ETV Bharat / state

કચ્છમાં ડુંગરના ખનન દરમિયાન ભેખડ ધસી આવતા સર્જાઈ દુર્ઘટના, 4 શ્રમિક દટાયા, 1નું મોત

author img

By

Published : Dec 24, 2022, 9:08 AM IST

કચ્છના ખાવડા વિસ્તારમાં આવેલી પથ્થરની ખીણમાં ખનનની કામગીરી (Mining Site in Khavda area of Kutch) ચાલી રહી હતી. તે દરમિયાન ભેખડ ધસી પડતા શ્રમિકો દટાઈ ગયા હતા. ત્યારબાદ મોડી રાત સુધી અહીં બચાવ કામગીરી કરવામાં આવી હતી.

કચ્છમાં ડુંગરના ખનન દરમિયાન ભેખડ ધસી આવતા સર્જાઈ દુર્ઘટના, 4 શ્રમિક દટાયા, 1નું મોત
કચ્છમાં ડુંગરના ખનન દરમિયાન ભેખડ ધસી આવતા સર્જાઈ દુર્ઘટના, 4 શ્રમિક દટાયા, 1નું મોત

1 મજૂરનો મૃતદેહ બહાર કઢાયો, અન્યની શોધખોળ

કચ્છ સરહદી જિલ્લા કચ્છના ખાવડા વિસ્તારમાં પથ્થરની ખાણમાં મોડી સાંજે દુર્ઘટના ઘટતા ચકચાર મચી હતી. અહીં ઉંચાઈએથી ભેખડ (Rockfall at Mining Site in Khavda area) ધસી પડતા ખનનની (Mining Site in Khavda area of Kutch) કામગીરી કરતા શ્રમિકો દટાઈ ગયા હતાં. આ દટાયેલા શ્રમિક પૈકી એક શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો હતો. તો અન્ય દટાયેલા લોકોને બહાર કાઢવા માટે મોડી રાત સુધી બચાવ કાર્ય હાથ ધરાયું હતું.

ડુંગરના ખોદકામ દરમિયાન ઘટી દુર્ઘટના પોલીસ કન્ટ્રોલ રૂમમાંથી (Khawda Police Station) મળતી વિગતો મુજબ, પૈયાના ડુગરોમાં ચાલતી ખાણમાં સાંજે 6.15 વાગ્યાના અરસામાં આ જીવલેણ ઘટના બની હતી. JCB મશીનો વડે અને ત્રણ ટ્રકો મારફત ખનનની (Mining Site in Khavda area of Kutch) કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક ઉંચાઈએથી મોટી ભેખડ ધસી (Rockfall at Mining Site in Khavda area) પડતા કામ કરતા 4 કે 5 શ્રમિકો દટાઈ ગયા હતાં. આ બનાવના પગલે આસપાસ કામ કરતા શ્રમિકોમાં ભારે દોડધામ થઈ પડી હતી. બનાવની જાણ થતા જ ખાવડા PSI અને પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો અને દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

1 મજૂરનો મૃતદેહ બહાર કઢાયો, અન્યની શોધખોળ આ ઘટનામાં મધ્યપ્રદેશના વતની એવા દટાયેલા ચાર શ્રમિકો પૈકી એક મધ્ય પ્રદેશના 48 વર્ષીય શ્રીમક અશોકકુમાર પટેલનો મુતદેહ મળી આવ્યો હતો. તો એક શ્રમિક ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. અંદાજે 50 ફુટ જેટલી ઉંચાઈએથી પથ્થરો પડતા હતભાગી શ્રમિકો અને ત્રણ ટ્રક અને 2 JCB 20થી 30 ફૂટ જેટલા કાટમાણમાં દબાઈ ગયા હતાં. 2 હીટાચી મશીન પૈકી એક જેસીબીનો તો ભુક્કો બોલી ગયો હતો. ટ્રકોની કેબીન પણ દબાઈ (Rockfall at Mining Site in Khavda area) ગઈ હતી.

પોલીસ, મામલતદાર, ડિઝાસ્ટરની ટીમો બચાવે બચાવ કામગીરી દરમ્યાન હજી 2 શ્રમિક દટાયેલા હોવાની આશંકા છે. ગંભીર હાલતમાં મળી આવેલા એક શ્રમિકને સારવાર માટે ભુજ જનરલ હોસ્પિટલમાં (Bhuj General Hospital) ખસેડાયો હોવાનું સામે આવ્યું હતું. મોડી રાત્રી સુધી પોલીસ (Khawda Police Station), ભુજ મામલતદાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ (Disaster Management Team) દ્વારા બચાવકાર્ય ચાલુ હોવાના કારણે પોલીસ તરફથી વધારે માહિતી પ્રાપ્ત થઈ (Rockfall at Mining Site in Khavda area) શકી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.