Narmada water provided in Kutch: ખેડૂતોમાં આનંદો! હવે કચ્છના ખેડૂતો કરી શકશે નર્મદાના પાણીથી ખેતી

author img

By

Published : Jan 18, 2022, 3:52 PM IST

Updated : Jan 18, 2022, 4:27 PM IST

Narmada water provided in Kutch: ખેડૂતોમાં આનંદો! કચ્છના ખેડૂતો કરશે નર્મદાના પાણીથી ખેતી

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે(Chief Minister Bhupendra Patel) રાજ્યના સરહદી જિલ્લા કચ્છ માટે નર્મદાના વધારાના 1 મિલીયન એકર ફીટ પાણીના(Narmada water will be provided in Kutch ) ઉપયોગ માટે ફેઝ-1ના કામો માટે રૂપિયા 4369 કરોડના કામો મંજૂર કર્યા છે. આમ નર્મદાના પૂરના વહી જતા વધારાના પાણીનો આ (Irrigation water to the farmers of Kutch )એક મિલિયન એકર ફીટ પાણીનો જથ્થો કચ્છ પ્રદેશ માટે ફાળવવામાં આવેલો છે.

ગાંધીનગર : કહેવત છે કે ગુજરાતનું કચ્છ હંમેશા પાણી માટે તરસ્યું હોય છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel)રાજ્યના સરહદી જિલ્લા કચ્છ માટે નર્મદાના વધારાના 1 મિલીયન એકર ફીટ પાણીના ઉપયોગ માટે ફેઝ-1ના કામો માટે રૂપિયા 4369 કરોડના કામો મંજૂર કર્યા છે. આમ નર્મદાના પૂરના વહી જતા વધારાના પાણીનો આ એક મિલિયન એકર ફીટ પાણીનો જથ્થો (Narmada water will be provided in Kutch )કચ્છ પ્રદેશ માટે ફાળવવામાં આવેલો છે. આ વધારાના પાણીના ઉપયોગ માટે કુલ 337.98 કિલોમીટરની લંબાઇની પાઇપ લાઇન દ્વારા 4 લિંકનું આયોજન કરાયું છે.

38 જેટલી સિંચાઈ યોજના

કચ્છના ધરતીપુત્રોને જરૂરિયાત મુજબ સિંચાઇનું પાણી (Irrigation water to the farmers of Kutch )મળી રહે તે હેતુથી આવી પાઇપલાઇન મારફતે 38 જેટલી નાની તથા મધ્યમ સિંચાઈ યોજનાઓમાં આ પાણી નાખવાનું રાજ્યના જળસંપત્તિ વિભાગનું આયોજન છે. આ હેતુસર કચ્છ શાખા નહેરની વર્તમાન કામગીરીને ધ્યાનમાં રાખીને ફેઝ-1 અંતર્ગત 4369 કરોડ રૂપિયાના કામો હાથ ધરવાની વહીવટી મંજૂરી આપી છે. આ કામો હાથ ધરાવાના પરિણામે કચ્છના મુન્દ્રા, અંજાર, માંડવી, રાપર, ભુજ અને નખત્રાણા એમ 6 તાલુકાના 77 ગામોને સિંચાઈ સુવિધા મળતી થશે. ઉપરાંત અંદાજે 2 લાખ 81 હજાર એકર વિસ્તારમાં આ નર્મદા જળથી સિંચાઈ થઈ શકશે.

આ પણ વાંચોઃ Morbi Swinging Bridge : મોરબીની શાન સમાન ઝુલતા પુલની હાલત દયનીય

સિંચાઇ યોજનાઓમાં પહોચાડવામાં આવશે

નર્મદાના આ વધારાના પાણી જે ચાર લિન્ક મારફતે 38 જેટલી નાની અને મધ્યમ સિંચાઇ યોજનાઓમાં પહોચાડવાના છે તે ચાર લિન્કમાં 72.46 કિ.મીની સારણ લિન્ક, 106.02 કિ.મીટરની સઘર્ન લિન્ક તથા 107 કિ.મી ની નોર્ધન લિન્ક અને 52.50 કિ. મીટરની હાઇ કન્ટુર સ્ટોરેજ લિન્કનો સમાવશે થાય છે.

આ પણ વાંચોઃ Bhajan Hari Tu Remake: જગદીશ ઇટાલિયા ભજન 'હરી તુ'ના રીમેકથી મચાવશે ધુમ, અબાલવૃદ્ધ ગુજ્જુઓને કરશે ઘેલું

Last Updated :Jan 18, 2022, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.