ETV Bharat / state

ભારતના પ્રથમ મલ્ટિલેવલ રેલવે સ્ટેશનના નિર્માણનો આરંભ, કેટલા કરોડનું ટેન્ડર અપાયું જાણો

author img

By

Published : Dec 15, 2022, 8:21 PM IST

ભારતના પ્રથમ મલ્ટિલેવલ રેલવે સ્ટેશન (India First Multilevel Railway Station )ના નિર્માણનો આરંભ (Railway Station Construction Start )થયો છે. પીએમ મોદી દ્વારા વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત (PM Modi Khatmuhurata virtually )કરવામાં આવ્યું હતું. સ્ટેશન નિર્માણ માટે 878 કરોડનું ટેન્ડર અપાઇ ગયું છે. રેલવે સ્ટેશન બનાવવા માટે રેલવેની સાથે સુરત મહાનગરપાલિકા (SMC Land )અને સુરત એસટીની જમીન પણ લેવાશે.

ભારતના પ્રથમ મલ્ટિલેવલ રેલવે સ્ટેશનના નિર્માણનો આરંભ, કેટલા કરોડનું ટેન્ડર અપાયું જાણો
ભારતના પ્રથમ મલ્ટિલેવલ રેલવે સ્ટેશનના નિર્માણનો આરંભ, કેટલા કરોડનું ટેન્ડર અપાયું જાણો

સ્ટેશન નિર્માણ માટે 878 કરોડનું ટેન્ડર અપાઇ ગયું

સુરત ભારતના પ્રથમ મલ્ટિલેવલ રેલવે સ્ટેશન(India First Multilevel Railway Station )ના નિર્માણનો આરંભ કરી દેવામાં (Railway Station Construction Start )આવ્યો છે. અંદાજીત 878 કરોડના ખર્ચે સુરતનું રેલવે સ્ટેશન બનાવાશે. રેલવે સ્ટેશન બનાવવા માટે રેલવેની સાથે સુરત મહાનગરપાલિકા (SMC Land ) અને સુરત એસટીની જમીનનો પણ ઉપયોગ કરાશે. સુરતના અદ્યતન રેેલવે સ્ટેશન માટે પીએમ મોદી દ્વારા વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત ઓનલાઈન માધ્યમથી (PM Modi Khatmuhurata virtually )કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો સુરત રેલ્વે સ્ટેશનની થશે કાયાપલટ, વર્લ્ડક્લાસ બનાવવાની કામગીરી શરૂ

રેલવે ગોડાઉનને ઉધના શિફ્ટ થશે સુરત રેલવે સ્ટેશનના નિર્માણ કાર્યનો આરંભ (Railway Station Construction Start )કરી દેવામાં આવ્યો છે. બિલ્ડીંગ ઉભું કરતા પહેલા સુરત એસટી, રેલવેના ગોડાઉન સહિતની જગ્યાને કવર કરી ત્યાંથી કાટમાળ ખસેડવાનો આરંભ કરી દેવાયો છે. રેલવે ગોડાઉનને ઉધના શિફ્ટ કરવા સાથે અહિયાં પ્લેટફોર્મ બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. એટલું જ નહી સુરત રેલવે સ્ટેશનથી દોડતી તાપ્તીગંગા, સુરત અમરાવતી સહિતની મેમુ અને ઇન્ટરસીટી ટ્રેનોને સુરતને બદલે ઉધના રેલ્વે સ્ટેશનથી દોડાવવા રેલવે તંત્ર પાસે મંજૂરી માંગવામાં આવી છે. હાલ મંજૂરી મળી નથી પરંતુ મંજૂરી મળતા જ અદ્યતન રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી પૂરજોશમાં શરુ કરી દેવાશે.

આ પણ વાંચો સુરતમાં દુબઈ જેવો થ્રી લેયર બ્રિજ, જુઓ સ્કાય વ્યૂ

અનેક ટ્રેનોને સુરતને બદલે ઉધના રેલવે સ્ટેશનથી દોડાવાશે રેલવેપ્રધાન દર્શના જરદોશે (Railway Minister Darshana Jardosh )પણ ચૂંટણી પહેલા ખાતમૂહર્ત કર્યું હતું. હવે કોન્ટ્રકટર દ્વારા કામગીરી શરુ (Railway Station Construction Start )કરી દેવામાં આવી છે. સૌ પ્રથમ રેલવે યાર્ડ ખાલી કરી દેવામાં આવ્યો છે. ત્યાં હવે પ્લેટફોર્મ બનાવવા પતરાની વાડ ઉભી કરી દેવામાં આવી છે. આ સાથે જ ટેમ્પરરી ધોરણે અહીંં ઓફિસ બનાવશે. બીજી તરફ રેલવે સ્ટેશનની કામગીરી પૂરજોશમાં ચાલુ કરતા પહેલા સુરત રેલવે સ્ટેશનથી ઉપડતી ટ્રેનોનો ઉધના શિફ્ટ કરી દેવાશે. એટલે કે સુરતને બદલે ઉધના રેલવે સ્ટેશનથી ટ્રેન દોડાવાશે. આ માટે પશ્ચિમ રેલવેએ રેલવે મંત્રાલય પાસે મંજૂરી માંગી લીધી છે. પરંતુ હજુ સુધી મળી નથી. જે મળતા જ તાપ્તી ગંગા ટ્રેનોને સુરતને બદલે ઉધના રેલવે સ્ટેશનથી દોડાવવાનો આરંભ કરી દેવાશે.

878 કરોડ રૂપિયાનું ટેન્ડર અપાઈ ગયું રેલવેપ્રધાન દર્શના જરદોશે (Railway Minister Darshana Jardosh )જણાવ્યું હતું કે ભારતના સૌથી પહેલા મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ સ્ટેશનનું (India First Multilevel Railway Station )ખાતમૂહર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે (PM Modi Khatmuhurata virtually ) થયું હતું. તેનું કામ શરુ (Railway Station Construction Start )થઇ ચૂક્યું છે. 30મી નવેમ્બરે એનું 878 કરોડ રૂપિયાનું ટેન્ડરઅપાઈ ગયું છે. ત્રણ તબક્કામાં કામ થશે. પહેલા તબ્બકામાં લોકોને અવગડ ન પડે તે માટેની તૈયારી સાથે કામગીરી થઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.