ETV Bharat / state

Jain Temple in Japan : જાપાની મનોચિકિત્સક ચુરૂસુ બની તુલસી, જાપાનમાં વિશ્વનું પ્રથમ જૈન ગુરુમંદિર બનશે

author img

By

Published : Jul 29, 2023, 10:13 PM IST

તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ જાપાનમાં આશરે પાંચ હજારથી વધુ લોકો જૈન ધર્મનું પાલન કરી રહ્યા છે. ત્યારે હવે જાપાનમાં વિશ્વનું પ્રથમ જૈન ગુરુ મંદિર બનવા જઈ રહ્યું છે. જાપાનના લોકો આગામી 31 જુલાઈના રોજ જયંતસેન સુરિજી ગુરુદેવની પ્રતિમાને વિમાન દ્વારા જાપાન લઈ જશે. ત્યારે જાણો જાપાનમાં કેવી રીતે જૈન ધર્મનો પ્રચાર થયો જેથી 5000 થી વધુ લોકોએ માંસાહારનો ત્યાગ કર્યો છે. જુઓ આ ખાસ અહેવાલ...

Jain Temple in Japan
Jain Temple in Japan

જાપાનમાં વિશ્વનું પ્રથમ જૈન ગુરુમંદિર બનશે

સુરત : જાપાનમાં વિશ્વનું પ્રથમ જૈન ગુરુ મંદિર બનવા જઈ રહ્યું છે. જાણીને આશ્ચર્ય થશે પરંતુ જાપાનમાં આશરે પાંચ હજાર વધુ લોકો જૈન ધર્મનું પાલન કરી રહ્યા છે. તેઓ આતુરતાથી જૈનાચાર્ય જયંતસેન સૂરીશ્વરજીની ગુરુમુર્તિની રાહ જોઈ રહ્યા છે. જાપાનના લોકો જે હાલ જૈન ધર્મનો અંગીકાર કરી ચૂક્યા છે આવા લોકો બનાસકાંઠા પહોંચી ગયા છે. તેઓ પોતાના ગુરુની પ્રતિમા જાપાનમાં સ્થાપિત કરવા માટે આતુર છે.

જાપાની જૈન ભક્ત : જાપાની મનોવૈજ્ઞાનિક ડોક્ટર ચુરૂસુ જૈન ધર્મથી પ્રભાવિત થઈ હાલ તુલસી બની ગઈ છે. તેઓ પણ ગુરુ મહારાજની પ્રતિમા લેવા માટે ગુજરાત આવી છે. તુલસીના કારણે જ જાપાનમાં હજારોની સંખ્યામાં લોકો જૈન ધર્મથી પ્રભાવિત થયા છે. ગુરુજીની પ્રતિમા જાપાન લઈ જવા માટે ખાસ વિમાનની વ્યવસ્થા છે. જેમાં ગુરુજીની પ્રતિમાની પણ ટિકિટ લેવામાં આવી છે.

પ્રથમ જૈન ગુરુમંદિર : આગામી 31 જુલાઈએ જાપાનથી આવેલ લોકો બનાસકાંઠાના નેનાવાથી જૈનાચાર્ય જયંતસેન સુરિશ્વરની ગુરુમૂર્તિને વિમાન મારફતે જાપાન લઇ જશે. જાપાનમાં જૈનાચાર્યની પ્રેરણાથી હજારો લોકો માંસાહાર ત્યાગ કરી ચૂક્યા છે. જૈન શાસનની અભૂતપૂર્વ ઘટનાઓ પૈકીની એક ઘટના હાલમાં જ ગુજરાતમાં સાકાર થઇ રહી છે. જાપાનમાંથી એક ગ્રુપ ગુજરાત આવ્યું છે. તેઓ બનાસકાંઠા જિલ્લાના નેનાવા ગામમાંથી જૈનાચાર્ય જયંતસેન સુરિશ્વરની ગુરુમૂર્તિને વિમાન મારફતે જાપાન લઇ જવાના છે. જ્યાં મૂર્તિનું સ્થાપન કરીને પૂજા ભક્તિ કરશે. એ જાપાનીઝ ગ્રુપ જૈન વિચારધારાથી પ્રભાવિત છે. માત્ર આ ગ્રુપ જ નહીં, જાપાનમાં હજારો લોકો જૈન ધર્મના આચાર વિચાર પાળે છે.

જૈનાચાર્ય જયંતસેનસૂરી
જૈનાચાર્ય જયંતસેનસૂરી

જાપાનથી જૈન વિચારધારા ધરાવતું 12 જેટલા સભ્યોનું એક ગ્રુપ 12 જુલાઈના રોજ દિલ્હી આવ્યું હતું. ત્યાંથી તેઓ ગુજરાત પહોંચ્યા હતા. નેનાવાથી 31 જુલાઈના રોજ જયન્તસેન સુરિજી ગુરુદેવની પ્રતિમાને સાથે લઇને વિમાન દ્વારા જાપાન જશે. આ પ્રતિમાને લગેજ ગણે તો વિમાનમાં એક ટિકિટ ઓછી લેવી પડે. પરંતુ જાપાનીઝ જૈનોનું માનવું છે કે, અમારા માટે આ પ્રતિમાજી નથી, અમારા સાક્ષાત, જીવંત ગુરુ ભગવંત છે ! માટે તેમને સીટ પર બિરાજમાન કરીને લઇ જશે, ટિકિટ પણ એ રીતે જ બુક કરી છે. -- અમૃત શાહ (ટ્રસ્ટી, ત્રિસ્તુતિક જૈન સંઘ-સુરત)

શુભ મનોરથ : અમૃતભાઇ શાહ 45 વર્ષ સુધી સુરત ત્રિસ્તુતિક જૈન સંઘના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, વિદેશોમાં જૈન દેરાસર તો છે. પરંતુ ગુરુમંદીર પ્રથમ વખત બની રહ્યું છે. જૈનાચાર્ય જયંતસેનસૂરીશ્વરની ગુરુમૂર્તિ જાપાનના નાગાનૌકેન શહેરમાં સ્થાપિત કરશે. આ જાપાનના જૈન ચુસ્ત જૈન આચાર પાળે છે. અત્યાર સુધીમાં જાપાનમાં ગુરુદેવની પ્રેરણા અને જાપાનના ગુરુદેવના અનન્ય ભક્ત એવા તુલસીબેનના શુભ મનોરથના કારણે 5000 હજારથી વધુ લોકો માંસાહાર ત્યાગ કરી ચૂક્યા છે.

જાપાનમાં જૈન ધર્મ : જાપાનીઝ ગુરુદેવ અને જૈન ધર્મથી કઈ રીતે પ્રભાવિત થયા એ વિશે અમૃતભાઇ વધુમાં જણાવ્યુ હતુ કે, વર્ષ 2005 માં જાપાનથી એક ગ્રુપ ભારતમાં રાજસ્થાનના પ્રવાસે આવ્યુ હતું. એ ગ્રુપમાં એક મહિલા હતી, જેનું નામ ચૂરુસી હતું . એમના ગાઈડના કહેવાથી તેઓ જૈનાચાર્ય જયંતસેન સુરિશ્વના દર્શન માટે ગયા. જ્યાં ગુરુદેવની વાણી વર્તનથી તેઓ ખૂબ પ્રભાવિત થયા. ગુરુદેવે ચૂરૂસી બેનને નવકાર મંત્ર પણ આપ્યો અને જાપ કરવા કહ્યું. બાદમાં જાપાન પરત ફર્યા પછી ત્રણ મહિના બાદ ફરી તેઓ ભારત આવ્યા અને ગુરુદેવના દર્શન કર્યા. નવકાર સિદ્ધ કરવાની ગુરુજીની આજ્ઞાથી એમણે દરરોજ 15 થી 18 કલાક જાપ શરૂ કર્યા. હિન્દી પણ શીખી લીધું. ગુરુદેવ એમને નવુ નામ તુલસી આપ્યુ. તેઓ મનોચિકિત્સક હતા.તુલસી બહેન એક રીતે હવે પુર્ણ પણે જૈન બની ગયા. એટલું જ નહીં તેમણે જાપાનમાં જૈન ધર્મનો પ્રચાર શરૂ કર્યો. એમના પ્રતાપે જાપાનમાં 5000 થી વધુ લોકોએ માંસાહારનો ત્યાગ કર્યો છે.

જાપાનમાં જૈન ધર્મ
જાપાનમાં જૈન ધર્મ

જૈન આચાર : છેલ્લા છ વર્ષથી જાપાનમાં નિયમિત સાંજે ગુરુ આરતી થાય છે. દર મહિને ગુરુદેવની પુણ્યતિથિ મનાવવામાં આવે છે. તુલસી બહેનનાં નવકાર જાપ આજે પણ દિવસમાં 8 કલાકથી વધુ ચાલે છે. દરરોજ 108 મણકાની એક માળા એવી 108 માળા જાપ કરે છે. અભ્યાસથી સાયકોલોજીસ્ટ ડોકટર તુલસીબેન ગુરુજીના કહેવા અનુસાર દર્દીને દવા નહિ પણ નવકાર આપે છે. જેનાથી હજારો દર્દી સાજા થયા છે. પેરાલિસિસમાં પણ મંત્રના સારા પરિણામ મળ્યા છે. તુલસી બહેનની દીક્ષાની ઈચ્છા હતી પરંતુ જૈનાચાર્યએ કહ્યુ કે, દીક્ષા બાદ તમે ભારત નહી છોડી શકો. તમારે જાપાનમાં ધર્મના ઘણા કામ કરવાના છે.

જૈનાચાર્ય જયંતસેનસૂરી : આચાર્ય જયંતસેનસુરીનાા શિષ્ય મુનિ નિપુણરત્ન વિજયજીના જણાવ્યા મુજબ જયંતસેન સૂરીનો મહિમા દેશમાં જ નહિ વિદેશમાં પણ છે. જાપાનમાં અનેક ભક્તો છે જે પૂજ્યશ્રીને ગુરુ તરીકે પૂજે છે. હવે અહીથી તેઓ ગુરુ મૂર્તિ જાપાન લઇ જઇ રહ્યા છે. જયંતસેનસૂરીનો જન્મ થરાદ નજીક પેપરાલમાં થયો હતો. તેઓએ 17 વર્ષની વયે દીક્ષા લીધી અને 47 વર્ષે આચાર્યની પદવી મેળવી હતી. સંયમ જીવનમાં દેશના 14 રાજ્યોમાં 1 લાખ કિલોમીટરથી વધુનો વિહાર કર્યો અને અનેક લોકોને વ્યસન મુક્ત અને શાકાહારી બનાવ્યા હતા. તેઓ 240 દીક્ષા દાતા, 275 જેટલા પુસ્તક લેખન - સંપાદન, ગૌશાળા, હોસ્પિટલ જેવા અનેક સામાજિક સેવાકીય કાર્યો માટે પ્રેરણા બન્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્માએ એમને રાષ્ટ્રસંતની પદવી આપી હતી. એપ્રિલ 2016માં ગુરુદેવ કાળધર્મ પામ્યા હતા.

  1. Jain temple in Washington : વ્હાઇટ હાઉસથી ફક્ત 30 કિલોમીટર દૂર બનશે આ મંદિર
  2. Polo Forest : ગુજરાતના મીની કાશ્મીર પોળોમાં પ્રવાસીઓનો ઘટાડો, ઐતિહાસિક સુંદરતા નિહાળવા આવતા સહેલાણીઓ વીલા મોઢે પરત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.