ETV Bharat / state

Grishma Murder Case 2022: ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલને કોર્ટે દોષિત જાહેર કર્યો, પરિવારે કડર સજાની કરી માંગ

author img

By

Published : Apr 21, 2022, 2:07 PM IST

Grishma Murder Case 2022:  ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલને કોર્ટે દોષિત જાહેર કર્યો, પરિવારે કડર સજાની કરી માંગ
Grishma Murder Case 2022: ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલને કોર્ટે દોષિત જાહેર કર્યો, પરિવારે કડર સજાની કરી માંગ

સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને( Grishma Murder Case 2022)કોર્ટે દોષિત જાહેર કર્યો છે. સુરતમાં 12 ફેબ્રુઆરીએ ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં હત્યા કરનાર ફેનિલ ગોયાણીને કોર્ટે દોષિત જાહેર કર્યો હતો. હવે અદાલતમાં ફેનિલની સજા બાબતે શુક્રવારે દલીલ થશે.

સુરતઃ ગ્રીષ્મા કેસમાં આવતીકાલે સજા પર દલીલ થશે. દોષિત જાહેર થયા બાદ ફેનિલ સ્થબ્ધ થઈ ગયો. બીજી બાજુ ગ્રીષ્માના માતા પિતા અને પરિવાર રડવા લાગ્યા હતા. દોષિત જાહેર કર્યા બાદ જજે કહ્યું હતું કે તમને ત્રણ વાર પૂછવામાં ( Grishma Murder Case 2022)આવે છે તમે જે ગુનો કર્યો છે એમાં ઓછામાં ઓછી આજીવન કારાવાસ અને વધુમાં વધુ મૃત્યુ દંડની (Fenil convicted in Grishma murder case)જોગવાઈ છે. તમે એક નિસહાય અને નિર્દોષ યુવતીનું ચપ્પુ થી વધ કર્યો છે. તમારો વધ કલમથી વધ કેમ ન થાય?

ગ્રીષ્મા હત્યા કેસ

આ પણ વાંચોઃ Grishma Murder Case 2022 : ગ્રીષ્મા હત્યા કેસના 16મીએ આવનાર ચૂકાદાને લઇને સુરતની વિદ્યાર્થિનીઓ શું વિચારી રહી છે જાણો

ફાંસીની સજા થાય આ માટે અમે દલીલ કરીશું - સરકારી વકીલ નયન(Grishma Vekaria murder case) સુખડવાલાએ જણાવ્યું હતું કે કોર્ટે કહ્યું છે કે આ સુનિયોજીત હત્યા છે. અમે ફાંસીની સજાવામાં માટે દલીલો કરીશું. જે પણ કલમ લગાડવામાં આવી છે તમામ માટે દોષી જાહેર થયો છે. આ ક્રૂર હત્યા હત્યા છે. શુક્રવારથી ફેનીલને સજા થાય આ માટે દલીલો થશે. દોષી ફેનીલને ફાંસીની સજા થાય આ માટે અમે દલીલ કરીશું.

આ પણ વાંચોઃ Grishma Vekariya Murder Case: ગ્રીષ્મા હત્યા કેસ મામલે કોર્ટમાં ડૉક્ટરની જુબાની લેવામાં આવી, ગુરુવારથી પંચોની જુબાની લેવામાં આવશે

દીકરીને ન્યાય મળ્યો - ગ્રીષ્માના પિતા નંદલાલ વેકરીયાએ જણાવ્યું હતું કે, આજે મારી દીકરીને ન્યાય મળ્યો છે. દેશની કોઈ પણ દીકરી સાથે આ વર્તન કે ઘટના ન થાય આજ મારી ઈચ્છા છે. કોર્ટ મારી દીકરીના હત્યારાને ફાંસીની સજા ફટકારે. ગ્રીષ્માની માતા વિલાસ બહેન જ્યારથી સાંભળ્યું હતું કે આરોપી ફેનીલને દોષી જાહેર કરાયો છે ત્યારથી તે રડી રહ્યા હતા તેઓ કશું કહેવાની સ્થિતિમાં નહોતા તેમ છતાં તેઓએ જણાવ્યું હતું કે દીકરીને ન્યાય મળ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.