ETV Bharat / state

Viral Video : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બાળકની સારવાર માટે પરિવાર સવારથી સાંજ સુધી ભટકતો રહ્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 27, 2023, 7:58 PM IST

Updated : Sep 27, 2023, 8:15 PM IST

સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. બાળકની સારવાર માટે ગયેલો પરિવાર એકથી બીજે જગ્યાએ કહેવામાં આવતાં કલાકો સુધી ધક્કા ખાઇ રહ્યો હતો. ત્યારે હૈયાવરાળ ઠાલવી હતી. જોકે સીએમઓની મધ્યસ્થીથી તેમની સમસ્યાનો ઉકેલ આવી ગયો હતો.

Viral Video : સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી, બાળકની સારવાર માટે ગયેલો પરિવાર ધક્કે ચઢ્યો
Viral Video : સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી, બાળકની સારવાર માટે ગયેલો પરિવાર ધક્કે ચઢ્યો

સામાન્ય માણસની તકલીફ

સુરત : સુરતમાં રહેતાં એક પરિવારના 6 વર્ષના બાળકને પગમાં ફોલ્લો થયો હતો. નવી સિવિલ હોસ્પિટલમાં બાળકને લઇ પિતા સવારથી લઈને સાંજ સુધી એમથી તેમ દોડ્યા તોય સારવાર મળી નહીં. છેવટે CMOની મધ્યસ્થીથી સ્ટ્રેચર અને સારવાર મળી હતી. જોકે આ પ્રકારની સ્થિતિ સતત બને છે. જેમાં સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરના સંકલનના અભાવ કારણે સારવાર માટે આવનારા દર્દીઓ હોય કે પછી પરિવારને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે.

આંસુ નીકળી ગયાં : આ પરિવારનો આપવીતીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોસ્પિટલનું તંત્ર દોડતું થઇ ગયું છે. આખા દિવસથી હેરાન પરેશાન થયેલા પિતાના આંખ માંથી આખરે આંસુ નીકળી ગયાં હતાં. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર ગઈકાલે નવી સિવિલ હોસ્પિટલનો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં એક પિતા પોતામાં બાળકને લઈને પગની સારવાર માટે આવ્યા હતાં કારણકે, તેમના 6 વર્ષના બાળકને પગમાં ફોલ્લો થયો હતો.

પિતા વાયરલ વીડિયોમાં શું કહે છે : વાયરલ વીડિયોમાં પિતા સ્પષ્ટપણે કહી રહ્યાં છે કે, આ કેસ પેપરમાં એક નંબર લખવામાં આવ્યું છે. એક નંબર ઉપર આવ્યા તો લખીને કહે છે કે, અહીંયા જતા રહો ત્યાં જતા રહો તમારે નથી કરવાનું તો ના પડી દો. સવારે 9 વાગ્યાથી આ વજન લઈને ફરું છું. હું પૈસા બચાવા માટે અહીં નથી આવ્યો. અહીં સરકાર દ્વારા ડોક્ટરો રાખવામાં આવ્યા છે. અહીં ડોક્ટરો સારા હશે એટલે હું અહીં આવ્યો છું. હું થાકી ગયો છું આ લોકો કહે છે અહીં જાવ ત્યાં જાવ. આ જુઓ મારા છોકરાને પગમાં કઈ થયું છે. ડોક્ટરો કહે છે કે, G2માં જાઓ ત્યાં ગયો તો ત્યાંથી કહેવામાં આવ્યું કે અહીં જગ્યા નથી. એક નંબરમાં જાઓ ત્યાંથી કહેવામાં આવે છે કે સાત નંબરમાં જાઓ હવે હું શું કરું...

પાંડેસરામાં રહે છે પરિવાર : બાળકને લઇ પિતા નવી સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ જગ્યાએ તંત્ર દ્વારા મોકલવામાં આવી રહ્યાં હતાં. જેને લઇને તેમનો પ્રકોપ જોવા મળ્યો હતો, બાળકના પિતા જેઓનું નામ નિતેશ ભાસ્કર પાંડે હતું તેઓ હાલ પાંડેસરા વિસ્તારમાં આવેલ કૈલાસનગરમાં પોતાની પત્ની તેમજ પરિવારમાં બે પુત્રી અને એક પુત્ર સાથે રહે છે. તેમનો 6 વર્ષના પુત્ર વિશ્વાસને પગમાં ફોલ્લો થઈ ગયો હતો. જેથી તેઓ સારવાર માટે ગઈકાલે સવારે નવી સિવિલ હોસ્પિટલ ગયાં હતા. જ્યાં હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરના સંકલનના અભાવને કારણે પરિવારને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

આ વીડિયો સિવિલ હોસ્પિટલનો જ છે. ડોક્ટરના સંકલનના અભાવના કારણે પરિવાર હેરાન પરેશાન થયું છે. એ મામલે ફરી પાછા આ રીતે ન બંને તે માટે સૂચનાઓ આરએમઓ અને તમામ રેસિડેન્ટ ડોક્ટર્સની ટીમને આપી દેવામાં આવી છે...ડો.ગણેશ ગોવેકેરે (સુપરિન્ટેન્ડન્ટ, નવી સિવિલ હોસ્પિટલ)

હોસ્પિટલમાં બાઇ બાઇ ચારણી થઇ : નિતેશે વિશ્વાસને ઉંચકીને સવારના 10 થી સાંજના 5 વાગ્યા સુધી દોડાદોડ કરી પણ યોગ્ય સારવાર નહીં મળતા પરિવારમાં નારાજગી જોવા મળી હતી. હોસ્પિટલમાંથી વિશ્વાસને બેસાડવા માટે સ્ટ્રેચર પણ આપવામાં આવ્યું ન હતું. અંતે આખો દિવસ હેરાન પરેશાન થયેલા પિતાના આંખમાંથી આખરે આંસુ નીકળી ગયા હતા અને પુત્રને લઈને ઘર જવા માટે હોસ્પિટલના ગેટની બહાર નીકળી ગયાં હતાં. જોકે CMOએ મધ્યસ્થી કરી રેસિડેન્ટ ડોક્ટરની ઝાટકણી કાઢી બાળકને યોગ્ય સારવાર અને સ્ટ્રેચર આપવાનું બહાર આવ્યું હતું.

  1. Raksha Bandhan2023: સુરત નવી સિવિલ હોસ્પિટલની નર્સિંગની બહેનોએ સી.આર.પાટીલને રાખડી બાંધી
  2. Surat Health News : સુરતમાં રોગચાળો ફાટ્યો, સિવિલ હોસ્પિટલમાં એક્સ્ટ્રા બેડ મૂકવા પડ્યા
  3. Surat Accident: સુરતમાં વધુ એક જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી, 7 લોકો ઈજાગ્રસ્ત
Last Updated : Sep 27, 2023, 8:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.