ETV Bharat / state

Surat Accident: શહેરની અમીન ડાઈંગ મિલમાં મશીનમાં ફસાઈ જતા શ્રમિકનું મોત, પરિવારે મિલમાલિક સામે નોંધાવી ફરિયાદ

author img

By

Published : Mar 4, 2023, 5:18 PM IST

સુરતમાં આવેલી અમીન સિલ્ક કંપનીમાં કામ કરતી વખતે 69 વર્ષીય શ્રમિકનું મોત નીપજ્યું હતું. મૃતક શ્રમિકનું શરીર મશીનમાં આવી જતાં તેમનું મોત થતા આ મામલે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.

Surat Accident: શહેરની અમીન ડાઈંગ મિલમાં મશીનમાં ફસાઈ જતા શ્રમિકનું મોત, પરિવારે મિલમાલિક સામે નોંધાવી ફરિયાદ
Surat Accident: શહેરની અમીન ડાઈંગ મિલમાં મશીનમાં ફસાઈ જતા શ્રમિકનું મોત, પરિવારે મિલમાલિક સામે નોંધાવી ફરિયાદ

પાંડેસરા પોલીસે નોંધી ફરિયાદ

સુરતઃ શહેરમાં ડાઈંગ મીલમાં કામ કરતી વખતે મશીનમાં આવી જતાં 69 વર્ષીય શ્રમિકનું મોત થયું હતું. શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા એસએમસી આવાસમાં રહેતા 69 વર્ષીય રામ તહલ યાદવ પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી અમીન સિલ્ક કંપનીમાં કામ કરતા હતા. ગતરોજ તેઓ મોડી સાંજે કંપનીમાં કામ કરતી વેળાએ અચાનક કોઈક રીતે મશીનમાં આવી ગયા હતા. એટલે તેમને ગંભીર ઈજા પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ પણ વાંચોઃ કચ્છમાં ડુંગરના ખનન દરમિયાન ભેખડ ધસી આવતા સર્જાઈ દુર્ઘટના, 4 શ્રમિક દટાયા, 1નું મોત

પોલીસે શરૂ કરી તપાસઃ આ ઘટના પછી અન્ય કામદારોએ તાત્કાલિક મશીન બંધ કરી દીધું હતું ને તેમને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તેમને 108 એમ્બુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તેમને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. હાલ આ મામલે પાંડેસરા પોલીસે અકસ્માત નો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સાંજે 7:00 વાગે બની ઘટનાઃ આ બાબતે મૃતક રામ તહલ યાદવના પુત્ર રાજેશ યાદવે જણાવ્યું હતું કે, મારા પિતા પાંડેસરાના અમીન ડાઈન્ગ મીલમાં કામ કરતા હતા. તેમાં તેઓ મશીનમાં ફસાઈ જતાં તેમનું મોત થયું હતું. સાંજે 7 વાગ્યાની આસપાસ મને કંપનીના કોન્ટ્રાક્ટરનો ફોન આવે છે કે, આ રીતે ઘટના બની છે. મારા પિતાનું તો ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો પછી ડોક્ટર્સે તેમને જોઈ તપાસી શા માટે દેખાવ કરી રહ્યા હતા.

મને ફોન આવ્યો કે હોસ્પિટલ પહોંચોઃ મૃતકના પુત્રએ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ત્યારબાદ 5 મિનીટ બાદ મને ફરી ફોન આવ્યો કે, તમારા પિતાને લઈને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. તમે સિવિલ હોસ્પિટલ પહોંચો. અમે પહોંચતા તેઓ પહેલા જ મારા પિતાને સિવિલમાં લઈને આવી પહોંચ્યા હતા. અહીં મને જોઈને ડૉક્ટર મારા પિતાના મૃતદેહની તપાસ કરવા લાગ્યા હતા, પરંતુ મારા પિતા તો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. એટલે આ ખાલી દેખાવો કરવામાં આવી રહ્યો હતો.

પિતા પરિવારને કરતા હતા મદદઃ તેમણે જણાવ્યું હતું કે, મારા પિતાને સુરતમાં 40 વર્ષ થઈ ગયા હતા. તેઓ અહીંથી જ રોજગારી મેળવીને ગામમાં પરિવારને આર્થિક મદદરૂપ થતા હતા. અમે મૂળ ઉત્તરપ્રદેશના અયોધ્યામાં આવેલા મિલ્કીપૂર વિધાનસભામાં આવેલ ડબલપૂર ગામના છીએ. અમારો આખો પરિવાર ગામમાં રહે છે. મારા પિતા અને અમે બંને ભાઈ અહીં રહીને કામ કરતા હતા.

આ પણ વાંચોઃ Navsari Accident: નવસારીની ક્વોરીની ખાણમાં બ્લાસ્ટિંગનું કામ કરતાં 2 શ્રમિકો પર ભેખડ ધસી પડતાં મોત

પાંડેસરા પોલીસે નોંધી ફરિયાદઃ આ બાબતે પાંડેસરા પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના ગઈકાલે સાંજે 7:30 વાગ્યાની આસપાસ બની હતી. અમને 8 વાગ્યે સુરત નવી સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીથી આ વર્ધી લખવામાં આવી હતી, જેથી અમારા 2 પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનના એલઆઈબીના 2 પોલીસ કોન્સ્ટેબલ સિવિલ હોસ્પિટલ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, આ મામલે પરિવારે કંપનીના માલિક વિરુદ્ધ બેદરકારીને લઈને ફરિયાદ નોંધાવી છે. હાલ તો આ મામલે અમે અકસ્માતનો ગુન્હોનોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.