Ahmedabad Crime : જમાલપુરમાં ધોળે દિવસે આંગડિયા કર્મી પાસેથી લૂંટાયા 26 લાખ, આરોપી ફાયરિંગ કરી ફરાર

author img

By

Published : Jan 17, 2023, 9:32 PM IST

Ahmedabad Crime : જમાલપુરમાં ધોળે દિવસે આંગડિયા કર્મી પાસેથી લૂંટાયા 26 લાખ, આરોપી ફાયરિંગ કરી ફરાર

અમદાવાદ શહેરમાં વધુ એક લૂંટ વિથ ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં જમાલપુરમાં આંગડિયા પેઢીના કર્મચારીની રેકી કરીને સ્કૂટર પર આવેલા એક યુવકે હુમલો કરી લાખોની રોકડ ભરેલી બેગ લૂંટી હતી. આરોપીએ હવામાં ફાયરિંગ કરી લૂંટને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

CCTV ફૂટેજમાં એક શંકાસ્પદ આરોપી કેદ થયો હતો

અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલી કાચની મસ્જિદ પાછળના ભાગે આવેલી ચંપામીલની ચાલી બહાર સાંજે 5:30 વાગે આસપાસ માણેકચોકમાં આંગડિયા પેઢીમાં નોકરી કરતા હિતેશ પંચાલ અને તેની સાથેના એક યુવક રોકડ રકમ લઈને પસાર થઈ રહ્યા હતા. તે સમયે ચંપા મિલની ચાલીના નાકે પહોંચતા જ એક સ્કૂટર ઉપર આવેલા યુવકે હિતેશ પંચાલ નામના આંગડિયા કર્મી પર પાઇપ વડે હુમલો કર્યો હતો અને ઝપાઝપી કરીને આંગડિયા પેઢીના કર્મચારી પાસે રહેલી રોકડ રકમ ભરેલી બેગ ઝૂંટવી હતી. જે બાદ આરોપીએ પોતાની પાસે રહેલા હથિયારથી હવામાં ફાયરિંગ પણ કર્યું હતુ અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જે બાદ આંગડિયા પેઢીના કર્મચારીઓએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થયા હતા અને આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસ અધિકારીઓનો કાફલો તપાસમાં પહોંચ્યો આ ઘટનાની જાણ થતા ગાયકવાડ હવેલી પોલીસના પી.આઈ, ACP તેમજ ઝોન 3 DCP સુશીલ અગ્રવાલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જોકે ફાયરિંગ કરીને લૂંટ કરવામાં આવી હોવાની માહિતી સામે આવતા અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના ACP ભરત પટેલ તેમજ એસ.ઓ.જીના ACP બી.સી સોલંકી સહિત અનેક અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

આ પણ વાંચો અમદાવાદમાં સતત બીજા દિવસે ફાયરિંગ વિથ લૂંટ

લૂંટમાં ગયેલી રકમ અંદાજે 25 થી 26 લાખ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે માણેકચોકમાં આવેલી રામેશ્વર એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીના આ બંને કર્મચારી હતા અને તેઓ આ રકમ લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, જોકે લૂંટમાં ગયેલી રકમ અંદાજે 25 થી 26 લાખ હોવાની વાત સામે આવી છે. જોકે આ મામલે પોલીસે આંગડિયા પેઢીના માલિકનો સંપર્ક કરી લૂંટમાં ગયેલી રકમ અંગેની માહિતી મેળવવાની તજવીજ હાથ ધરી છે.

CCTV ફૂટેજમાં એક શંકાસ્પદ આરોપી કેદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા આસપાસમાં લગાવવામાં આવેલા CCTV ફૂટેજમાં એક શંકાસ્પદ આરોપી કેદ થયો હતો. જે આરોપી સ્કૂટર લઈને તે સમયે ત્યાંથી પસાર થતો નજરે પડતાં સ્થાનિક પોલીસ અને ક્રાઈમની એજન્સીઓએ અલગ અલગ ટીમો બનાવીને સીસીટીવીમાં દેખાતા શંકાસ્પદ યુવકને કામે લગાડી હતી. આ સમગ્ર ઘટના સંદર્ભે પોલીસે ભોગ બનનાર આંગડિયા પેઢીના કર્મચારીના નિવેદન લઈને ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ કરી છે.

આ પણ વાંચો રુપિયા 20 લાખની લૂંટ-ફાયરિંગ કેસમાં રાજસ્થાન કનેક્શન, ગેંગના 3 સભ્યો ઝડપાયા

ટીમો કામે લગાડવામાં આવી આ અંગે અમદાવાદ શહેર પોલીસના ઝોન 3 DCP સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે ફાયરિંગ વિથ લૂંટની ઘટનાની માહિતી પોલીસને મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, અને હાલ તો આ ઘટના સંદર્ભે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને ગુનામાં સામેલ આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી છે. લૂંટની રકમ જાણવા માટે આંગડિયા પેઢીના માલિકનો સંપર્ક પોલીસે સાધ્યો છે. જે બાદ જ લૂંટની રકમનો ચોક્કસ આંકડો કહી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.