ETV Bharat / state

Surat News: સુરત નવી સિવિલ હોસ્પિટમાં ફરી બેદરકારી, રોબોટ સાથે લાખો રૂપિયાના ફાયરના સાધનો ધૂળમાં

author img

By

Published : Jun 5, 2023, 1:55 PM IST

સુરત નવી સિવિલ હોસ્પિટલની ફરી બેદરકારી સામે આવી છે. ખાનગી કંપની દ્વારા રોબર્ટ તેની સાથે લાખો રૂપિયાના ખર્ચે આપવામાં આવેલા ફાયરના સાધનો ધૂળ ખાઈ રહ્યાં છે. જોકે આ મામલે સિવિલ હોસ્પિટલના તંત્રને પૂછવામાં આવતા તંત્રે છુપી સાંધી છે.આખો બંધ અને કાન આડા કાર્ય છે તેમ કહી શકાય છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલની ફરી બેદરકારી સામે આવી, રોબર્ટ સાથે લાખો રૂપિયાના ફાયરના સાધનો ધૂળમાં
સુરત નવી સિવિલ હોસ્પિટલની ફરી બેદરકારી સામે આવી, રોબર્ટ સાથે લાખો રૂપિયાના ફાયરના સાધનો ધૂળમાં

Surat News: સુરત નવી સિવિલ હોસ્પિટમાં ફરી બેદરકારી, રોબોટ સાથે લાખો રૂપિયાના ફાયરના સાધનો ધૂળમાં

સુરત: નવી સિવિલ હોસ્પિટલની ફરી બેદરકારી સામે આવી છે. ખાનગી કંપની દ્વારા રોબોટ, તેની સાથે લાખો રૂપિયાના ખર્ચે આપવામાં આવેલા ફાયરના સાધનો ધૂળ ખાઈ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, કોરોના સમય દરમિયાન ખાનગી કંપની દ્વારા રોબોટ ભેટ આપવામાં આવ્યો હતો. તેનો ઉપયોગ જો કોઈ નર્સ પેશન્ટને દવા આપવા જાય તો તેમને પણ કોરોનાનો ન ચેપ લાગી શકે. તેની માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાલની પસ્થિતિમાં આ રોબર્ટ ધૂળ ખાઈ રહ્યા છે. આ રોબોટનું નામ છે સોના 2.5. તેની સાથે જ બીજો એક પણ રોબોટ આવ્યું હતો તેનું નામ 1.5 હતું.

સાધનો મંગાવામાં આવ્યા: રોબોટનું સુરતના કલેક્ટરથી લઈને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તે સમય દરમિયાન આ રોબોટ પણ વોર્ડમાં દાખલ પેસન્ટને દવા પહોંચાડતો હતો. એટલે કે, આ રોબોટ પણ કોરોના વોરિયર હતો. લાખો રૂપિયાના ખર્ચે મંગાવામાં આવેલા ફાયરના સાધનો પણ ધૂળ ખાઈ રહ્યા છે. આ રોબોટ સાથે સિવિલ હોસ્પિટલ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે મંગાવામાં આવેલા હતા. જોકે, કોઈ આગની ઘટના બંને તો તે સમય દરમિયાન આ ફાયરના સાધનો ઉપર કરી શકાય તે માટે સાધનો મંગાવામાં આવ્યા હતા.

"આ રોબોટ અમને કોરોના કાળના સમય દરમિયાન ખૂબ જ ઉપયોગી બન્યું હતું. એ અમને આપવામાં આવ્યું હતું. હાલ તે કાર્યરત નથી કારણ કે, હાલ તે પ્રકારની સ્થિતિ નથી. પરંતુ ભવિષ્ય માં જો કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો તેની માટે તેને રાખવામાં આવ્યા છે. સમયે સમયે તેની સફાઈ પણ કરવામાં આવે છે.તેને હાલ સ્ટોરરૂમમાં મૂકવામાં આવ્યા છે"- ડો. કેતન નાયક( નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ)

ખૂબ જ ઉપયોગીતા: જે ફાયરના મશીનો છે તે પીઆઈઓ દ્વારા ફાળવામાં આવ્યા હતા. તેને વૉટર મિક્સ મશીન કહેવામાં આવે છે. ફાયરના એનઓસી માટે તેની ખૂબ જ ઉપયોગી હતી. મહિનાની દર 6 તારીખે તેનો ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં જે બે બિલ્ડીંગોમાં વોર્ડ વિભાજિત કરવામાં આવશે. એ કામને કારણે થોડા અહીં મુકવામાં આવ્યા છે. થોડા પેલી બાજુએ મુકવામાં આવ્યા છે. આ મશીનો હવે જેતે વોર્ડમાં ઉપયોગમાં લેવામાં આવશે. હાલ આ મશીનને લઈને થોડાક લોકોને ટ્રેનિંગ આપવામાં આવી છે. હવે તમામ લોકોને ટ્રેનિંગ આપીને જે તે સમયે મશીનનો ઉપયોગ કરવામાં આવશે.

  1. New Parliament Building : સુરતમાં નવા સંસદ ભવનના આકારમાં જ્વેલરીએ બનાવી હિપહોપ જ્વેલરી, માર્કેટમાં ભારે ડિમાન્ડ
  2. Surat News : પસંદગીના નંબર માટે કાર માલિકે 9.85 લાખ રૂપિયા ચૂકવ્યા, RTOઓને હરાજીમાં 49.51 લાખની આવક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.