ETV Bharat / state

સુરતની ઝૂંપડપટ્ટીઓમાં આગ લાગતા લોકો થયા ઘરવિહોણા, કોઈ જાનહાની નહીં

author img

By

Published : Dec 12, 2022, 3:15 PM IST

સુરતમાં હજીરા રોડ પર આવેલી ઝૂંપડપટ્ટીમાં (Fire at Hazira road surat) અચાનક આગ લાગતા દોડધામ મચી હતી. આગને બૂઝવવા માટે ફાયર વિભાગની 6 ગાડી ઘટનાસ્થળે (Adajan Palanpur fire department rescue operation) પહોંચી હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ (Surat Fire Tragedy) પણ પ્રકારની જાનહાની થઈ નહતી.

સુરતની ઝૂંપડપટ્ટીઓમાં આગ લાગતા લોકો થયા ઘરવિહોણા, કોઈ જાનહાની નહીં
સુરતની ઝૂંપડપટ્ટીઓમાં આગ લાગતા લોકો થયા ઘરવિહોણા, કોઈ જાનહાની નહીં

શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન

સુરત શહેરના હજીરા રોડ ઉપર આવેલા કવાસ ગામની ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગી હતી. આ આગમાં આખી ઝૂંપડપટ્ટી બળીને ખાક થઈ ગઈ હતી. જોકે, ફાયર વિભાગને જાણ કરતા અડાજણ અને પાલનપુર ફાયર વિભાગની (Palanpur Fire Department) કુલ 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી (Adajan Palanpur fire department rescue operation) હતી. ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

પોલીસ સ્ટેશનની પાછળ લાગી આગ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની પાછળ આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા દોડધામ મચી હતી. તો આ અંગે પાલનપુર ફાયર વિભાગના (Palanpur Fire Department) ઓફિસર કીર્તિકુમાર મોડે જણાવ્યું હતું કે, આજે સવારે 9:45 વાગે ફાયર કન્ટ્રોલ રૂમ (Fire Control Room Surat) દ્વારા અમને જાણ કરવામાં આવી હતી કે, હજીરા રોડ પર આવેલા કવાસ ગામના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની (ichhapore police station) પાછળ આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગી છે. ત્યારબાદ તાત્કાલિક ફાયરની 6 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.

શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગના કારણે લોકોના ટોળા એકઠાં થઈ ઘયા હતા. અહીં જે લોકોના ઘરમાં આગ લાગી હતી. તેઓ બૂમાબૂમ કરતા હતા. ત્યારે અમે ઘટનાસ્થળે પહોંચીને 1 કલાક સુધી પાણીનો મારો ચલાવી ભારે જહેમત પછી આગ પર કાબૂ મેળવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.