ETV Bharat / state

Navsari Accident: નવસારીની ક્વોરીની ખાણમાં બ્લાસ્ટિંગનું કામ કરતાં 2 શ્રમિકો પર ભેખડ ધસી પડતાં મોત

author img

By

Published : Feb 23, 2023, 7:41 PM IST

Navsari Accident: નવસારીની ક્વોરીની ખાણમાં બ્લાસ્ટિંગનું કામ કરતાં 2 શ્રમિકો પર ભેખડ ધસી પડતાં મોત
Navsari Accident: નવસારીની ક્વોરીની ખાણમાં બ્લાસ્ટિંગનું કામ કરતાં 2 શ્રમિકો પર ભેખડ ધસી પડતાં મોત

નવસારીના ચીખલી ખાતે આવેલા બ્લેક ડાઈમંડ ક્વોરીમાં ખાણમાં દુર્ઘટના થઈ હતી. અહીં કામ કરી રહેલા શ્રમિકો પર પથ્થરની ભેખડ પડતા 2 શ્રમિકના મોત થયા હતા. જ્યારે એક ઈજાગ્રસ્ત થયો હતો.

શ્રમિકો બચાવવા આવી ગયા

નવસારીઃ જિલ્લાનો ચીખલી એ આદિવાસી વિસ્તાર છે. અહીંના લોકો પોતાનું જીવનનિર્વાહ કરવા ખેતી, પશુપાલન પર નભતા હોય છે. અથવા તો જે લોકો પાસે ખેતી કે, પશુપાલન ન હોય તેવો નાની મોટી નોકરી કે મજૂરી કરી પોતાનું જીવન અને પરિવારનો ગુજરાન ચલાવતા હોય છે. કેટલાક લોકો ચીખલી ખાતે આવેલા કવોરીની ખાણમાં મજૂરી કરવા જતા હોય છે. ત્યારે આ ખાણમાં એકાએક ભેખડ ધસી પડી હતી. તેના કારણે 2 શ્રમિકોના મોત થયા હતા. જ્યારે એક શ્રમિક ઈજાગ્રસ્ત થયો હતો.

આ પણ વાંચોઃ આ રીતે મોટી ભેખડ આવી નીચે તો યમુનોત્રી હાઇવે થયો બંધ, જૂઓ વીડિયો

ભેખડ ધસી પડતાં 2 શ્રમિકના મોતઃ અહીં ચીખલીના દેગામ ખાતે ક્વોરીનો ઉદ્યોગ ધમધમે છે. અહીંની ક્વોરીઓમાં પણ મોટી સંખ્યામાં શ્રમિકો કામ કરવા આવતા હોય છે. અહીં આવેલી બ્લેક ડાયમંડ ક્વોરીમાં દિવસ દરમિયાન શ્રમિકો કામ કરી રહ્યા હતા. તે દરમિયાન મોટી દુર્ઘટના બની હતી, જેમાં ખાણમાં કામ કરી રહેલા દેગામમાં રેહતા 2 શ્રમિકો રતિલાલ મનુ પટેલ અને મંગુ છના પટેલ કે, જેઓ ઊંડી ખાણમાં બ્લાસ્ટિંગ કરવાનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન આ શ્રમિકો પર એકાએક પથ્થરની ભેખડ પડતા તેઓ દટાઈ જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ને ઘટનાસ્થળે જ બંનેના મોત થયા હતા.

શ્રમિકો બચાવવા આવી ગયાઃ જોકે, ભેખડ ધસી આવવાની ઘટનાની જાણ થતાં આસપાસના શ્રમિકો તેમને બચાવવા દોડી આવ્યા હતા, તેમ જ દટાયેલા શ્રમિકોને કાઢવા મથામણ કરી તેમને બહાર કાઢી લેવાયા હતા. જોકે, બંનેના ઘટનાસ્થળે મોત થયા હતા. તેમ છતાં એક શ્રમિકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતાં ચીખલી પોલીસ પર ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

જાનમાલને નુકસાન થવાની સંભાવના વધુઃ મોટી સંખ્યામાં અહીં ચીખલી અને વાંસદા વિસ્તારના લોકો અહીં કવોરીઓમાં આવેલી ખીણોમાં કામ કરતા હોય છે. અહીં કામ કરતા શ્રમિકો સતત ભયના માહોલ વચ્ચે કામ કરતા હોય છે. કારણ કે, ગમે ત્યારે ખીણમાંથી ભેખડ કે પથ્થર ધસી પડતા તેમના જાનમાલને નુકસાની થવાની સંભાવના વધુ હોય છે.

આ પણ વાંચોઃ કચ્છમાં ડુંગરના ખનન દરમિયાન ભેખડ ધસી આવતા સર્જાઈ દુર્ઘટના, 4 શ્રમિક દટાયા, 1નું મોત

પોલીસે શરૂ કરી તપાસઃ આ અંગે DySP એન. પી. ગોહિલે જણાવ્યું હતું કે, બ્લેક ડાયમન્ડ ક્વોરીમાં 6 શ્રમિકો કામ કરતા હતા. તેમાંથી 2 શ્રમિકો બ્લાસ્ટિંગનું કામ કરી રહ્યા હતા. તે સમયે તેઓ પર ભેખડ પડતા ત્રણ જેટલા શ્રમિકોને ઈજા પહોંચતા 2નું ઘટનાસ્થળે મોત થયું હતું. એકને સામાન્ય ઈજા પહોંચી હતી. તેથી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.