ETV Bharat / state

Death By Suicide in Surat : સુરતમાં એન્જીનિયરિંગ વિદ્યાર્થિનીની આત્મહત્યા

author img

By

Published : Jan 20, 2023, 9:40 PM IST

સુરતની SVNIT કોલેજમાં BE એન્જીનિયરિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી (Death By Suicide in Surat ) છે. આ વિદ્યાર્થિનીએ પોતાના હોસ્ટેલના રૂમમાં આત્મહત્યા ( FY engineering student of SVNIT commits suicide )કરી હતી. ઉમરા પોલીસે બનાવને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Death By Suicide in Surat : સુરતમાં એન્જીનિયરિંગ વિદ્યાર્થિનીની આત્મહત્યા
Death By Suicide in Surat : સુરતમાં એન્જીનિયરિંગ વિદ્યાર્થિનીની આત્મહત્યા

ઉમરા પોલીસે બનાવને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી

સુરત સુરત શહેરના SVNIT કોલેજના BE એન્જીનિયરિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ પોતાના હોસ્ટેલના રૂમમાં આત્મહત્યા કરતા સમગ્ર હોસ્ટેલ પરિસરમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસ નો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી વિદ્યાર્થિની સુરતમાં BE એન્જીનિયરિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. શહેરની SVNIT કોલેજના BE એન્જીનિયરિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી પાલવે દેવાંશી ઈશ્વરભાઈ નામની વિદ્યાર્થિનીએ આજરોજ કોઈ કારણોસર પોતાના રૂમમાં જ દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો Death by Suicide : ચાંદખેડાની હોસ્પિટલમાં નર્સની આત્મહત્યા, સંજોગ જોઇ પરિવારનો મોટો આક્ષેપ

મૃતક દેવાંશી મૂળ આવવા ડાંગના વઘાઈના છે મૃતક પાલવે દેવાંશી જેઓ 16 જાન્યુઆરીના રોજ જ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની સામે આવેલ સરકારી સમરસ ગર્લ્સ હોસ્ટેલના G બ્લોકના સાતમા માળે 707 રૂમમાં રહેવા આવી હતી. તેઓ SVNIT કોલેજના BE એન્જીનિયરિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતા હતાં. તેઓ મૂળ આવવા ડાંગના વઘાઈના છે. જોકે તેમના કયા કારણસર આત્મહત્યા કરી છે તે વિશેની વધુ જાણકારી હાલ તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. હાલ પોલીસે તેનો ફોન પણ જપ્ત પણ કર્યા છે. તે ઉપરાંત તેમના આજુબાજુ રહેતા અન્ય વિદ્યાર્થિનીઓની પણ પૂછપરછ કરી રહ્યા છે. હાલ તો પોલીસને કોઈ સ્યૂસાઇડ નોટ પણ મળી આવી નથી.

આ પણ વાંચો યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર, સુસાઈડ નોટમાં જણાવ્યું કારણ

મૃતક દેવાંશી 16 તારીખે જ હોસ્ટેલમાં રહેવા આવી હતી સમરસ ગર્લ્સ હોસ્ટેલના ઇન્ચાર્જ અંજુબેને જણાવ્યું કે પાલવે દેવાંશી ઈશ્વરભાઈ 19 વર્ષની છે. અમને ચાર વાગ્યે આ ઘટનાની જાણ કરવામાં આવી હતી કે, આ વિદ્યાર્થીને આ રીતે આ કર્યું છે. તેમની બાજુના રૂમમાં રહેતી વિદ્યાર્થીનીએ જાણ કરી હતી. જેથી અમે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. એમના પિતાને જાણ કરી છે. તેઓ ત્યાંથી નીકળી ગયા છે. પાલવે દેવાંશી હજી તો 16 તારીખે જ હોસ્ટેલમાં રહેવા આવ્યા હતાં. દેવાંશીને કોઈ પ્રકારની તકલીફ હોય તેની બાબતે પણ અમને જાણ કરી નથી. તથા તેમના મિત્રોને પણ તેમણે જાણ કરી નથી. કોઈ સુસાઇડ નોટ પણ મળી આવી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.