ETV Bharat / state

Competitive Exam Paper Leak Case: સાબરકાંઠામાંથી વધુ 2 કાર મળી, ગુજરાત ગૌણ પરીક્ષા કમિશને SPને ઈ-મેલ કરતા મામલો ગરમાયો

author img

By

Published : Dec 17, 2021, 10:02 AM IST

સમગ્ર રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક મામલે (Competitive Exam Paper Leak Case) હોબાળો થઈ રહ્યો છે. ત્યારે સાબરકાંઠામાં પણ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે (Non-Secretariat Clerk's Exam Paper Leak Case ) ખળભળાટ મચ્યો છે. અહીં એક સાથે બે ગાડી મળી (Two more car was found from Sabarkantha)આવી છે. આ સાથે જ ગુજરાત ગૌણ પરીક્ષા કમિશને જિલ્લા પોલીસ વડાને કામગીરી મામલે ઈ-મેઈલ કરતા મામલો (Gujarat Secondary Examination Commission e-mailed SP) ગરમાયો છે.

Competitive Exam Paper Leak Case: સાબરકાંઠામાંથી વધુ એક કાર મળી, ગુજરાત ગૌણ પરીક્ષા કમિશને SPને ઈ-મેલ કરતા મામલો ગરમાયો
Competitive Exam Paper Leak Case: સાબરકાંઠામાંથી વધુ એક કાર મળી, ગુજરાત ગૌણ પરીક્ષા કમિશને SPને ઈ-મેલ કરતા મામલો ગરમાયો

સાબરકાંઠાઃ રાજ્યમાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાના પેપર લીકનો મામલો (Non-Secretariat Clerk's Exam Paper Leak Case) ગરમાઈ રહ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં એક સાથે વધુ 2 ગાડી મળી (two more cars found from Sabarkantha) આવી છે. ત્યારે ગુજરાત ગૌણ પરીક્ષા કમિશને જિલ્લા પોલીસ વડાને કામગીરી મામલે ઈ-મેઈલ (Gujarat Secondary Examination Commission e-mailed SP) કરતા મામલો વધુ ગરમાયો છે. સાથે જ આરોપીને ઝડપથી પકડવા રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો-Headclark Paperleak scandal: પેપર લિકમાં થવી જોઈએ કડક તપાસ: નરેશ પટેલ ખોડલધામ પ્રમુખ

કમિશનને જિલ્લા પોલીસ વડાને મેલ કરતા હડકંપ

આપને જણાવી દઈએ કે, બિન સચિવાલય ક્લાર્કની ભરતી મામલે (Non-Secretariat Clerk's Exam Paper Leak Case) ગાંધીનગરમાં વિદ્યાર્થી અને આપના નેતા યુવરાજ સિંહે પ્રેસ કોન્ફરન્સ કર્યા પછી જિલ્લામાં ભારે ખળભળાટ મચ્યો હતો. જિલ્લામાં પ્રાંતિજ નજીક આવેલા એક ફાર્મ હાઉસમાંથી પેપર લીક થયેલા આક્ષેપો (Paper leak from a Prantij farmhouse) બાદ કમિશને પણ જિલ્લા પોલીસ વડાને મેલ કરાતા વહીવટી તંત્રમાં હડકંપ સર્જાયું છે. સાથેસાથે જિલ્લા પોલીસ વડાએ (Gujarat Secondary Examination Commission e-mailed SP) આ મામલે તપાસ હાથ ધરી હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો- GSSSB Paper Leak 2021: 4 લાખમાં ખરીદેલું પેપર આચાર્ય દ્વારા 10 લાખમાં વેચ્યું હોવાનો ચોકાવનારો ખુલાસો

આ પહેલા પણ ગેરેજની બાજુમાંથી મળી હતી કાર

આ પહેલા ગઈકાલે ગેરેજની બાજુમાંથી જાહેર કરાયેલા 4 નંબરો પૈકી એક ગાડી મળી આવી હતી. તો ગેરેજની બાજુમાં આવેલા ટ્રેક્ટર શો રૂમના માલિકનો નંબર પણ ગઈકાલે જાહેર કરાયેલા નંબરો પૈકી એક હોવાનું ખૂલતા સમગ્ર હિંમતનગર શહેરમાં ખળભળાટ સર્જાયો છે. હાલમાં આ મામલે તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરી આરોપી સુધી પહોંચવાનો તખ્તો તૈયાર થતો હોય તેમ જણાઈ રહ્યું છે. જોકે, જિલ્લા પોલીસ વડાને પણ સામેલ કરાયા બાદ આગામી સમયમાં પોલીસ ફરિયાદ નોંધાય તેવી સંપૂર્ણ સંભાવના છે. જોકે, આગામી સમયમાં આ મામલે કેટલાક આરોપીઓ સામે કોઈ ફરિયાદ નોંધાશે. તે પણ મહત્ત્વનું બની રહેશે. તેમ જ પેપર લીક મામલે મુખ્ય આરોપી સુધી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કરાયેલા પ્રયાસો પણ મહત્વના બની રહે તો નવાઈ નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.