ETV Bharat / state

Surat Crime: સુરતમાં વેપારી પર ચપ્પુ વડે હુમલા સાથે લૂંટ, ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 26, 2023, 8:54 AM IST

અંજલી ઇન્ડસ્ટ્રીમાં વેપારી પર ચપ્પુ વડે હુમલા સાથે લૂંટની ઘટના બની હતી. જે ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે તારીખ 25 ઓક્ટોબરના રોજ આશરે દોઢ વાગ્યાના અરસામાં બે લોકો ઓફિસની અંદર આવે છે અને વેપારીને ચપ્પુ બતાવીને તેની ઉપર હુમલો કરે છે.

સુરતમાં વેપારી પર ચપ્પુ વડે હુમલા સાથે લૂંટની ઘટના, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
સુરતમાં વેપારી પર ચપ્પુ વડે હુમલા સાથે લૂંટની ઘટના, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

સુરતમાં વેપારી પર ચપ્પુ વડે હુમલા સાથે લૂંટની ઘટના, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

સુરત: શહેરના અમરોલી વિસ્તાર ખાતે આવેલ અંજલી ઇન્ડસ્ટ્રીમાં લૂંટની ઘટના સીસીટીવી ફુટેજમાં કેદ થવા પામી છે. બે અજાણ્યા શખ્સો અંજલી ઇન્ડસ્ટ્રીમાં લૂમ્સ કારખાના ધરાવનાર વેપારી પર અત્યારે હુમલો કરી લૂંટ ચલાવી હતી. સીસીટીવી ફૂટેજ સામે આવતા જ પોલીસે ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી હતી.

લૂંટ કરવાનો પ્રયાસ: અમરોલી વિસ્તાર ખાતે આવેલા અંજલિ ઇન્ડસ્ટ્રીમાં પ્લોટ નંબર 134 અને 135 માં 36 વર્ષ અનિલભાઈ ડોડા લુમ્સનું કારખાનું ચલાવે છે. લૂમ્સ કારખાના ઓફિસમાં બેસીને તેઓ કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ તેમની ઓફિસમાં હાથમાં ચપ્પુ લઇ બે અજાણ્યા શખ્સો ઘૂસી આવ્યા હતા. આશરે બપોરે 1:30 વાગ્યાના અરસામાં બે લોકો વેપારીની ઓફિસમાં ઘુસી તેની સાથે મારામારી કરી હતી. ચપ્પુ વડે હુમલો પણ કર્યો હતો. એટલું જ નહીં ઓફિસના ટેબલના ખાના ખોલી લૂંટ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. ઓકે ખાનાની અંદર કશું નહીં મળતા લૂંટારો ખાલી હાથ ફરાર થઈ ગયા હતા.

સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ: આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે કઈ તારીખ 25 ઓક્ટોબરના રોજ આશરે દોઢ વાગ્યાના અરસામાં બે લોકો ઓફિસની અંદર આવે છે. વેપારીને ચપ્પુ બતાવીને તેની ઉપર હુમલો કરે છે. વેપારી પર હુમલો કરી તેઓએ લૂંટ ચલાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. લૂંટ અંગેની ઘટનાની જાણ થતા જ અમરોલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. એટલું જ નહીં રેકોર્ડિંગના આધારે બે લોકોની ધરપકડ પણ કરી હતી. સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો.

બે લોકોની ધરપકડ કરાઈ: અમરોલી પોલીસના પીએસઓ પાસેથી મળતી માહિતી મુજબ લૂમ્સના કારખાનાના માલિક ઉપર જીવલેણ હુમલો કરનાર બે લોકોની પોલીસે ધરપકડ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે આરોપી વિજય પટવા અને ચંદ્રશેખર શેટ્ટીની ધરપકડ કરવામાં આવી છે. બંને શા માટે કારખાના માલિક ઉપર ઉપરાંત માર્યા હતા. તે અંગેની હવે તપાસ શરૂ કરવામાં આવી છે.

  1. Surat Police Drive: 197 મહિલાઓને દેહવેપારના ધંધામાંથી મુક્ત કરાવાઈ, 90 જેટલા આરોપીઓની ધરપકડ
  2. Surat Crime : સુરતમાં વિજય શાહ બેંકને 100 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડી પત્ની સાથે અમેરિકા ભાગી ગયો, ચોંકાવનારી હકીકત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.