ETV Bharat / state

Surat Crime : શેર માર્કેટમાં રોકાણની લોભાવણી લાલચ આપી લાખોની છેતરપિંડી કરનાર ઝડપાયો

author img

By

Published : Apr 1, 2023, 5:15 PM IST

સુરતમાં સાયબર ક્રાઇમનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આપને કોઈપણ અજાણ્યા નંબરથી કોલ કરી શેર માર્કેટમાં રોકાણથી લાભ થવાની લાલચ આપી વેપારીઓના નામની ઓળખ આપી લાખો રુપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.

Surat Crime : શેર માર્કેટમાં રોકાણની લોભાવણી લાલચ આપી લાખોની છેતરપિંડી કરનાર ઝડપાયો
Surat Crime : શેર માર્કેટમાં રોકાણની લોભાવણી લાલચ આપી લાખોની છેતરપિંડી કરનાર ઝડપાયો

એક આરોપીની ધરપકડ

સુરત : કોઈ અજાણ્યા નંબરથી તેમને કૉલ કરી શેર માર્કેટમાં રોકાણ કરવા અને તેનાથી થનાર લોભાવણી લાલચ આપે તો સાવધાન થઈ જવાની જરૂર છે. કારણ કે સુરતમાં એક એવા જ કોલના કારણે ફરિયાદીએ 32,65,000 ગુમાવ્યા છે. ફરિયાદી સાથે છેતરપિંડી કરનાર આરોપીની સાઇબર પોલીસે ધરપકડ કરી લીધી છે.

લાખો રૂપિયાની છેતરપિંડી : એક અજાણ્યા નંબરથી સુરતના ફરિયાદીને શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારો ફાયદો થશે તેવી લોભામણી લલચામણી વાતો કરવામાં આવી હતી અને તેઓ પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કરાઈ હતી. પોલીસે આ સમગ્ર મામલે ઇન્ડિયન પીનલ કોડની કલમ 420, 507 અને 120 (બી) તથા આઇ.ટી.એક્ટ કલમ- 6(ડી) મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો Ahmedabad Crime : સોશિયલ મીડિયા પર ફોટો વિડીયો લાઈક કરી પૈસા કમાતાં ચેતજો, સાયબર ફ્રોડસ્ટરની નવી મોડ્સ ઓપરેન્ડી

ખોટી ઓળખ આપી : ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તારીખ 7 જાન્યુઆરી 2023 થી લઈને તારીખ 11 માર્ચ 2023 દરમિયાન તેમને મોબાઈલ નંબર 7698781239 ઉપરથી રાજ પટેલ તરીકેની ઓળખ આપનાર અને અન્ય મોબાઇલ નંબર 8980594817 ઉપરથી સાહિદભાઇ તરીકેની ઓળખ આપનાર તેમજ અન્ય એક મોબાઈલ નંબર 8238736334 ઉપરથી ક્રિષ્ના શેઠ બ્રોકર તરીકેની ઓળખ આપનાર વ્યક્તિઓએ ફોન કર્યો હતો.

શેર માર્કેટમાં ટ્રેડીંગ કરવા સલાહ :આ તમામ આરોપીઓએ સુનિયોજિત પૂર્વ આયોજિત કાવતરું રચી ફરીયાદીને શેર માર્કેટમાં ટ્રેડીંગ કરવા સલાહ આપવામાં આવી હતી. એટલું જ નહીં, આરોપીઓએ જણાવ્યું હતું કે આ વેપારમાં રોકાણ કરવાથી ફરિયાદીને ખૂબ જ સારો આર્થિક લાભ થશે. ફરીયાદીએ રૂ.3,80,000 તેઓના બેંક ઓફ બરોડાના સેવીંગ એકાઉન્ટ માંથી RTGS મારફતે AXIS BANK A/C NO માં ટ્રાન્સફર કર્યા હતા. જે પૈકી રૂ.15,000 નફો કરાવેલા તે રૂપીયા પરત આપ્યા અને બાકીના રૂ.3,65,000 પરત આપ્યા નહોતા.

આ પણ વાંચો Ahmedabad Crime : સાયબર ગઠિયાઓ આ રીતે કરે છે તમારા બેન્ક એકાઉન્ટ સાફ, જાણો કઈ રીતે બચી શકાય

કુલ્લે રૂ.32,65,000 ની છેતરપિંડી : એટલું જ નહીં આ ટોળકીએ ફરિયાદીને શેર માર્કેટમાં ટ્રેડીંગમાં રૂ.41 લાખનું નુકસાન થયું હોવાનું જણાવી આ નુકશાનના રૂપિયા ન ભરવા પર ફરીયાદીને ઘરેથી ઉચકી જવાની ફોન પર ધમકી પણ આપી હતી. આ તમામ આરોપીઓએ રૂ.31 લાખ નેટ બેકીંગ તથા માલ તે આંગડીયા પેઢી મારફતે મંગાવી જે પૈકી રૂ. 2 લાખ પરત આપી બાકી કુલ્લે રૂ.29 લાખ ફરિયાદીને નહી આપી ફરીયાદી સાથે કુલ્લે રૂ.32,65,000 ની છેતરપિંડી કરી હતી. આ સમગ્ર મામલે સાયબર પોલીસે તપાસ શરૂ કરી હતી અને એક આરોપીની ધરપકડ કરી છે.

છેતરપિંડીના શિકાર થાવ તો પોલીસનો સંપર્ક સાધો : સુરત સાયબર સેલના એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે,36 વર્ષીય આરોપી રાકેશભાઇ કાંતીભાઇ શંકરભાઇ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આપને કોઈપણ અજાણ્યા નંબરથી કોલ આવે અને શેર બજારમાં રોકાણ કરવા માટે લોભાવણી લાલચ આપવામાં આવે તો ચોક્કસથી તેની ખરાઈ કરી લેવી. હાલ આવી ઘટનાઓ વધી છે અને જો તમે છેતરપિંડીના શિકાર થાવ તો પોલીસનો સંપર્ક સાધો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.