ETV Bharat / state

Surat Snake Bite : સુરતમાં સાપ કરડવાના બનાવમાં નોંધપાત્ર વધારો, સર્પદંશના કિસ્સામાં શું કરવું ?

author img

By

Published : Aug 7, 2023, 5:54 PM IST

સુરતમાં સાપ કરડવાના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ચોમાસાની ઋતુમાં મુખ્યત્વે સરિસૃપો જમીનની બહાર નીકળતા હોય છે. ત્યારે સુરતની નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં સર્પદંશના દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે મહિનામાં 49 જેટલા સાપ કરડવાના કેસ આવ્યા છે.

Surat Snake Bite
Surat Snake Bite

સાપ કરડવાના બનાવમાં નોંધપાત્ર વધારો, સર્પદંશના કિસ્સામાં શું કરશો ?

સુરત : ચોમાસાની સીઝનમાં વરસાદ પડવાને લીધે ખાડાઓમાં કે દરમાં પાણી ભરાઈ જતા હોય છે. જેના કારણે સાપ જેવા સરીસૃપ જીવ ખાડા અને દરમાંથી બહાર આવી જાય છે. આવી પરિસ્થિતિમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સાપ કરડવાના બનાવમાં નોધપાત્ર વધારો થઇ રહ્યો છે. સાપ કરડે એટલે તે વ્યકિત અને પરિવારજનો ગભરાઈ જતા હોય છે. તેઓ ચિંતાતુર થઈને શું થશે ? એવા વિચારો કરતા હોય છે. ત્યારે ડોક્ટર આવા કિસ્સામાં ત્વરિત સારવાર લેવાની સલાહ આપે છે.

સર્પદંશના કિસ્સા : તંત્રમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જુનમાં 14 કેસ અને જુલાઇમાં 35 કેસ એમ કુલ 49 સર્પદંશના દર્દી સા૨વા૨ માટે આવ્યા હતા. આ દર્દી સમયસર હોસ્પિટલ પહોંચતા અને યોગ્ય સારવાર મળતા સુરક્ષિત સ્વસ્થ થયા અને ડિસ્ચાર્જ મેળવ્યો હતો. ત્યારે ગત જૂન-જુલાઈ 2022 માં સાપ કરડવાના 35 કેસ આવ્યા હતા. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં છેલ્લા બે મહિનામાં સર્પદંશના 8 કેસ આવ્યા છે. ઉપરાંત ગત જૂન-જુલાઈ 2022 માં સાપ કરડવાના 12 કેસ આવ્યા હતા.

નવી સિવિલ હોસ્પિટલમાં જૂન અને જુલાઈમાં અનુક્રમે 14 અને 35 સર્પદંશના કેસ નોંધવામાં આવ્યા છે. જેમાં હોસ્પિટલ દ્વારા યોગ્ય સારવાર આપવામાં આવી છે. તેમાં એક પણ વ્યક્તિની સાપ કરડવાના કારણે મોત થયું નથી. આ પ્રકારના કેસમાં વ્યક્તિને એએસવી ઇન્જેક્શન આપવામાં આવે છે. જેને લાઈકો લાઈઝ પાવડર કહેવામાં આવે છે. જેમાં ડિસ્ટિલ વોટર નાખીને ઇન્જેક્શન આપવામાં આવે છે. આ ઈન્જેક્શન ચાર પ્રકારના આવે છે. જેમાં કોમન કોબ્રા, કોમન ક્રેટ, રસલ વાઈપર અને સો સ્કેલ વાઇપર પ્રકાર સાપમાં ઇન્જેક્શન આપવામાં આવે છે.-- ડો.ગણેશ ગોવેકર (સુપરિન્ટેન્ડન્ટ, નવી સિવિલ હોસ્પિટલ)

સાપ કરડે તો શું કરશો ? ડો. ગણેશ ગોવેકરે વધુમાં જણાવ્યું કે, આપણા રાજ્યમાં સાપ કરડવાના કેસમાં ચાર જેરી સાપના કિસ્સા મુખ્ય હોય છે. જો કોઈ વ્યક્તિને સાપ કરડે તો તેને છ થી સાત કલાકની અંદર સારવાર આપવી ખૂબ જ જરૂરી હોય છે. નહીં તો તેનું મૃત્યુ થઇ શકે છે. બીજી મહત્વની વાત એ છે કે, કયા સાપ દ્વારા દંશ આપવામાં આવ્યો છે. ઉપરાંત તે વ્યક્તિના શરીરમાં કેટલું ઝેર ફેલાયું છે. તે પણ

સર્પદંશમાં શું ધ્યાન રાખવું ? વ્યક્તિને શરીરના કયા ભાગ પર સાપ કરડ્યો છે તે પણ જાણવું જરુરી છે. સાપનાં બચ્ચા દ્વારા દંશ આપવામાં આવ્યો છે કે મોટા સાપ દ્વારા તેની પણ માહિતી મેળવવામાં આવે છે. તે ઉપરાંત ઝેરી સાપ છે કે પછી ઝેર વગરનો સાપ છે તેનું પણ ધ્યાન આપવામાં આવે છે. ઝેરી સાપ કરડે તો વ્યક્તિ ધીરે-ધીરે બેભાન થતો જાય છે. તેના શરીરના સ્નાયુઓ જકડાઈ જાય છે. જેથી તે વ્યક્તિનું શરીરનું હલનચલન પણ બંધ થઈ જાય છે. અંતે તે વ્યક્તિનું મોત થઈ જાય છે.

  1. Snake Bites: રાજકોટમાં મહિલાને સાપ કરડતા પરિવારજનો મરેલો સાપ હોસ્પિટલે લઈને આવ્યા
  2. આગ્રાના આ વ્યક્તિને 15 દિવસમાં 8 વખત સાપ કરડ્યો, કારણ હજુ અકબંઘ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.