ETV Bharat / state

betting on IPL in Surat: IPLમાં ઓનલાઈન સટ્ટો રમતા અને રમાડતા 4 સટોડિયાની ધરપકડ

author img

By

Published : May 10, 2022, 4:12 PM IST

Updated : May 10, 2022, 4:49 PM IST

સુરતમાં IPLની મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા અને (Online betting on IPL)રમાડતા 4 લોકોની પીસીબી પોલીસે અડાજણ વિસ્તારમાંથી ધરપકડ (betting on IPL in Surat)કરી છે. પોલીસે 35 મોબાઈલ સહીત 3.35 લાખની મત્તા કબજે કરી છે. તેમજ બુકી અને ગ્રાહકો મળી 10 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.

betting on IPL in Surat: IPLમાં ઓનલાઈન સટ્ટો રમતા અને રમાડતા 4 સટોડિયાની ધરપકડ
betting on IPL in Surat: IPLમાં ઓનલાઈન સટ્ટો રમતા અને રમાડતા 4 સટોડિયાની ધરપકડ

સુરતઃ IPLની સીઝન શરુ થતા સટોડિયાઓ મેચ પર સટ્ટો રમતા હોય છે. ત્યારે સુરતમાં પીસીબી પોલીસને બાતમી મળી હતી કે (betting on IPL in Surat)અડાજણ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે (Online betting on IPL)આવેલી ગ્રીન રેસીડેન્સીમાં હિતેશ રમણલાલ રાજપૂત તથા દિવાનસિંહ ખોમાનસિંહ ગોહિલ નામના શખ્સો મૂળ ખભાતના રહેવાસી છે અને હાલ તેઓ ચાર પાંચ દિવસથી સુરત ખાતે આવેલી તેના સાગરીતો સાથે IPLની મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દરોડો પાડ્યો હતો.

આ પણ વાંચોઃ Cricket match betting : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલુ મેચમાં સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો

કુલ 3.35 લાખની મત્તા કબજે - પીસીબી પોલીસે ફ્લેટમાંથી (IPL betting 2022)હિતેશ રમણલાલ રાજપૂત, જીતું કાળીદાસ રાણા, દિવાનસિંહ ખોમાનસિંહ ગોહીલ તથા કલ્પેશ અરવિંદ સોનીની ધરપકડ કરી હતી. પોલીસે ફ્લેટમાંથી જુગારના રોકડા રૂપિયા 86,000, 1.22 લાખના 35 મોબાઈલ, બે લેપટોપ, તથા ટેબ્લેટ અને એક એલસીડી ટીવી મળી કુલ 3.35 લાખની મત્તા કબજે કરી હતી.

આ પણ વાંચોઃ Bookie caught betting at Modi Stadium : ચાલુ મેચે સટ્ટો રમાડતા બે બુકીઓ ઝડપાયા

10 લોકોને વોન્ટેડ જાહેર કર્યા - પોલીસે આ કેસમાં જામનગરમાં રહેતા બુકી ગુરુજી, અમદાવાદમાં રહેતા જે.પી, તથા જુગાર રમનાર ગ્રાહકો પૈકી ખંભાતમાં રહેતા રીતેશ પટેલ, અમદવાદ ખાતે રહેતા અશ્વિન રાજપૂત, ખંભાત ખાતે રહેતા મહેન્દ્ર પરમાર, બીપીન રાવળ, તરુણ રાવળ, અમદાવાદના અંકિત રાજપૂત, સંજય દરબાર તથા ખંભાતના મનોજ રાવળને વોન્ટેડ જાહેર કર્યા છે.

Last Updated : May 10, 2022, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.