ETV Bharat / state

સાબરકાંઠામાં કોરોનાનો વધતો કહેર, મોટાભાગની હોસ્પિટલ થઈ ફુલ

author img

By

Published : Apr 6, 2021, 2:16 PM IST

છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારી વધવાના પગલે સાબરકાંઠા જિલ્લાની મોટાભાગની હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ગઈ છે. જો કે કોરોના સંક્રમણની સ્થિતિ યથાવત રહે તો જિલ્લાની સ્થિતિ ગંભીર બની શકે તેમ છે.

સાબરકાંઠા
સાબરકાંઠા

  • સાબરકાંઠા જિલ્લામાં કોરોના કહેર યથાવત
  • કોરોના સંક્રમણ વધે તો સ્થિતિ બનશે ગંભીર
  • તંત્રના નક્કર પગલાની જરૂરિયાત

સાબરકાંઠા: જિલ્લામાં કોરોના સંક્રમણ દિન-પ્રતિદિન ચરમસીમા વટાવી રહ્યું છે ત્યારે જિલ્લાની 13 જેટલી કોવિડ હોસ્પિટલ દર્દીઓથી ભરાઈ ચૂકી છે સાથોસાથ એ પણ આગામી સમયમાં કોરોના સંક્રમણ યથાવત રહે તો સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાવવાની સંપૂર્ણ શકયતાઓ છે.

છેલ્લા 24 કલાકમાં 19 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

સાબરકાંઠામાં છેલ્લા 24 કલાકમાં 19 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના પગલે જિલ્લામાં કોવિડની સાત ખાનગી અને એક સરકારી હોસ્પિટલ દર્દીઓથી ભરાઈ ગઈ છે.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં કોરોનાનો કહેર, 9 જેટલા ધારાસભ્યો કોરોના પોઝિટિવ

જિલ્લામાં કોવિડ હોસ્પિટલની હાલત

હાલમાં હિમતનગરની મેડીસ્ટાર 28, કેર એન્ડ ક્યોર-35, અભિગમ-24, હોપ-18, સંજીવની-18 અને સિમ્સમાં 25 બેડ તેમજ ઇડરની લાઈફ લાઈન હોસ્પિટલમાં 45 બેડ પેક થઈ ચૂક્યા છે. હિંમતનગર સિવિલ અને ખેડબ્રહ્મા સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલમાં કેટલાક બેડ ખાલી છે. જો કે હિમતનગર સિવિલમાં 110 બેડ સામે 92 દર્દીઓ સારવાર હેઠળ છે.

સાબરકાંઠામાં કોરોનાનો વધતો કહેર

આગામી સમયમાં કોરોનાના કેસ સામે તંત્રની કાર્યવાહી પર નજર

ખેડબ્રહ્મા સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલમાં 18 બેડ સામે 15 બેડમાં દર્દીઓ દાખલ થયા છે. જયારે ઇડર સબ ડીસ્ટ્રીકટમાં 20 બેડ સામે 20 ભરાયા છે. જો કે, આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ વધે તો સ્થિતિ ગંભીર બની શકે તેમ છે ત્યારે તંત્ર દ્વારા કેવા અને કેટલા નક્કર પગલાં લેવાય છે તે પણ મહત્વનું બની રહેશે.

આ પણ વાંચો: સુરતમાં 85 જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફના લોકો કોરોના પોઝિટિવ નોંધાયા

ડાંગમાં કોરોનાની ચિંતાજનક પરિસ્થિતિ

રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં છેલ્લા બે સપ્તાહથી કોરોનાનાં કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો થતાં ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના ધારાસભ્ય તેમજ પ્રમુખનો પણ કોરોના કેસ પોઝિટિવ આવ્યો હતો.

સુરતમાં પણ કોરોનાનો કહેર

સુરત શહેરનાં ડીંડોલી વિસ્તારમાં આવેલા સાંઈ દર્શન સોસાયટીના 8,00 મકાનોના 3,500 લોકોને ક્વોરેન્ટાઇન કરાયા હતા. સોસાયટી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને સોસાયટીમાં અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. કોરોના સંક્રમણ અટકાવવા માટે મનપા કમિશ્નર અલગ અલગ વિસ્તારમાં જઇને સોસાયટીના પ્રમુખ સાથે મુલાકાત કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.