ETV Bharat / state

Pride for Gujarat: અંડર-19 વિમેન્સ વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના બેટિંગ કોચનું સન્માન

author img

By

Published : Feb 5, 2023, 6:53 AM IST

અંડર 19 વિમેન્સ વર્લ્ડ કપમાં ભારતને ઐતિહાસિક જીત મળી છે. આ જીતમાં મહિલા ખેલાડીઓ સાથે તેમના બેટિંગ કોચ અપૂર્વ દેસાઈનું પણ સિંહ ફાળો છે. ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે આ ટીમના બેટિંગ કોચ કોઈ બીજ નહીં પરંતુ સુરતના અપૂર્વ દેસાઈ છે. વર્લ્ડકપ વિજેતા વિમેન્સ અંડર-19 ભારતીય ટીમના બેટીંગ કોચ અપૂર્વ દેસાઈનું SDCA ( સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન) દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

apoorva-desai-of-surat-batting-coach-of-the-under-19-women-world-cup-winning-indian-team
apoorva-desai-of-surat-batting-coach-of-the-under-19-women-world-cup-winning-indian-team

સુરત: ધી સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડીયમ ખાતે અર્પૂવ દેસાઈનું સન્માન કરવામાં આવ્યુ હતુ. હાલમાં સાઉથ આફ્રિકા ખાતે સંપન્ન થયેલ વિમેન્સ અન્ડર-19 વર્લ્ડકપમાં ભારતીય અન્ડર-19 વિમેન્સ ટીમે ઈંગ્લેન્ડ સામે ફાઈનલ મેચમાં વિજય સાથે ચેમ્પીયનશીપ મેળવી હતી. જેમાં સુરત શહેરના અને SDCAના ક્રિકેટ એડવાઈઝર અને સંસ્થાના સભ્ય અપૂર્વ દેસાઈએ ભારતીય ટીમ સાથે બેટીંગ કોચ તરીકે નિર્ણાયક સેવા આપી હતી.

અપૂર્વ દેસાઈ BCCI લેવલ-3 ના કોચ
અપૂર્વ દેસાઈ BCCI લેવલ-3 ના કોચ

SDCA નું ગૌરવ વધાર્યુ: વધુમાં આ સિધ્ધી મેળવવા માટે ભારતીય ટીમે છેલ્લા સાત માસથી ઘનિષ્ટ તાલીમ લીધી હતી. ક્રિકેટના ઈતિહાસમાં વિમેન્સ ટી-20 ટુર્નામેન્ટનો વર્લ્ડકપ પ્રથમ વખત યોજાયો છે. છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીને કારણે વિમેન્સ ટી-20ની ટુર્નામેન્ટ રાષ્ટ્રીય લેવલે રમાઈ નથી. અપૂર્વ દેસાઈ ગુજરાતમાંથી સૌપ્રથમ ભારતની ટીમમાં બેટીંગ કોચ તરીકે નિમણૂક પામ્યા હતા અને સુરત શહેર અને SDCA નું ગૌરવ વધાર્યુ છે. અપૂર્વ દેસાઈનું સંસ્થા દ્વારા મા. પ્રમુખ હેમંતભાઈ કોન્ટ્રાકટર દ્વારા યથાયોગ્ય સન્માન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ક્રિકેટ સેક્રેટરી ડૉ. નૈમેષ દેસાઈ, મુકેશ દલાલ, સંજય પટેલ અને ક્રિકેટ એડમીનીસ્ટરેટર નવનીત પટેલ અને કારોબારી સમિતિના સભ્યો હાજર રહયા હતા.

અપૂર્વ દેસાઈ ગુજરાતમાંથી સૌપ્રથમ ભારતની ટીમમાં બેટીંગ કોચ તરીકે નિમણૂક પામ્યા
અપૂર્વ દેસાઈ ગુજરાતમાંથી સૌપ્રથમ ભારતની ટીમમાં બેટીંગ કોચ તરીકે નિમણૂક પામ્યા

અપૂર્વ દેસાઈ BCCI લેવલ-3 ના કોચ: પ્રથમવાર છે કે અંડર 19 વર્લ્ડ કપ વિમેન્સ ભારતએ ભવ્ય વિજય મેળવી છે. ગુજરાત માટે ગૌરવની વાત છે કે, ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચિંગ અપૂર્વ દેસાઈ (Batting Coaching Apoorva Desai) મૂળ સુરતના છે. ગુજરાત અંડર -19 ટીમમાં તેમના પુત્ર આર્યા દેસાઈ કેપ્ટન પણ છે. અપૂર્વ દેસાઈ સુરતના વેસુ વિસ્તારમાં રહે છે. તેઓ રણજી પણ રમી ચૂક્યા છે.

આ પણ વાંચો Wedding of Chitrashi Dhruvaditya: ચક દે ઈન્ડિયા ફેમ ચિત્રાશી રાવતે પોતનો જીવનસાથી શોધી લીધો

વિરાટ કોહલીને આપી ચુક્યા છે કોચિંગ: વર્ષ 2005થી તેઓ ક્રિકેટ માટે કોચિંગ કરતા આવ્યા છે. 17 વર્ષથી ક્રિકેટ કોચિંગ કરનાર અપૂર્વ દેસાઈ BCCI લેવલ-3 ના કોચ છે. સુરતના અપૂર્વ દેસાઈ વિરાટ કોહલી સહિત સામે મોહમ્મદ સમી, અટેક ઇન બેટ્સમેન અને વિકેટકીપર ઋષભ પંત, સ્પિનર અશ્વિન, ભરત, પ્રિયાંક પંચાલને બેટિંગ માટે કોચિંગ આપી ચૂક્યા છે.

આ પણ વાંચો Border Gavskar Trophy : રોહિત શર્મા માટે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ જીતવી હશે મોટો પડકાર

ભારતની અંડર 19 વુમન્સ ટીમે રચ્યો ઈતિહાસ: ભારતે અંડર 19 વુમન્સ ટી20 વર્લ્ડ કપ 2023 (U19 Womens T20 World Cup)નો ખિતાબ પર કબજો જમાવ્યો છે. ભારતીય ટીમે ફાઈનલમાં ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવી દીધું છે. ટીમ ઈન્ડિયા તરફથી ફાઈનલ મેચમાં સૌમ્યા તિવારી, ત્રિશા અને અર્ચના દેવી શાનદાર પ્રદર્શન કર્યુ. અર્ચના, પાર્શ્વી ચોપડા અને તિતસ સાધુએ 2-2 વિકેટ લીધી. ભારતની શેફાલી વર્માની કેપ્ટનશિપમાં ટાઈટલ જીત્યું છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ખેલાડી શ્વેતા સેહરાવતે સૌથી વધુ રન બનાવવાના મામલે ટોપ પર રહી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.