ETV Bharat / city

સુરતમાં ગટર સફાઈ કરવા ઉતરેલા સાળા બનેવીનું ગૂંગળાઇ જતાં એકસાથે મોત

author img

By

Published : Jan 18, 2022, 7:58 PM IST

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં ચલથાણ ગામે આવેલી એક ખાનગી બિલ્ડીંગમાં ગટરલાઇનની સાફ સફાઈ માટે ગયેલા સફાઈકર્મી સાળાબનેવીના ગૂંગળાઇ જવાથી મોત (Surat accidently death) નિપજતા ચકચાર મચી ગઈ છે. આ અંગે કડોદરા જી.આઇ.ડી.સી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સુરતમાં ગટર સફાઈ કરવા ઉતરેલા સાળા બનેવીનું ગૂંગળાઇ જતાં એકસાથે મોત
સુરતમાં ગટર સફાઈ કરવા ઉતરેલા સાળા બનેવીનું ગૂંગળાઇ જતાં એકસાથે મોત

સુરત: પલસાણા તાલુકાનાં ચલથાણ ગામે સંજીવની હોસ્પિટલની સામે આવેલી સર્વોત્તમ રેસિડેન્સીના ઓ.ટી.એસ.માં આવેલ શૌચાલયની ગટરલાઇન ચોકઅપ થઈ જતાં તેની સફાઈ કરવા માટે સાળા બનેવી સફાઈ કર્મચારી ગટરની કુંડીમાં ઉતર્યા હતા. જ્યાં અચાનક ગૂંગળાઇ જવાથી બેભાન હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે બંનેને મૃત (Surat accidently death) જાહેર કર્યા હતા.

સુરતમાં ગટર સફાઈ કરવા ઉતરેલા સાળા બનેવીનું ગૂંગળાઇ જતાં એકસાથે મોત
સુરતમાં ગટર સફાઈ કરવા ઉતરેલા સાળા બનેવીનું ગૂંગળાઇ જતાં એકસાથે મોત

મૂળ રાજસ્થાનના રહેવાસી

પલસાણા તાલુકાના ચલથાણ ગામે (Chalthan village of surat) આવેલ સનસિટી આર્કેડમાં રહેતા પ્રમોદભાઈ રાજુભાઇ તેજી (ઉ.વર્ષ 30) અને ચલથાણની રામકબીર સોસાયટીમાં રહેતો તેનો બનેવી વિશાલ નામદેવ પોળ (ઉ.વર્ષ 38) ગટર સફાઈનું કામ કરતાં હતા. તેઓ મૂળ રાજસ્થાનના નાગોર જિલ્લાના મકરાણા તાલુકાનાં કાલવા બારા ગામના રહેવાસી હતા.

સુરતમાં ગટર સફાઈ કરવા ઉતરેલા સાળા બનેવીનું ગૂંગળાઇ જતાં એકસાથે મોત
સુરતમાં ગટર સફાઈ કરવા ઉતરેલા સાળા બનેવીનું ગૂંગળાઇ જતાં એકસાથે મોત

અચાનક ગૂંગળામણ બાદ બેભાન થયા

17મી જાન્યુઆરી 2022ની સાંજે બંને સાળા બનેવી ચલથાણની સંજીવની હોસ્પિટલની સામે નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા સર્વોત્તમ બિલ્ડીંગમાં ચોકઅપ થઈ ગયેલી શૌચાલયની ગટર લાઇન સફાઈ માટે ગયા હતા. મોડી સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં બંને સફાઈ માટેનું જરૂરી કેમિકલ અને સળિયો લઈ ગટરની કુંડીમાં સફાઈ કરવા ઉતર્યા હતા. આ દરમ્યાન બંને ગૂંગળામણ થતાં તેઓ ગટર લાઇન પાસે બેભાન થઇ ઢળી પડ્યા હતા.

સુરતમાં ગટર સફાઈ કરવા ઉતરેલા સાળા બનેવીનું ગૂંગળાઇ જતાં એકસાથે મોત
સુરતમાં ગટર સફાઈ કરવા ઉતરેલા સાળા બનેવીનું ગૂંગળાઇ જતાં એકસાથે મોત

હોસ્પિટલ લઈ જવા છતાં બચાવી ન શકાયા

બિલ્ડર તેમજ સફાઈકર્મીના સગા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને 108ની મદદથી પલસાણાના સરકારી દવાખાને લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે કડોદરા પોલીસે મૃતક પ્રમોદના કાકા ટેકચંદ તેજીની ફરિયાદને આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પરિવારમાં ગમગીની છવાઈ

સફાઈ કામ દરમ્યાન સાળા બનેવીનું એક સાથે મોત થતાં પરિવારમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી. સમગ્ર તેજી પરિવાર ગટર સાફ સફાઈની કામગીરી સાથે જોડાયેલો છે અને પરિવારના સભ્યો ચલથાણ તેમજ કડોદરા વિભાગમાં આવેલી મિલો અને બિલ્ડીંગોમાં ગટર સફાઈનું કામ કરે છે.

આ પણ વાંચો:

Bhajan Hari Tu Remake: જગદીશ ઇટાલિયા ભજન 'હરી તુ'ના રીમેકથી મચાવશે ધુમ, અબાલવૃદ્ધ ગુજ્જુઓને કરશે ઘેલું

Narmada water provided in Kutch: ખેડૂતોમાં આનંદો! હવે કચ્છના ખેડૂતો કરી શકશે નર્મદાના પાણીથી ખેતી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.