ETV Bharat / crime

Crime Case In Morbi : મોરબીમાં અકસ્માતમાં બેના મૃત્યુ, વૃદ્ધની લૂંટના ઈરાદે હત્યા કરાઈ

author img

By

Published : Jan 25, 2022, 4:08 PM IST

મોરબીના ગામડામાં એક વૃદ્ધ ખેતીકામ કરતા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સોએ હત્યાનો (Murder Case In Morbi) અંજામ આપ્યો છે. તો બીજી તરફ મોરબી હાઇવે (Accident on Morbi Highway) પર બે યુવાનાનો મૃત્યુ થયા છે. પોલિસને જાણ થતાં તાત્કાલિક(Crime Case In Morbi) કાર્યવાહી હાથ ધરી.

Crime Case In Morbi : મોરબીમાં અકસ્માતમાં બેના મૃત્યુ, વૃદ્ધની લૂંટના ઈરાદે હત્યા કરાઈ
Crime Case In Morbi : મોરબીમાં અકસ્માતમાં બેના મૃત્યુ, વૃદ્ધની લૂંટના ઈરાદે હત્યા કરાઈ

મોરબી : મોરબી તાલુકાના ઘૂટું ગામની સીમમાં ખેતીકામ કરતા વૃદ્ધની હત્યાના (Murder Case In Morbi) સમાચાર સામે આવી રહ્યા છે. આ વૃદ્ધ પોતાની વાડીએ સાંજના સમયે હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ હત્યાને અંજામ આપ્યો હતો. આ ઘટના અંગે મૃતક વૃદ્ધના પુત્રે મોરબી તાલુકા પોલીસમાં (Morbi Taluka Police) ફરિયાદ નોંધાવી છે.

નગ્ન હાલતમાં વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો

મોરબીના ઘૂટું ગામના રહેવાસી ધરમશી પરેચા નામના વૃદ્ધની હત્યા કરવામાં આવી છે. આ વૃદ્ધ પોતાની વાડીએ ખેતીકામ કરતા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ હત્યાને અંજામ આપ્યો હતો. વૃદ્ધનો મૃતદેહ નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે દોડી વધુ તપાસ (Crime Case In Morbi) હાથ ધરી હતી.

મૃતકના પુત્રે મોરબી તાલુકા પોલીસમાં શકદાર સામે ફરિયાદ નોંધાવી

મૃતકના પુત્ર અશોક પરેચાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, બાપુજી 23મી જાન્યુઆરીના રોજ સાંજના સમયે વાડીએ હતા. ત્યારે કોઈ અજાણ્યા માણસે બાપુજીના મફલરથી ગળેટુપો દીધો હતો. મૃતકના પુત્રને મુન્ના મેરના નામના શખ્સ પર શંકા હોવાનું પણ જણાવ્યું હતું. સમગ્ર ઘટના મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Morbi police action:મોરબીમાં વિવિધ ગુનામાં સંડોવાયેલા પાંચ ગુનેગારોને જેલ હવાલે કરાયા

બંધ ટ્રક પાછળ બાઈક ઘુસી જતા બે ના મૃત્યુ

તો બીજી તરફ મોરબી માળીયા હાઇવે ઉપર રવિરાજ ચોકડી નજીક બંધ ટ્રક પાછળ બાઈક ઘુસી(Accident on Morbi Highway) જતા બે વ્યક્તિઓના મૃત્યુ નિપજયા છે. આ ઘટનાની જાણ થતા પોલીસ ટીમ દોડી જઈને વધુ તપાસ હાથ ધરી હતી.

મુતદેહોને પોસમોટમ માટે ખસેડવામાં આવ્યા

મળતી માહિતી મુજબ મોરબી માળીયા હાઇવે રવિરાજ ચોકડી પાસે GJ.01.CT 5596 બંધ પડેલા ટ્રક પાછળ બાઈક નંબર AP.12.MZ.2995 નંબરની બાઈક ઘુસી જતા બાઈક પર સવાર બન્ને યુવાનોના મૃત્યુ નીપજ્યા હતા. તો ધટના અંગે મોરબી તાલુકા પોલીસ મથકને જાણ થતા ઘટના સ્થળે દોડી કાર્યવાહી હાથ ધરી હતી. તો મુતદેહોને પોસમોટમ માટે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Car Accident in Morbi: મોરબીના રાજપર ગામમાં ટ્રાયલ પર લીધેલી કાર વીજપોલ સાથે અથડાઈ, 3ના મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.