ETV Bharat / state

પાંચ બાંગ્લાદેશીઓની સુરત પોલીસ દ્વારા ધરપકડ, જાણો શું કરવા આવ્યા હતા ગુજરાત

author img

By

Published : May 10, 2022, 1:37 PM IST

Updated : May 10, 2022, 4:49 PM IST

સુરત રેલવે સ્ટેશન પરથી પાંચ બાંગ્લાદેશીઓની રેલવે પોલીસે ધરપકડ કરી છે. તેઓ છેલ્લા(Arrest of Bangladeshis in Surat) ઘણા સમય થી સુરત જિલ્લાના સાયણ વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા હતા. આ તમામ આરોપીઓ મૂળ બાંગ્લાદેશનાં નરેલ જિલ્લાના છે. જેઓ બોગસ દસ્તાવેજના આધારે સુરતમાં રહેતા હતા.

પાંચ બાંગ્લાદેશીઓની સુરત પોલીસ દ્વારા ધરપકડ, જાણો શું કરવા આવ્યા હતા ગુજરાત
પાંચ બાંગ્લાદેશીઓની સુરત પોલીસ દ્વારા ધરપકડ, જાણો શું કરવા આવ્યા હતા ગુજરાત

સુરત: રેલવે સ્ટેશન પરથી પાંચ બાંગ્લાદેશીઓની રેલવે પોલીસે ધરપકડ(Arrest of Bangladeshis in Surat) કરી છે. તેઓ છેલ્લા ઘણા સમય થી સુરત જિલ્લાના સાયણ વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા હતા. સુરત રેલવે પોલીસ (Surat railway station)મથકના ઇન્સ્પેક્ટર કે એમ ચૌધરીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે 25 એપ્રિલે મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. કે.સોલંકી અને ભારતીબહેન રોહિત સાથે પ્લેટફોર્મ ઉપર પેટ્રોલિંગ (Railway Police arrested five Bangladeshis )કરી રહ્યા હતા. દરમિયાન સવારે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર બે પુરુષ અને ત્રણ મહિલા શંકાસ્પદ મળી આવ્યા હતા.

બાંગ્લાદેશીઓની ધરપકડ

આ પણ વાંચોઃ અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા 47 બાંગ્લાદેશીઓની ધરપકડ

સાયણ ત્રણ રસ્તા નજીક વસવાટ કરતા હતા - પોલીસ સ્ટાફે તેને રોકીને પૂછપરછ કરી હતી જેમાં તેઓને સંતોષકારક જવાબ મળ્યો ન હતો. પોલીસે તેમને પોલીસ મથક લાવીને સઘન પૂછપરછ શરૂ કરી હતી જેમાં તેમણે પોતાના નામ 26 વર્ષીય પરવેઝ આયબા મિર્ઝા, 20 નયોન રૂત્રા મોસીર મૌલા, 18 વર્ષીય બિસ્તી અખ્તર, 19 વર્ષીય ફતેમાં ખાતુન અને 20 વર્ષોય ફરઝાનની ધરપકડ કરી છે. આ તમામ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા સાયણ ત્રણ રસ્તા નજીક વસવાટ કરતા હતા.

આ પણ વાંચોઃ દેશમાં NRCની સાથે જનસંખ્યા નિયંત્રણ અને યુનિફોર્મ સિવિલ કોડ પણ જરૂરી છેઃ સૂર્યકાંતરાવ કેલકર

બનાવટી દસ્તાવેજો તૈયાર કરનાર ચાર લોકોને ફરાર - આ તમામ આરોપીઓ મૂળ બાંગ્લાદેશનાં નરેલ જિલ્લાના છે. રેલવે પોલીસે બારડોલી ઉપલી બજારમાં રહેતા ઝાબીર ફિરોઝ પટેલ નામના અન્ય એક વ્યક્તિએ નાગરિકોને બનાવીટી રીતે આધાર કાર્ડના દસ્તાવેજ બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં બનાવટી દસ્તાવેજો તૈયાર કરનાર ચાર લોકોને ફરાર જાહેર કરાયા છે.

Last Updated : May 10, 2022, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.