાના પગલે આ સ્થિતિ સર્જાઇ છે. જોકે સત્તાવાળાઓ દ્વારા ટેન્ડર પ્રક્રિયાથી દવાઓ મંગાવવામાં આવી હોવાનું જણાવાયું છે.

Surat News : સુરતમાં સીઝનલ રોગોના વધતા કેસ, સ્મીમેર હોસ્પિટલમાં અસ્થમા, શરદી ખાંસી અને તાવ સહિતના રોગની દવામાં ઘટ
Surat News : સુરતમાં સીઝનલ રોગોના વધતા કેસ, સ્મીમેર હોસ્પિટલમાં અસ્થમા, શરદી ખાંસી અને તાવ સહિતના રોગની દવામાં ઘટ

દવાઓ મંગાવાઇ છે

સુરત : હાલ લોકો બે ઋતુ અનુભવી રહ્યા છે, જેના કારણે હાલ સીઝનલ ફીવર અને રોગોની સંખ્યા પણ વધી છે. આ વચ્ચે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં એક રોગોની દવાઓ ૃની ઘટ સામે આવી છે. જેમાં અસ્થમા શરદી ખાંસી અને તાવ સહિતના વિવિધ રોગ શામેલ છે. દવાની ઘટથી મેડિસિન કાઉન્ટરના કર્મચારીઓ અને દર્દીઓના પરિજનો વચ્ચે વિવાદ પણ સર્જાઈ રહ્યો છે. જોકે આ સમસ્યાને લઈ હોસ્પિટલ તંત્ર તરફથી જાણકારી આપવામાં આવી છે કે ટેન્ડર પ્રક્રિયાથી દવાઓ મંગાવવામાં આવી છે. જોકે હાલ તેની સામે અન્ય દવાઓ પણ ઉપલબ્ધ છે અને જે દવા નથી તે માટે સેન્ટ્રલ મેડિકલ સ્ટોરમાં મોકલવામાં લોકોને આવી રહ્યા છે.

સુરત મનપા સંચાલિત હોસ્પિટલ હોય કે અન્ય આરોગ્ય કેન્દ્ર ત્યાં જે પણ દવાઓ આવતી હોય છે તે જરૂરી દવાઓની ખરીદી ટેન્ડર પ્રક્રિયાથી થાય છે. આ સિવાય જરૂરી જણાય તો સેન્ટ્રલ મેડિકલ સ્ટોરમાંથી પણ અમે ખરીદી કરીએ છીએ. જેથી દર્દીઓને તકલીફ ન પડે. હાલ અમે જે દવાઓ નથી એની જગ્યાએ અન્ય કંપનીની દવાઓ આપી રહ્યા છે...ડૉ. જિતેન્દ્ર દર્શન (સુપરિન્ટેન્ડન્ટ, સ્મીમેર હોસ્પિટલ)

દર્દીઓને હાલાકી : શહેરના મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે સ્મીમેર હોસ્પિટલ અને નવી સિવિલ હોસ્પિટલ સંજીવની સમાન છે. જોકે છેલ્લા કેટલાક સમયથી સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અનેક દવાઓની અછત સર્જાય છે. જેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. માત્ર શહેરના જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતથી આવનાર દર્દીઓને પણ હાલાકી થઈ રહી છે.

દવાઓની અછત : સામાન્ય રીતે જોવા જઈએ તો દરરોજે મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે અને લાંબી લાઈનો જોવા મળતી હોય છે. નિષ્ણાત ડોક્ટરો મળવાના કારણે અહીં માત્ર દક્ષિણ ગુજરાતના જે નહીં, પરંતુ મહારાષ્ટ્રથી પણ અનેક દર્દીઓ આવે છે. પરંતુ હાલના દિવસોમાં અસ્થમા સહિત વિવિધ રોગો માટે વપરાતી દવાઓની અછત હોસ્પિટલમાં સર્જાય છે. ત્યારે આ દર્દીઓની દવાઓની હોસ્પિટલમાં ઘટ હોવાનું જાણવા મળ્યું હતું. સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા દર્દીઓ મોટે ભાગે જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારના હોય છે.

બહારથી દવા ખરીદવા સૂચના : હાલ બે ઋતુ લોકો અનુભવી રહ્યા છે. રાત્રે અને સવારે ઠડી અને આખા દિવસે ગરમી અનુભવી રહ્યાં છે અને વાયરલ સહિત અનેક રોગો પણ વધી રહ્યા છે. આ વચ્ચે હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધારે રહેતો હોય છે. દર્દીઓના ધસારા વચ્ચે હોસ્પિટલમાં અસ્થમા, શરદી-ખાંસી અને તાવ સહિતના વિવિધ રોગની દવામાં ઘટ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે એ પણ જાણવા મળ્યું છે કે દવાઓના ઘટના કારણે દર્દીઓને દવા પણ ઓછી આપવામાં આવે છે, અથવા તો દર્દીઓને કહેવામાં આવે છે કે તેઓ બહારથી દવા ખરીદી લે.

  1. Smimer Hospital: સ્મીમેર હોસ્પિટલમાં લેવાયા મહત્વના નિર્ણયો, આપવામાં આવી આ કડક સૂચના
  2. Surat Snake Bite : સુરતમાં સાપ કરડવાના બનાવમાં નોંધપાત્ર વધારો, સર્પદંશના કિસ્સામાં શું કરવું ?
  3. Surat News : સુરતમાં રોગચાળો વકર્યો, હોસ્પિટલો તાવ અને ઝાડા ઉલટીના દર્દીઓથી ઉભરાઈ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.