ETV Bharat / state

Harsh Sanghvi in Surat : આંગડીયા લૂંટ કેસમાં લૂંટારુઓ પાસેથી જપ્ત મુદ્દામાલ વેપારીઓને પાછો સોંપાયો

author img

By

Published : Jan 28, 2023, 4:50 PM IST

ગુજરાતમાં પ્રથમવાર કોર્ટ આદેશના ત્વરિત અમલરુપે 300 વેપારીના ડાયમંડ પાર્સલ એક જ દિવસમાં પરત કરાયા છે. સુરતમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ધોળકા આંગડીયા લૂંટ કેસમાં લૂંટારુઓ પાસેથી જપ્ત મુદ્દામાલ વેપારીઓને પાછો સોંપ્યો ( Confiscated Goods Returned to Diamond Merchants )હતો. આ તકે તેમણે ગુજરાત પોલીસ (Gujarat Police)ની ભરપુર પ્રશંસા કરી હતી.

Harsh Sanghvi in Surat : આંગડીયા લૂંટ કેસમાં લૂંટારુઓ પાસેથી જપ્ત મુદ્દામાલ વેપારીઓને પાછો સોંપ્યો, કોર્ટ આદેશનો ત્વરિત અમલ
Harsh Sanghvi in Surat : આંગડીયા લૂંટ કેસમાં લૂંટારુઓ પાસેથી જપ્ત મુદ્દામાલ વેપારીઓને પાછો સોંપ્યો, કોર્ટ આદેશનો ત્વરિત અમલ

300 વેપારીને ડાયમડના પાર્સલ પરત કરવામાં આવ્યા

સુરત : ધોળકામાં થયેલ આંગડિયા લૂંટ પ્રકરણમાં પોલીસ દ્વારા જપ્ત કરાયેલા લૂંટનો મુદામાલ આજે ગૃહપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે વેપારીને પરત કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્રારા આંગડીયા પેઢી તથા વેપારીઓનો મુદામાલ પરત સોંપવા હુકમ કરવામાં આવ્યા હતા. 300 વેપારીને ડાયમડના પાર્સલ પરત કરવામાં આવ્યા હતા.ગુજરાતમાં પહેલીવાર આટલા મોટા પ્રમાણમાં લૂંટનો મુદામાલ ટૂંક સમયમાં પરત કરવામાં આવ્યા હતો. સુરત આંગડીયા એસોસિએશન દ્વારા આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત પોલીસની ભરપુર પ્રશંસા : આ કાર્યક્રમમાં અમદાવાદ પોલીસ સહિત સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. જ્યાં ગુજરાત પોલીસની કામગીરીને લઈ હર્ષ સંઘવીએ પ્રશંસા કરી હતી અને આ લૂંટ પ્રકરણ અંગે જણાવ્યું હતું કે, તમારું ધેર્ય અને વિશ્વાસ પર જ આખો વેપાર ચાલે છે. આ એજ ધેર્ય અને વિશ્વાસ થી બે મહિનાથી આ કેસ ચાલતો હતો. મારા શબ્દોથી જ આ કાર્યક્રમ ઓળખાય તો હું નામ આપુ તેરા તુજકો અર્પણ અને સમ્માન ઈન સંબકો અર્પણ. તંત્ર દ્વારા સારું કામ કરવું અને લોકો સુધી લઈ જવું. તંત્ર કઈ રીતે એક્શનમાં આવે છે તેનાથી જ આનંદ છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને સુરત પોલીસનો આભાર માનું છું.

આ પણ વાંચો Ahmedabad Crime : જમાલપુરમાં ધોળે દિવસે આંગડિયા કર્મી પાસેથી લૂંટાયા 26 લાખ, આરોપી ફાયરિંગ કરી ફરાર

ન્યાય પણ આપી દેવામાં આવે છે : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે,અમરેલીથી અમદાવાદના સુરતનાં 300 થી વધુ વેપારીઓનો જોખમ લઈને અક્ષર અને ગુજરાત આંગળિયું લઈને આવતા હતા ત્યારે ધોળકા માં લૂંટ થાય છે..બીજા દિવસે 300 પરિવારો ની દિવાળી અને એ દિવાળી બગડવાનું કામ આ લૂંટારૂઓએ કર્યું હતું. અમદાવાદ પોલીસે આ 300 વેપારીઓની દિવાળી સુધારવાનું કામ કર્યું. કેટલાક વેપારીઓએ કહ્યું હતું કે, કેસ નથી કરવો માલ પાછો અપાવી દો. મક્કતાથી નિર્ધાર કર્યો નવી દિશામાં આગળ વધશે.100 દિવસ પહેલા માલ છોડાવી દીધો. ગુજરાતની એકમાત્ર પોલીસ છે કે જેઓ ગલી નુક્કડમાં જઈ લોકોને પૂછે છે કે તમે વ્યાજખોરોના ત્રાસથી પરેશાન તો નથી એટલું જ નહીં સુરત પોલીસે જે રીતે બાળકીઓને ન્યાય આપવા માટે કામ કર્યું છે તે પણ ખૂબ જ ઉલ્લેખનીય છે જેટલા દિવસમાં ચાર્જશીટ દાખલ થતી હોય છે એટલે કેટલા દિવસમાં બાળકીઓને ન્યાય પણ આપી દેવામાં આવે છે આ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થવું જોઈએ.

આ પણ વાંચો બાપુનગરમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટના, આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી લાખોની લૂંટ

વેપારીએ વખાણી પોલીસની કામગીરી : સુરત આંગડિયા એસોસિએશનના પ્રમુખ મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે દિવાળીના સમયે જે લૂંટ થઈ હતી.પોલીસે સરસ કામગીરી કરી છે. આરોપીઓને પકડી મુદ્દામાં હાલે દરેક વેપારીઓ સુધી પહોંચાડવાની કોશિશ કરી છે. અમે આંગડિયા એસોસિએશન વતી ખૂબ ખૂબ આભાર માનીએ છે. વેપારીઓએ પણ મુદ્દા માલ મેળવવા માટે ધીરજ રાખી એ બદલ તેમને પણ અમે આભાર માનીએ છીએ. જે પણ ટોટલ માલ હતો તે મળી ગયું છે. ગુજરાતમાં પ્રથમવાર કોર્ટ આદેશના ત્વરિત અમલરુપે 300 વેપારીના ડાયમંડ પાર્સલ એક જ દિવસમાં પરત કરાયા છે. સુરતમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ધોળકા આંગડીયા લૂંટ કેસમાં લૂંટારુઓ પાસેથી જપ્ત મુદ્દામાલ વેપારીઓને પાછો સોંપ્યો હતો. આ તકે તેમણે ગુજરાત પોલીસની ભરપુર પ્રશંસા કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.