ETV Bharat / state

Accident Case in Surat : વરાછામાં બ્રિજ પરથી નીચે પટકાતા યુવાનનું મૃત્યુ, CCTV ફૂટેજ આવ્યા સામે

author img

By

Published : Jan 29, 2022, 10:04 AM IST

વરાછા વિસ્તારમાં 10 દિવસ પહેલા ઘરે જતા એક રેસ્ટોરન્ટના માલિકની બાઈક ઓવર બ્રિજની રેલિંગ સાથે અથડાતા બ્રિજ ઉપરથી નીચે પટકાતા (Accident Case in Surat) ઈજા પહોંચી હતી. આ ઘટના બનતા તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે પટકાયેલા યુવાનના CCTV ફૂટેજ હદય ધ્રુજારી દે તેવા સામે આવ્યા છે.

Accident Case in Surat : વરાછામાં બ્રિજ પરથી નીચે પટકાતા યુવાનનું મૃત્યુ, CCTV ફૂટેજ આવ્યા સામે
Accident Case in Surat : વરાછામાં બ્રિજ પરથી નીચે પટકાતા યુવાનનું મૃત્યુ, CCTV ફૂટેજ આવ્યા સામે

સુરત : વરાછા વિસ્તારમાં 10 દિવસ પહેલા એક રેસ્ટોરન્ટના માલિક ઘરે પરત આવી રહ્યા હતા. તેમણે હીરાબાગ ઓવરબ્રિજ (Accident on Hirabag Overbridge) ઉપરથી પોતાની બાઇક લઇ પસાર થઈ રહ્યા હતા. અચાનક સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા બાઈક ઓવરબ્રિજના સાઈટની રેલિંગ સાથે અથડાઈ ગઈ હતી.રેસ્ટોરન્ટ ના માલિક ઉર્ફે ભરત લાખણકિયાની બાઇક પટકાતા ઓવરબ્રિજ થી સીધા નીચે પટકાયા હતા.

સ્થાનિક લોકોની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

આ ઘટના બનતા સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક 108 મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આજે 10 દિવસ બાદ તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાં પરિવારમાં શોકમાં ગરકાવ થઇ ગયો હતો. આ ઉપરાંત કાપોદ્રા પોલીસે અકસ્માત(Accident Case in Surat) મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વરાછામાં બ્રિજ પરથી નીચે પટકાતા યુવાનનું મૃત્યુ
વરાછામાં બ્રિજ પરથી નીચે પટકાતા યુવાનનું મૃત્યુ

આ પણ વાંચોઃ Accidental Death in Vadodara : પિતાપુત્ર ટ્રક નીચે એવા ચગદાયાં કે ઓળખવા મુશ્કેલ થઇ ગયાં

સમગ્ર ઘટના CCTV ફૂટમાં કેદ

અકસ્માતમાં ભરતભાઈ લગભગ 80-100 ફૂટ બ્રિજ ઉપરથી નીચે પટકાતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે આ સમગ્ર ઘટના CCTV ફૂટેજ માં કેદ થઈ ગઈ હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઇ રીતે ભરતભાઈ બ્રિજ ઉપરથી નીચે પટકાયો છે. અને રાતના સમય બનેલી આ ઘટનામાં કેટલા લોકો તેમની તરફથી જઈ રહ્યા છે.

17 જાન્યુઆરીના રોજ આ ઘટના બની હતી

આ બાબતે કાપોદ્રા પોલીસે જણાવ્યું હતું કે, એલ.એચ.રોડ વરાછા ઝોન ઓફિસની સામે ભરત લાખણકિયા રેસ્ટોરેન્ટ ધરાવે છે. ભરત લાખણકિયા 17 મી જાન્યુઆરીના રોજ રાત્રે પોતાના રેસ્ટોરન્ટ પરથી ઘરે પરત આવી રહ્યા હતા. તે દરમિયાન હીરાબાગ રોમન પોઇન્ટ કોમ્પ્લેક્સ ની સામે ઓવરબ્રિજ ઉપરથી પોતાની બાઇક લઇ પસાર થતી વખતે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક ઓવરબ્રિજના સાઈટની રેલિંગ સાથે અથડાઈ ગઈ હતી. જો કે 108 મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે 10 દિવસ બાદ તેમનું સારવાર દરમિયાન મૃત્યુ (Surat Accidental Death) થયું છે. ભરત લાખણકિયાને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. હાલ અકસ્માત મૃત્યુ નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Crime Case In Morbi : મોરબીમાં અકસ્માતમાં બેના મૃત્યુ, વૃદ્ધની લૂંટના ઈરાદે હત્યા કરાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.