ETV Bharat / state

સરપંચ અને તેમના પરિવારજનોએ ભેગા થઈ યુવકને ઢોર માર માર્યો

author img

By

Published : Dec 2, 2022, 9:50 PM IST

સુરત શહેરના કાંઠે આવેલા હઝીરા ગામના સરપંચ ધનસુખભાઈ અને તેમના ભાઈ અને પુત્રએ નજીવી બાબતે એક યુવકને ઢોર માર માર્યો. જોકે આ ઘટનાની લાઈવ વિડીયો સામે આવતા હજીરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સરપંચ (Sarpanch of Hazira Village) ધનસુખભાઈ અને તેમના ભાઈ અને પુત્રએ નજીવી બાબતે એક યુવકને ઢોર માર માર્યો (beat a youth to death) હતો.

હઝીરા ગામના સરપંચ, તેમના ભાઈ અને પુત્રએ ભેગા થઈ એક યુવકને માર્યો ઢોર માર
હઝીરા ગામના સરપંચ, તેમના ભાઈ અને પુત્રએ ભેગા થઈ એક યુવકને માર્યો ઢોર માર

સુરત શહેરના (Surat Crime Case) નાકે આવેલા હજીરાના રાજગડી ગામના સરપંચ (Sarpanch of Rajgadi village in Hazira) ધનસુખભાઈ અને તેમના ભાઈ અને પુત્રએ નજીવી બાબતે એક યુવકને ઢોર માર માર્યો (beat a youth to death) હતો. ઇજાગ્રસ્ત યુવકને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના લાઈવ વિડાયો પણ સામે આવ્યો છે. હાલ તો આ વિડીયો બહાર આવતા જ હજીરા પોલીસે (Hazira Police Station) ગામના સરપંચ ધનસુખભાઈ ( Sarpanch of Hazira Village) અને તેમના ભાઈ અને પુત્ર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હજીરા ના રાજગડી ગામના સરપંચ ધનસુખભાઈ અને તેમના ભાઈ અને પુત્રએ નજરી બાબતે એક યુવકને ઢોર માર માર્યો હતો.

લખનને લાકડાના ફટકા વડે ઢોર માર માર્યો હતો સૂત્ર માહિતી અનુસાર હજીરાના વિસ્તારના પટેલ ફળિયામાં રહેતા લખન પટેલ રાતે જમીને ગામમાં ફરવા નીકળ્યા હતા ત્યારે દસ વાગ્યાની આસપાસ કોઈ કારણસર ગામના સરપંચ અને તેમના પરિવાર સાથે કોઈ બાબતે માથાકુટ થતા ત્યાંજ નજીકના ફળિયામાં રહેતા ધનસુખભાઈ પટેલ અને તેમના પરિવારે લખનને લાકડાના ફટકા વડે ઢોર માર માર્યો હતો.

આ ઘટના સમગ્ર ગામમાં ચર્ચાઓનો વિષય બન્યો હતો પરિવારે હજીરા પોલીસ સ્ટેશનમાં ગામના સરપંચ ધનસુખભાઈ પટેલ અને પરિવારના સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. લખનને ગાડી સાથે બાંધીને રોડ ઉપર ખસેડવામાં આવે છે. ધનસુખ પટેલ અને તેમના પરિવારના લોકોએ લખને જબરજસ્તી માર માર્યો હતો. ઈજાગ્રસ્ત લખનને પીઠ અને આંખની ભાગે ઈજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital) ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર બાબતે હાલ પરિવારે હજીરા પોલીસ સ્ટેશનમાં ગામના સરપંચ ધનસુખભાઈ પટેલ અને પરિવારના સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.