વાપીમાં IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા નામચીન બૂકીની પોલીસે ધરપકડ કરી

author img

By

Published : Sep 26, 2020, 10:19 PM IST

Vapi news

વાપી ટાઉન વિસ્તારમાં સટ્ટાના રૂપિયા વસૂલવા યુવકનું અપહરણ કરી નગ્ન કરી પૈસા કબૂલવાના કેસમાં 3 ઇસમોની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે અન્ય એક કિસ્સામાં પણ પોલીસે વાપીના નામચીન અઝીમ કાલુ નામના બૂકી સહિત તેના સાગરીતો મળીને 9 ઇસમોને વૉન્ટેડ જાહેર કરી પોલીસે તપાસ હાથ ધરી છે.

વલસાડઃ વાપીમાં IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા બૂકીઓ મેદાનમાં ઉતર્યા છે. જેની પકડી પાડવા વલસાડ પોલીસ પણ સજ્જ બની છે. એક કિસ્સામાં સટ્ટાના રૂપિયા વસૂલવા બૂકીઓએ યુવકનું અપહરણ કરી નગ્ન કરી વીડિયો ઉતાર્યો હતો. જેની પોલીસ ફરિયાદના આધારે વાપી ટાઉન પોલીસે ત્રણ બૂકીઓની ધરપકડ કરી છે. જ્યારે બીજા કિસ્સામાં વાપીના નામચીન બૂકી એવા અઝીમ કાલુને પણ ઓનલાઈન આઇડી પર સટ્ટો રમતા ઝડપી પડ્યો છે.

Vapi news
પોલીસે સ્કોર્પિયો કાર જપ્ત કરી
આ અંગે વાપી ડિવિઝનના DYSP વીરભદ્ર સિંહ જાડેજાએ વિગતો આપી હતી કે, વાપી ટાઉનના ગીતા નગર પોલીસ ચોકી વિસ્તારમાં અજીમ કાલુ નામનો ઇસમ સ્કૉર્પિયો કારમાં અન્ય સાગરીતો વાસુ અને જયસ્વાલ નામના ઇસમો સાથે રાજકોટના કોઈ ઈસમ પાસેથી ઓનલાઈન આઇ દ્વારા સટ્ટો રમાડતો હતો. જે બાતમી મળતા પોલીસે રેડ કરી બૂકી અજીમ કાલુની સહિત તેમના સાગરીતોની ધરપકડ કરી છે.
વાપીમાં IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા નામચીન બૂકીની પોલીસે ધરપકડ કરી

આ કાર્યવાહીમાં પોલીસે મુદ્દામાલ સહિત સ્કૉર્પિયો કાર કબ્જે કરી છે. ઉપરાંત કાલુ સહિત અન્ય ત્રણ ઇસમોની ધરપકડ કરી 9 આરોપીઓને વૉન્ટેડ જાહેર કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.