ETV Bharat / state

31st december: 31 ડિસેમ્બરની ઉજવણી પહેલાં સુરત પોલીસ કમિશનરનો સ્પષ્ટ સંદેશ, પાસાનું શસ્ત્ર ઉગામ્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 29, 2023, 3:55 PM IST

વર્ષ 2023ને પૂર્ણ થવાનું કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે ત્યારે લોકોમાં 31 ડિસેમ્બરની ઉજવણીની મોટી ચહેલપહેલ સુરતમાં પણ છે. ત્યારે અસામાજિક તત્વોને સુરત પોલીસ કમિશનરે સ્પષ્ટ સંદેશ આપતાં કહ્યું છે કે જે લોકો કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે.

Surat Police Cautions : 31 ડિસેમ્બરની ઉજવણી પહેલાં સુરત પોલીસ કમિશનરનો સ્પષ્ટ સંદેશ, પાસાનું શસ્ત્ર ઉગામ્યું
Surat Police Cautions : 31 ડિસેમ્બરની ઉજવણી પહેલાં સુરત પોલીસ કમિશનરનો સ્પષ્ટ સંદેશ, પાસાનું શસ્ત્ર ઉગામ્યું

કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે

સુરત : 31મી ડિસેમ્બરની ઉજવણી પહેલા સુરત પોલીસ કમિશનર અજય તોમરે કાયદાનો ભંગ કરનાર લોકોને ચેતવણી આપી છે. તેઓએ સ્પષ્ટ જણાવી દીધું છે કે જે લોકો કાયદામાં રહેશે તેઓ ફાયદામાં રહેશે. આ સાથે તેઓએ શહેરની મહિલાવર્ગને પણ સૂચના આપી છે કે કોઈપણ અજાણ્યા લોકો સાથે સ્થળ કે હોટલમાં ન જાય.

1001 લોકોને પાસા : સુરત પોલીસ કમિશનર અજય તોમણે વધુમાં કાયદાકીય પગલાં લેવાના સંદર્ભે જણાવ્યું હતું કે સુરત શહેરમાં પ્રથમવાર એક વર્ષ દરમિયાન 1001 લોકોને પાસા કરાયા છે. 31 છ દિવસ પહેલા સુરત પોલીસે 81 લાખ રૂપિયાના દારૂ પણ જપ્ત કર્યા છે.

અનેક વિસ્તારમાં કોમ્બિંગ : 31મી ડિસેમ્બર અનુસંધાને સુરત પોલીસ કમિશનર અજય તોમરે માધ્યમો સમક્ષ યોજી કાયદો વ્યવસ્થા અંગે સુચનાઓ જાહેર કરતા જણાવ્યું હતું કે, દારૂ પીનારાઓ સામે કાર્યવાહી કરાશે.આજ થી દર રોજ 300 બ્રેથ એનલાઇઈઝરથી ચેકિંગ કરાશે. સાથે ડ્રગ્સ એનાલીસિસ મશીનથી પણ સરપ્રાઈઝ ચેકિંગ અનેક વિસ્તારોમાં કરવા શહેરના અનેક વિસ્તારમાં કોંબિંગ કરાયું છે.

81 લાખ રૂપિયાનો દારૂ જપ્ત : પ્રોહિબિશન સાથે સંકળાયેલા લોકો સામે પણ છેલ્લા એક અઠવાડિયાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. છ દિવસ દરમિયાન 81 લાખ રૂપિયાનો દારૂ જપ્ત કરાયો છે. કારની ડીકી પર બેસી નવા વર્ષની ઉજવણી કરનાર લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. 4000 પોલીસ , 4 એસઆરપીની કંપની, 1000 હોમગાર્ડ તહેનાત થશે.

કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો : તેઓએ વધુમા જણાવ્યું હતું કે, ઉજવણી કરો પરંતુ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. 1001 લોકો સામે એક વર્ષ દરમ્યાન પાસા હેઠળ કાર્યવાહી કરવામા આવી છે. સીસીટીવી કંટ્રોલ રૂમમાં સતત મોનીટરીંગ કરાશે. ડ્રોન કેમેરાથી પણ નજર રાખવામાં આવશે. મહિલાઓ અને છોકરીઓને સૂચના છે કે અજાણ્યા લોકો સાથે કોઈ સ્થળ કે હોટેલમાં ન જાય.

  1. વલસાડ પોલીસ 28થી 31મી ડિસેમ્બર સુધી 38 ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ કરશે, દારુ પીને ગુજરાત પ્રવેશ્યા તો ખેર નથી!!!
  2. 31 ડીસેમ્બરના પાર્ટીબાજો પર નજર રાખશે શી ટીમ સહિત 4000 પોલીસ જવાન, શામળાજી બોર્ડરને લઇ પોલીસનો એક્શન પ્લાન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.