ETV Bharat / state

Polo Forest : ગુજરાતના મીની કાશ્મીર પોળોમાં પ્રવાસીઓનો ઘટાડો, ઐતિહાસિક સુંદરતા નિહાળવા આવતા સહેલાણીઓ વીલા મોઢે પરત

author img

By

Published : Jun 10, 2023, 9:37 PM IST

Updated : Jun 10, 2023, 11:02 PM IST

Polo Forest : ગુજરાતના મીની કાશ્મીર પોળોમાં પ્રવાસીઓનો ઘટાડો, ઐતિહાસિક સુંદરતા નિહાળવા આવતા સહેલાણીઓ વિલા મોઢે પરત
Polo Forest : ગુજરાતના મીની કાશ્મીર પોળોમાં પ્રવાસીઓનો ઘટાડો, ઐતિહાસિક સુંદરતા નિહાળવા આવતા સહેલાણીઓ વિલા મોઢે પરત

ગુજરાતનું મીની કાશ્મીર પોળોમાં પ્રવાસીઓનો ઘટાડો થતાં રોજગારી પર માર પડી પડ્યો છે. પ્રવાસીઓમાં ઘટાડાનું કારણ છે કે, જૈન મંદિરોમાં ખંભાતી તાળા લાગતા સહેલાણીઓને પણ નિરાશ થઈને વિલા મોઢે પરત ફરવું છે. ઉલ્લેખનીય છે કે, પોલો ફોરેસ્ટમાં પ્રાકૃતિક સુંદરતાની સાથે 15મી સદીના ઐતિહાસિક વસ્તુઓ નિહાળવા લોકો અન્ય રાજ્યમાંથી પણ આવતા આવી રહ્યા છે.

ગુજરાતના મીની કાશ્મીર પોળોમાં પ્રવાસીઓનો ઘટાડો

સાબરકાંઠા : ઉત્તર ગુજરાતમાં મીની કાશ્મીર તરીકે પ્રખ્યાત થયેલા પોલો ફોરેસ્ટમાં આ વર્ષે સહેલાણીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે, ત્યારે પોલો ફોરેસ્ટમાં પ્રાકૃતિક સુંદરતાની સાથે 15મી સદીના ઐતિહાસિક જૈન મંદિરોમાં રીન્યુએશનની કામગીરી પૂર્ણ થઇ હોવા છતાં ખંભાતી તાળા યથાવત રહેતા પ્રવાસીઓ સહિત સ્થાનિકોમાં પણ ભારે કચવાટ ઉભો થયો છે. જો કે આગામી સમયમાં આ મામલે ચોક્કસ પગલાં નહીં લેવાય તો સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો સમાપ્ત થઈ જાય તેમ છે.

મીની કાશ્મીર ગણાતું પોળો : ગુજરાતનું એકમાત્ર પ્રો વેડિંગ ફોટો સ્ટેશન તેમજ ઉત્તર ગુજરાતનું મીની કાશ્મીર ગણાતા પોળો ફોરેસ્ટમાં કુદરતી સૌંદર્ય સાથે 15મી સદીના ઐતિહાસિક જૈન મંદિરો આવેલા છે. જોકે 10 કિલોમીટરના વિસ્તારમાં હાલના તબક્કે 27થી વધારે જૈન મંદિરો હોવાના પગલે ગુજરાતભરના પ્રવાસીઓ માટેનું પહેલી પસંદગીનું સ્થળ બની રહ્યું હતું, ત્યારે બે વર્ષ અગાઉ રીનોવેશનના નામે મુખ્ય જૈન મંદિરને ખંભાતી તાળા લગાવી પુરાતત્વ વિભાગ દ્વારા સમારકામ હાથ ધરાયું હતું, ત્યારે છેલ્લા કેટલાય સમયથી સમારકામ પૂર્ણ થયું હોવા છતાં વહીવટી તંત્રની આડોળાઇ યથાવત રહેતા હજુ સુધી તાળા ખૂલી શક્યા નથી.

ઐતિહાસિક સુંદરતા
ઐતિહાસિક સુંદરતા

મુલાકાતઓમાં નિરાશા : તાળા ન ખુલતા રોજના કેટલાય પ્રવાસીઓ તેમજ સહેલાણીઓ નિરાશ મોઢે પરત જઈ રહ્યા છે. એક તરફ પ્રવાસનના નામે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર કરોડો રૂપિયાના ખર્ચ કરી અતુલ્ય ભારત અંતર્ગત પ્રવાસીઓને આકર્ષવા માટે વિવિધ યોજનાઓ બનાવે છે. તો બીજી તરફ અનમોલ અને અલવ્ય ગણાતી પૌરાણિક ઈમારત સહિતના જૈન મંદિરો તૈયાર હોવા છતાં અધિકારીઓની આડોડાઈના પગલે કેટલાય મુલાકાતઓ નિરાશ થઈ રહ્યા છે.

અમદાવાદથી પોળો ફોરેસ્ટ જોવા આવ્યા છીએ. પોળો ફોરેસ્ટની અંદર જંગલ વિસ્તાર જોયો પણ મેન જગ્યા છે તે જૈન મંદિરોની અને પૌરાણિક મંદિરોની જગ્યાએ તાળું મારેલું છે, અહીં આવીને પરિવાર સાથે ધક્કો ખાધો તેવું લાગે છે. જે ખરેખર જોવાલાયક છે તે તો બંધ છે. હવે આટલે દૂર આવીને પોળો ફોરેસ્ટ જોઈને મતલબ શું છે. - ચેતન નાયક (મુલાકાતી, અમદાવાદ)

પ્રવાસીઓની સરકારને અપીલ : અન્ય એક મહિલા શાંતિ દેસાઈ જેઓ પોળો ફોરેસ્ટ જોવા આવ્યા છે. શાંતિબેનના જણાવ્યા અનુસાર અમે લોકો બહાર ગામથી પરિવાર અને બાળકો સાથે અહીંયા આવ્યા છીએ. બાળકોને પોળોની જાણકારી આપવા બાબતે, પરંતુ અહીંયા આવીને જોઈએ છીએ કે લોક મારેલું છેે. અંદર મંદીરનું કામકાજ પૂર્ણ થઈ ગયેલું છે. જે જોવાલાયક અને બાળકોને ઇતિહાસ જણાવવા માટે આવ્યા છીએ, પરંતુ તાળા જોઈને હવે દૂરથી ફરીથી આવવું કે ન આવવું તે પ્રશ્ન છે. તેથી સરકારને અપીલ છે કે જલ્દીથી જલ્દી આ તાળું ખોલવામાં આવે અને આ ઇતિહાસ વિશે દરેકને જાણકારી મળે ઘણા બધા છે કે જે આવી રીતે પાછા જતા હશે.

ઐતિહાસિક સુંદરતા નિહાળવા આવતા સહેલાણીઓ વિલા મોઢે પરત
ઐતિહાસિક સુંદરતા નિહાળવા આવતા સહેલાણીઓ વિલા મોઢે પરત

ગુજરાત માટે આકર્ષણનું કેન્દ્ર : જોકે રાજસ્થાન તેમજ ગુજરાતની સરહદ પર પોલો ફોરેસ્ટમાં 15મી સદીના જૈન મંદિરો હાલના તબક્કે ગુજરાત માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેલા હોવા છતાં કેટલાક ઉચ્ચકક્ષાના અધિકારીઓના પગલે તમામ પ્રવાસીઓ માટે જૈન મંદિર સુધી પહોંચી શકાતું નથી. તેથી આ મામલે ETV Bharatની ટીમ દ્વારા જૈન મંદિરના સ્થળ તપાસ કરાતા મંદિરનું કામકાજ પૂર્ણ થયેલું હોવા છતાં દરવાજા પર ખંભાતી તાળા લટકી રહ્યા છે. જોકે સ્થાનિક કર્મચારીઓ દ્વારા આ મામલે ઉચ્ચકક્ષાના અધિકારીઓને મૌખિક જાણ કરાઈ હોવાનું પુરાતત્વ વિભાગના કર્મચારીઓ જણાવી રહ્યા છે. ગાંધીનગર કક્ષાથી ઉચ્ચ અધિકારીઓની રૂબરૂ સ્થળ મુલાકાત બાદ પણ તાળા ન ખોલાતા સ્થાનિકો માટે ભારે અચળજનો વિષય બની રહ્યો છે.

ગાર્ડન અને મંદિરનું કામકાજ શરૂ હતું એટલા માટે બંધ રાખવામાં આવ્યું હતું. આ બાબતે પરી અધિકારીને જણાવ્યું કે હવે ગેટના લોક ખોલો. ઘણાબધા લોકો આવીને કહે કે લોક ખોલો પણ ઉપરથી આદેશ છે તેથી અમે લોક કે ગેટ ખોલીને અંદર પ્રવેશ કરવા નથી દેતા. - નરેશ ડામોર (પુરાતત્વ વિભાગ ના કર્મચારી)

રોજગારી પર ખતરો : સાબરકાંઠાના વિજયનગરમાં આવેલા પોળોના જૈન મંદિરો કલા વાસ્તુ સ્થિતિ તેમજ સૌંદર્ય સહિત જે તે સમયની જાહોજલાલી પ્રદર્શિત કરનારી ઇમારતો બની રહી છે, ત્યારે આ વિસ્તારમાં સરકારી ગાઈડ તરીકે નિયુક્ત થયેલા કાલિદાસ બારાએ જણાવ્યું હતું કે, પોરો ફોરેસ્ટમાં કુલ 27 જૈન મંદિરો આવેલા છે. તેમજ ચાર અમૃતકુંડ અને આઠ જેટલી અલબ્ય વાવો સ્થાનિક વિસ્તારમાં આવેલી છે. ગુજરાતમાંથી આવતા કેટલાય મુલાકાતઓ માટે કુદરતી સૌંદર્યની સાથોસાથ 15મી સદીના બાંધકામ જોનારાઓ ખૂબ મોટી સંખ્યામાં પોરો ફોરેસ્ટમાં આવી રહ્યા છે. જોકે રીનોવેશનનું કામ પૂરું થઈ ગયું હોવા છતાં આજદિન સુધી ખંભાતી તાળાં ન ખોલતા હવે કેટલાય પ્રવાસીઓ નિરાશ થઈ પરત જઈ રહ્યા છે, ત્યારે આગામી સમયમાં આમ મામલે જલ્દીથી તાળા જો નહીં ખોલાય તો સ્થાનિક કક્ષાએ ઊભી થયેલી રોજગારી પણ ખતરામાં આવી શકે તેમ છે.

મંદીરના તાળા ક્યારે ખુલશે : ઉલ્લખનીય છે કે, એક તરફ સરકાર દ્વારા લાખો કરોડોના ખર્ચે વિવિધ યોજનાઓ અંતર્ગત પ્રવાસન વિભાગ ઐતિહાસિક ઇમારતો તેમજ પૌરાણિક મહેલો અને મંદિરો સુધી પહોંચવાનો પ્રામાણિક પ્રયાસ થઇ રહ્યો છે, ત્યારે ગાંધીનગર કક્ષાએ ઉચ્ચ અધિકારીઓની આડોળાઇ યથાવત રહેતા પોલો ફોરેસ્ટમાં મુલાકાતીઓની સંખ્યા ઘટી રહી છે. જે સ્થાનિક કક્ષાએ રોજગારી માટે પણ પૈકીનો પ્રશ્ન બની રહે તેમ છે, ત્યારે આ મામલે જોવું એ રહે છે કે મંદિરના તાળા તેમજ સ્થાનિક લોકોની રોજગારીના દ્વાર ક્યારે ખુલે છે.

  1. પોળોના જંગલો, પહાડોમાંથી નીકળતા ઝરણા, હિરણ નદી, ગીરી કંદરાઓમાં અનોખું સૌંદર્ય
  2. Sabarkantha Polo Forest : મીની કાશ્મીર ગણાતા પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓ સહિત સ્થાનિકોની મુશ્કેલીઓ ક્યારે થશે ઓછી ?
Last Updated :Jun 10, 2023, 11:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.