ETV Bharat / state

સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય કર્મીઓ 22 એપ્રિલથી હડતાળ પર

author img

By

Published : Apr 21, 2021, 10:36 PM IST

સાબરકાંઠામાં જિલ્લા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓએ 22 એપ્રિલથી હડતાળ પર જવાનો નિર્ણય કરતા વહીવટી તંત્રમાં હડકંપ સર્જાયો છે.

700 આરોગ્ય કર્મીઓ ઉતરશે હડતાલ પર
700 આરોગ્ય કર્મીઓ ઉતરશે હડતાલ પર

  • 700 આરોગ્ય કર્મીઓ ઉતરશે હડતાલ પર
  • હડતાળને પગલે સર્જાઈ હડકંપ
  • આરોગ્ય સેવા પર થશે અસર

સાબરકાંઠા: જિલ્લામાં 22 એપ્રિલથી આરોગ્ય કર્મચારીઓ કોરોના મામલે કરાતી કામગીરીથી અળગા થવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત જિલ્લાના 700થી વધુ કર્મચારીઓ 22 એપ્રિલથી સિવિલ હોસ્પિટલમાં કોરોના કામગીરી મામલે તમામ કામકાજ બંધ કરશે. જોકે આ મામલે ગતરોજ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપી કોવિડમાં કામ કરતા કર્મચારીઓ માટે વેન્ટિલેટર ઓક્સિજનની સુવિધા, ઈન્જેક્શનની સુવિધા કરવાનો જિલ્લા કલેક્ટરે આદેશ આપ્યા હતા.

આ પણ વાંચો: હિંમતનગરના મંડપ એસોસિએશન દ્વારા આવેદનપત્ર, કોરોના મહામારીમાં સહાય આપવા માગ

21 એપ્રિલે હિંમતનગરની સિવિલમાં કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન કરાતા સિવિલના કર્મચારીઓ 22 એપ્રિલથી કોરોના મામલે તમામ કામકાજ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે કોરોનાની વધતી મહામારી સામે હાલમાં તંત્ર કોઈ ચોક્કસ પગલાં ભરે તે સમયની માંગ છે. ત્યારે જોવું એ રહે છે આ મામલે આગામી સમયમાં કેવા નિર્ણય લેવામાં આવે છે.

આ પણ વાંચો: સાબરકાંઠાના આરોગ્ય કર્મીઓએ તંત્રને આપ્યું આવેદન પત્ર

હડતાળ પર કેમ જવા મજબૂર..?

આરોગ્ય કર્મચારી મંડળએ જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપી કોવિડમાં કામ કરતા કર્મચારીઓ માટે વેન્ટિલેટર ઓક્સિજનની સુવિધા સહિત ઇન્જેક્શન જેવી સુવિધા અપાતી ન હતી જેના પગલે જિલ્લા કલેક્ટરે ગત રોજ આવી સેવાઓ તાત્કાલિક અસરથી આદેશ આપ્યા હતા. જોકે 21 એપ્રિલે હિંમતનગરની સિવિલમાં આવી કોઈ સેવા અપાઈ નથી તેમજ કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન કરાતા હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. જોકે આરોગ્ય કર્મીઓની હડતાળ કેવી અને કેટલી સફળ બને છે તે પણ મહત્વની બાબત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.