ETV Bharat / state

Selfie Video in Surat : સુરતમાં 19 વર્ષીય યુવક સેલ્ફી વિડીયો બનાવતી વખતે જીવન ટુંકાવ્યું, જાણો કારણ...

author img

By

Published : Jan 31, 2022, 3:25 PM IST

સુરત શહેરના અણુવ્રત દ્વાર પાસે આવેલા કેનાલ વૉક વેય ગાર્ડનમાં 19 વર્ષીય યુવક સેલ્ફી વિડિઓ બનાવતા મૃત્યુ (Death While Making Selfie Video in Surat) નિપજ્યુ છે. મિત્રોએ તાત્કાલિક 108 નો સંપર્ક કરી સિવિલ હોસ્પિટલમાં (Surat Civil Hospital) પહોંચાડ્યો હતો. તેમજ ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી હતી.

Selfie Video in Surat : સુરતમાં 19 વર્ષીય કિશોર સેલ્ફી વિડિઓ બનાવતી વખતે મૃત્યુ નિપજ્યું
Selfie Video in Surat : સુરતમાં 19 વર્ષીય કિશોર સેલ્ફી વિડિઓ બનાવતી વખતે મૃત્યુ નિપજ્યું

સુરત : સુરત શહેરના અણુવ્રત દ્વાર પાસે આવેલ કેનાલ વૉક વેય ગાર્ડનમાં (Canal Walkway Garden in Surat) 19 વર્ષીય યુવક પોતાના મિત્રો જોડે વિડિઓ બનાવી રહ્યો હતો. વિડિયો બન્યા બાદ કિશોર અચાનક ચક્કર આવતા જમીન પર ઢળી પડ્યો હતો. મિત્રો દ્રારા તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital) લાવતા ડોક્ટર યુવકને મૃત જાહેર કર્યો હતો. આ બાબતની જાણ પરિવારને થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

વિડિયોનો ખુબ શોખ હતો

સુરતમાં 19 વર્ષીય યુવક સેલ્ફી વિડીયો બનાવતી વખતે જીવન ટુંકાવ્યું, જાણો કારણ...

આ બાબતે કિશોરના પિતાઓ જણાવ્યુ કે, ઘટનાની જાણ બાદ હોશ ઉડી ગયા હતા. પ્રથમ માત્ર 19 વર્ષનો હતો. ઘરમાં સૌ નો લાડકો હતો. અમે મૂળ પોરબંદર છીએ. પરંતુ પહેલેથી જ સુરત રહીયે છીએ. તેને ફોટો - વિડ્યો નો ખુબ જ શોખ હતો. જયારે સમય મળે ત્યારે તે ફોટો - વીડિયો બનાવવા માટે પોતાના મિત્રો જોડે નીકળી પડતો હતો. તેને અભ્યાસમાં રુચિ ન હતી. તે ધોરણ- 9 બાદ મારી સાથે જ સાડીના વેપારમાં જોડાઈ ગયો હતો.

આ પણ વાંચોઃ સુરતમાં એક બાળક માટે રજા બની સજા, મકાઈ પુલ પર સેલ્ફી લેવા જતા બાળક તાપી નદીમાં પડ્યો, 2 દિવસે મળ્યો મૃતદેહ

મોબાઇલમાં કેમેરો શરૂ કર્યો અને પ્રથમ જમીન ઉપર ઢળી પડ્યો

આ બાબતે પ્રથમ વાઘવાણીના મિત્ર રુચિ સોનીએ જણાવ્યું કે, અમે બધા મિત્રોને વીડિયો (Selfie Video in Surat) બનાવી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર વિડિયો મુકવાનો ખુબ જ શોખ છે. ગતરોજ અમે ત્રણ મિત્રો ફ્રી હતા એટલે ફરવા માટે નીકળ્યા હતા. વિડિયો ફોટો સૂટ માટે અમે સિટી લાઈટ પાસે આવેલ કેનાલ વોકવે ઉપર પહોંચ્યા હતા. ત્યાં વિડ્યો સૂટ શરૂ કર્યું હતું. મેં મોબાઇલમાં કેમેરો શરૂ કર્યો અને પ્રથમ ને જમીન પર પડતા જોઈ હેબતાઈ ગયો હતો. તાત્કાલિક દોડી ગયો તો પ્રથમ બેભાન (Death While Making Selfie Video in Surat) થઈ ગયો હતો. સામે ઉભેલી PCR વાન ની મદદ લેતા 108ને કોલ કરી પ્રથમને સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં તમામ પ્રયાસ કર્યા બાદ પણ એને બચાવી શક્યા ન હતા.

આ પણ વાંચોઃ Chemical Mafias in Surat : કેમિકલ માફીયાઓના લીધે કીમ નદી બની દૂષિત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.