ETV Bharat / state

Horrible accident in surat on uttarayan: સુરતમાં 27 વર્ષીય યુવકને કારચાલકે અડફેટે લેતા મોત

author img

By

Published : Jan 14, 2023, 5:39 PM IST

સુરત શહેરના સચીન વિસ્તારમાં આજે સવારે 10:00 વાગ્યાની આસપાસ 27 વર્ષીય યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન અજાણીયા કાર ચાલકે તેને અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હાલ આ મામલે સચિન પોલીસ દ્વારા કારચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Horrible accident in surat on uttaraya
Horrible accident in surat on uttaraya

સુરત: સુરત શહેરમાં ઉતરાયણના દિવસે જ સચીન વિસ્તારમાં એક અજાણ્યા કારચાલક દ્વારા એક યુવકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત થઈ જવાની ઘટના સામે આવી છે. સચીન વિસ્તારમાં આવેલ સાલમ બોર્ડ પાસે આવેલ ચાર રસ્તા પાસે આજે સાવરે 10:00 વાગ્યાની આસપાસ 27 વર્ષીય ક્રિષ્ના સિંગ જેઓ પોતાના પરિવાર જોડે પતંગ ચગાવવા માટે જઈ રહ્યા હતા ત્યારે અજાણીયા કાર ચાલકે તેમને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

કાર ચાલકે અડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું
કાર ચાલકે અડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું

પરિવાર શોકમાં ગરકાવ: જોકે આ ઘટના બનતા જ સ્થાનિકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જો કે યુવકને હોસ્પિટલ લઇ જાય તે પહેલા જ યુવકનું મોત નીપજ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. અડફેટે લેનાર કારચાલક પણ ભાગ્યો નઈ હતો અને તે પણ ત્યાંજ ઉભો રહ્યો હતો. અડફેટે લેનારને પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે સચિન પોલીસ ના કંટ્રોલરૂમ દ્વારા કહેવામાં આવ્યું કે, આ ઘટના પોલીસ સ્ટેશન પાસે જ બની છે. હાલ ઘટના બનતા જ પોલીસ પણ પહોંચી ગઈ હતી.

બાળકોને લઈને પતંગ ઉડાડવા માટે જઈ રહ્યા હતા: આ બાબતે મૃતક ક્રિષ્નાના મિત્ર દિપકે જણાવ્યું હતું કે આ ઘટના સચિન સાલમ બોર્ડ પાસે બની હતી. યુવક પોતાના બાળકોને લઈને પતંગ ઉડાડવા માટે જઈ રહ્યા હતા અને તેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યાં અચાનક જ અજાણ્યા કારચાલકે તેમને અડફેટે લીધો હતો. અમને ત્યાંથી જ એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો કે તમારા સંબંધીનો આ રીતે ઘટના બની ગઈ છે. ફોન આવતા જ તો અમે તરત જ ત્યાં પોહ્ચ્યા હતા. અમે પહોંચ્યા ત્યારે ક્રિષ્ના મૃત્યુ પામ્યો હતો.

આ પણ વાંચો બાપ બન્યો હેવાન, પોતાની જ દિકરીને 3 વર્ષ સુધી પીંખી

ઘટનાસ્થળે જ મોત: વધુમાં જણાવ્યું હતું કે, અડફેટે લેનાર કારચાલક કોણ હતો અમને ખ્યાલ નથી. પરંતુ તેને પોલીસ પોતાની સાથે લઈ ગઈ છે. તેના ગાડીનો ફોટો વગેરે અમે પાડ્યો છે. જે સમય ઘટના બની હતી તે સમયે 108 એમ્બ્યુલન્સને પણ જાણ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સ તો સમયસર આવી ગઈ હતી પરંતુ ક્રિષ્નાને ખુબ જ ગંભીર ઈજાઓ પહોંચી હતી કે, તેમનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું હતું.

આ પણ વાંચો PATAN: પાટણ વન વિભાગની કચેરી ખાતે પક્ષી સારવાર કેન્દ્ર કાર્યરત કરાયું

પરિવાર શોકમાં: વધુમાં જણાવ્યું હતું કે, મૃતક ક્રિષ્ના અમે સાથે જ કામ કરીએ છીએ.તેઓ મૂળ ઉત્તરપ્રદેશના મિર્ઝાપૂરના પરડીગામના રહેવાસી છે. સાત વર્ષ પહેલા રોજગારી માટે સુરત આવ્યા હતા અને છેલ્લા પાંચ વર્ષ જરીનું કામ કરી પરિવારનો ગુજરાન ચલાવતો હતો. તેમના બે બાળકો પણ છે અને તેઓ પરિવારના એકનો એક છોકરો હતો. પરિવારનો એકનો એક આર્થિક સહારો પણ હતો. હાલ તો આ ઘટના સાંભળી તેમનું પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.