ETV Bharat / state

વિદેશી કંપનીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યુ ટેક્સટાઇલ સિટી સુરત

author img

By

Published : Oct 18, 2019, 12:38 PM IST

સુરત: દેશ વિદેશમાં ટેક્સટાઇલ નગરીની ઓળખ ઉભી કરનાર સુરત હવે વિદેશી કંપનીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. સાઉથ કોરિયાની નામી કંપની હવે સુરતમાં પોતાનો પ્લાન્ટ સ્થાપિત કરવા જઈ રહી છે. સાઉથ કોરિયાની કંપની જે પોતાની આધુનિક ટેકનોલોજી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે તે પોતાનો પ્લાન્ટ સુરત ખાતે શરૂ કરશે જેને કારણે સ્થાનીય વ્યાપારીઓને પણ ઘણો ફાયદો થશે.

વિદેશી કંપનીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યુ ટેક્સટાઇલ સિટી સુરત

સાઉથ કોરિયાની કંપની કે જે પોતાના અપગ્રેટ ટેક્સટાઇલ મશીન માટે પ્રખ્યાત છે તે પોતાની કંપનીના સારા ભવિષ્ય માટે સુરત તરફ આવવા માગે છે. આજ કારણ છે કે કોરિયાન કંપનીનુ ડેલિગેશને હાલમાં સુરત ચેમ્બર ઓફ કોમર્સ સાથે ખાસ બેઠક પણ યોજી હતી.

વિદેશી કંપનીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યુ ટેક્સટાઇલ સિટી સુરત
વિશ્વભરમાં સુરતને ટેક્સટાઇલ હબ તરીકે ઓળખમાં આવે છે, અહીં દેશના ખૂણે ખૂણેથી લોકો રોજગારી માટે આવે છે. વિશ્વના અન્ય દેશોની નજર પણ હવે હાલ સુરત પર પડી ચૂકી છે. સાઉથ કોરિયાની હેર સ્ટાઈલ માટે મશીન તૈયાર કરતી કંપનીના ડેલિગેટ્સ સુરત ચેમ્બર ઓફ કોમર્સની મુલાકાતે આવ્યા હતા અને ઇચ્છા બતાવી હતી કે તેઓ સુરતમાં એક પ્લાન્ટ શરૂ કરવા માગે છે. જેથી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને તેઓ અપગ્રેડ મશીન વેચી શકે. કોરિયન ડેલીગેેટે જણાવ્યું હતું કે તેમના દેશમાં વસ્તી ઓછી છે. જેને કારણે કારીગરોની કમી છે. હાલમાં તેઓ વિયેતનામ અમેરિકા સહિત અન્ય દેશો સાથે વેપાર કરી રહ્યા છે. પરંતુ, તેઓને ડોમેસ્ટિક માર્કેટની જરૂરિયાત છે અને જે તક માત્ર ભારત જ આપી શકે છે. આ જ કારણ છે કે તેઓ ભારત અને ખાસ કરી સુરતમાં પોતાનો પ્લાન્ટ ઉભો કરવા માગે છે.કોરિયન ડેલિગેટ્સની મુલાકાત બાદ ચેમ્બર ઓફ કોમર્સે જણાવ્યું હતું કે, અત્યાર સુધી સુરત અથવા દેશના અનેક શહેરોમાં ટેકનોલોજી અપડેટ મશીનો નથી કે જે ટેક્સ્ટાઇલ ઉદ્યોગને વધુ વેગ આપી શકે. ચેમ્બરે જણાવ્યું છે કે આવા મશીનના કારણે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગની ટેકનોલોજીના ક્ષેત્રે પણ અગ્રેસર થશે કાપડની ક્વોલિટી સારી હશે અને પ્રોડક્શનમાં પણ વધારો થઇ શકે છે.
Intro:સુરત : દેશ વિદેશમાં ટેક્સટાઇલ નગરીની ઓળખ ઉભી કરનાર સુરત હવે વિદેશી કંપનીઓ માટે પણ આકર્ષણ નું કેન્દ્ર બન્યુ બન્યુ છે. સાઉથ કોરિયાની નામી કંપની હવે સુરતમાં પોતાનો પ્લાન્ટ સ્થાપિત કરવા જઈ રહી છે. સાઉથ કોરિયા ની કંપની જે પોતાની આધુનિક ટેકનોલોજી માટે વિશ્વભર માં પ્રખ્યાત છે તે પોતાનો પ્લાન્ટ સુરત ખાતે શરૂ કરશે જેને કારણે સ્થાનીય વ્યાપારીઓ ને પણ ઘણો ફાયદો થશે.

Body:સાઉથ કોરિયાની કંપની કે જે પોતાના અપગ્રેટ ટેક્સટાઇલ મશીન માટે પ્રખ્યાત છે તે પોતાની કંપનીના સારા ભવિષ્ય માટે સુરત તરફ આવવા માંગે છે આજ કારણ છે કે કોરિયાન કંપનીનુ ડેલિગેશન હાલમાં સુરત ચેમ્બર ઓફ કોમર્સ સાથે ખાસ બેઠક પણ યોજી હતી.


વિશ્વભરમાં સુરતને ટેક્સટાઇલ હબ તરીકે ઓળખમાં આવે છે અહીં દેશના ખૂણે ખૂણે થી લોકો રોજગારી માટે આવે છે. વિશ્વના અન્ય દેશોની નજર પણ હવે હાલ સુરત પર પડી ચૂકી છે. સાઉથ કોરિયાની હેર સ્ટાઈલ માટે મશીન તૈયાર કરતી કંપનીના ડેલિગેટ્સ સુરત ચેમ્બર ઓફ કોમર્સ ની મુલાકાતે આવ્યા હતા અને ઇચ્છા બતાવી હતી કે તેઓ સુરતમાં એક પ્લાન્ટ શરૂ કરવા માંગે છે જેથી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને તેઓ અપગ્રેડ મશીન વેચી શકે. કોરિયન ડેલીગેટ જણાવ્યુ હતુ કે એમના દેશમાં વસ્તી ઓછી છે જેને કારણે કારીગરો ની કમી છે હાલમાં તેઓ તેઓ વિયતનામ અમેરિકા સહિત અન્ય દેશો સાથે વેપાર કરી રહ્યા છે પરંતુ તેઓને ડોમેસ્ટિક માર્કેટની જરૂરિયાત છે અને જે તક માત્ર ભારત જ આપી શકે છે આ જ કારણ છે કે તેઓ ભારત અને ખાસ કરી સુરતમાં પોતાનો પ્લાન્ટ ઉભો કરવા માંગે છે..


Conclusion:કોરિયન ડેલિગેટ્સ ની મુલાકાત બાદ ચેમ્બર ઓફ કોમર્સ જણાવ્યુ હતું કે અત્યાર સુધી સુરત અથવા દેશના અનેક શહેરોમાં ટેકનોલોજી અપડેટ મશીનો નથી કે જે ટેક્સ્ટાઇલ ઉદ્યોગને વધુ વેગ આપી શકે. ચેમ્બરે જણાવ્યુ છે કે આવા મશીન ના કારણે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગની ટેકનોલોજીના ક્ષેત્રે પણ અગ્રેસર થશે કાપડની ક્વોલિટી સારી હશે અને પ્રોડક્શનમાં પણ વધારો થઇ શકે છે.

બાઈટ : શોનગ કોર્થ
બાઈટ : હેતલ મેહતા (પૂર્વ પ્રમુખ ચેમ્બર કોમર્સ )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.