ETV Bharat / state

વસિષ્ઠ શાળા ખાતે જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો

author img

By

Published : Dec 24, 2022, 1:44 PM IST

સુરતના કામરેજ ખાતે આવેલી વસિષ્ઠ વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાનું ગણિત વિજ્ઞાન (science fair was held at Vasishtha School )પ્રદર્શન યોજાયુ હતું. પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ રજૂ કરેલી(Vasishtha School ) રિચાજેબલ ઇલેક્ટ્રિક મીટર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

વશિષ્ઠ શાળા ખાતે જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો
વશિષ્ઠ શાળા ખાતે જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો

સુરત: કામરેજના વાવ ખાતે આવેલી વસિષ્ઠ વિદ્યાલયમાં જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ(science fair was held at Vasishtha School ) અને તાલીમ ભવન સુરત, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સુરત તેમજ વસિષ્ઠ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત જિલ્લાની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકો અને શિક્ષકો તથા બાળ વૈજ્ઞાનિકો તેમજ બાળ ગણિત શાસ્ત્રીઓ દ્વાર તૈયાર કરવામાં આવેલી ઉત્તમ કૃતિઓના પ્રદર્શન માટે યોજવામાં આવેલ હતા.

વશિષ્ઠ શાળા ખાતે જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો

અલગ અલગ કૃતિઓ: 58માં વિજ્ઞાન,ગણિત,પર્યાવરણ પ્રદર્શન વર્ષ 2022-23 માં ટેકનોલોજી અને(Vasishtha School ) રમકડાં શીર્ષક હેઠળ તા 23 શુક્રવાર અને 24 શનિવારના રોજ વશિષ્ટ વિદ્યાલયના પટાંગણમાં સુંદર આયોજના કરવામાં આવ્યું હતુ. જેમાં જિલ્લા ભરની શાળાઓના વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી. યોજાયેલ આખા પ્રદર્શનમાં વશિષ્ટ શાળાના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી પ્રીપેડ એનર્જી કૃતિ આકર્ષણનું કેન્દ્ બની હતી. મોબાઈલના રિચાર્જ ની જેમ જ વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રિક રિચાર્જ માટે પ્રોજેક્ટ બનાવ્યો છે જેમાં આપના રિચાર્જ મુજબ જ આપને વીજળી ઉપયોગ કરવા મળશે,વીજળી નું બેલેન્સ પતી જવા આવશે એટલે તરત જ તમને ઇન્ફોમ કરવામાં આવશે અને વધુ વીજળી મેળવવા માટે રિચાર્જ કરવાનું રહેશે. આ પ્રોજેક્ટ થી ફાયદો એ છે કે વીજ કંપની દ્વારા વીજ બિલ આપવામાં આવતું હોય છે ત્યારે વીજ કર્મચારીઓથી યુનિટ લખવામાં ભૂલ થતી હોય છે જેને કારણે વીજ બિલ વધારે આવે છે. આ પ્રોજેક્ટથી કોઈ સમસ્યા રહેતી નથી. આ પ્રોજેક્ટની સમય અને વ્યક્તિનો બચાવ થાય છે.

પ્રદર્શનનું આયોજન: યોજાયેલ પ્રદર્શનમાં સુરત જિલ્લાની 104 જેટલી શાળાના 272 જેટલા વિદ્યાર્થીઓ,એસવીએસ કન્વીનરો સહિત શિક્ષક માર્ગદર્શકો ઉપસ્થિત રહ્યા હતા. સરકાર દ્વારા શાળા કક્ષાએથી વિદ્યાર્થીઓમાં ગણિત, વિજ્ઞાન,પર્યાવરણ જેવા વિષયોમાં રસ રુચિ કેળવાય જેથી આવા પ્રકારના પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. જેની ફલ શ્રુતિ રૂપે ભવિષ્યમાં દેશને ઉત્તમ ગણિત શાસ્ત્રી,વૈજ્ઞાનિક તેમજ પર્યાવરણ શાસ્ત્રી મળે છે.

નિષ્ણાંતો દ્વારા નિરીક્ષણ: વસિષ્ઠ શાળાના આચાર્ય મેહુલ ભાઈ વાડદરિયા એ જણાવ્યું હતું કે આ પ્રદર્શનમાં સુરત જિલ્લાની કુલ 104 શાળાઓના 172 વિદ્યાર્થીઓ દ્વારા 136 જેટલા ઉત્તમ પ્રકારના પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. પ્રદર્શન નિહાળવા કામરેજ વિસ્તારની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં લાભ લેવામાં આવ્યો હતો.પ્રદર્શનમાં રજૂ થયેલા તમામ પ્રોજેક્ટનું નિષ્ણાંતો દ્વારા નિરીક્ષણ કરી મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.