ETV Bharat / state

કુંવરજી બાવળીયાએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો

author img

By

Published : Apr 22, 2021, 10:38 AM IST

રાજકોટમાં રાજ્યના પ્રધાન કુંવરજી બાવળીયા દ્વારા વિંછીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર જઈને કોરોના રસીનો બીજો ડોઝ લેવામાં આવ્યો હતો. તથા અપીલ કરી હતી કે, હજુ પણ કોઈ વડીલ નાગરિક રસી લેવામાં બાકી હોય તો રસી વિશેની અફવાઓથી દૂર રહીને શક્ય એટલી વહેલી રસી મુકાવે.

કુંવરજી બાવળીયાએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો
કુંવરજી બાવળીયાએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો

  • કુંવરજી બાવળીયાએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો
  • વડીલ નાગરિક રસી લેવામાં બાકી હોય તો રસી લેવા અપીલ કરી
  • કોવિડ કેર સેન્ટર હોસ્પિટલની મુલાકાત લીધી


રાજકોટ : રાજ્યના પ્રધાન કુંવરજી બાવળીયા દ્વારા વિંછીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર જઈને કોરોના રસીનો બીજો ડોઝ લેવામાં આવ્યો હતો. આ સાથે જ પાણી પૂરવઠા અને પશુપાલન વિભાગના પ્રધાન કુંવરજી બાવળીયાએ જસદણ અને વીંછિયા તાલુકામાં કોરોનાના દર્દીઓને ઝડપથી અને સારી સારવાર મળે તે માટે જિલ્લા આરોગ્ય તંત્રના અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. સામાજિક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી ચાલતા કોવિડ કેર સેન્ટર હોસ્પિટલની મુલાકાત લઇ આરોગ્ય વિભાગ દ્વારા થતી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી હતી.

આ પણ વાંચો : રાજયમાં બર્ડ ફ્લૂનો એક પણ કેસ નહિં, તમામ જિલ્લાને સર્વેલન્સની સૂચના: કુંવરજી બાવળીયા


વિરણગરમાં કોવિડ હોસ્પિટલમાં 16 બેડ ઓક્સિજનની સુવિધા

વિરણગરમાં કોવિડ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 16 બેડ ઓક્સિજનની સુવિધા સાથે કાર્યરત થયા છે અને હજુ વધુ ઓક્સિજન બેડ શરૂ કરવામાં આવશે. વિછીયા કસ્તુરબા બાલિકા વિદ્યાલય ખાતે 60 બેડની વ્યવસ્થાઓ અને સુવિધા અંગે પણ પ્રધાનોએ માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકાત સમયે પ્રધાને કુંવરજી બાવળીયાની સાથે એ.વી. વાઢેર, મેડિકલ ઓફિસર ડૉ. ભુવા તેમજ અગ્રણીઓ અને સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : રાજ્ય પ્રધાન કુંવરજી બાવળીયાએ વીંછીયામાં મતદાન કર્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.