ETV Bharat / state

નવરાત્રી પૂર્વે રાજકોટ પોલીસ તંત્ર એલર્ટ, આયોજકોને અપાઇ સૂચના

author img

By

Published : Sep 27, 2019, 7:36 PM IST

રાજકોટઃ સમગ્ર રાજ્યમાં નવરાત્રીની ધામધૂમથી તૈયારીઓ શરુ થઇ ચૂકી છે. ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમવા ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે, ત્યારે નવલા નોરતાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. જેથી આ તહેવાર દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. આ સાથે જ આયજકોને પણ સૂચના આપવામાં આવી છે.

નવરાત્રી પૂર્વે રાજકોટ પોલીસ તંત્ર એલર્ટ

રાજકોટમાં આ વર્ષે કુલ 17 જેટલી વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. જ્યારે કોમર્શિયલ અને ખાનગી મળીને કુલ 28 જેટલા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને પોલીસ તંત્ર દ્વારા રાત્રીના 10 વાગ્યા સુધી કાર્યક્રમ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત જાહેર માર્ગો પર કુલ 103 જેટલી નાની ગરબીઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ રાજકોટ પોલીસે પણ નવરાત્રીના તહેવારને ધ્યાને રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે.

નવરાત્રી પૂર્વે રાજકોટ પોલીસ તંત્ર એલર્ટ

જેમાં 2 DCP, 4 ACP, 12 PI, 43 PSI તેમજ મહિલા પોલીસ સહિત કુલ 669 પોલીસકર્મીઓ ખડેપગે જોવા મળશે. તે ઉપરાંત શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી 1 ACP, 2 PI સહિત કુલ 210 જેટલા કર્મીઓ ખડેપગે રહેશે. આ સાથે જ 59 જેટલી અલગ-અલગ પેટ્રોલિંગ ટીમો તેમજ 30 જેટલા સ્ટેટિક પોઇન્ટ કાર્યરત રહેશે. પોલીસ તંત્ર દ્વારા નવરાત્રીના આયોજકોને પણ યોગ્ય સૂચનાઓ આપવામાં આવી છે.

Intro:Approved By Dhaval Bhai

નવરાત્રી પૂર્વે રાજકોટ પોલીસ તંત્ર એલર્ટ, આયોજકોને અપાઈ સૂચના

રાજકોટઃ નવરાત્રીને બસ હવે ગણતરીના જ કલાકો બાકી છે. જેને લઈને નવરાત્રીના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તે માટે રાજકોટ પોલીસ તંત્ર એલર્ટ થયું છે. ત્યારે રાજકોટમાં આ વર્ષે કુલ 17 જેટલી વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. જેને પોલીસ તંત્ર દ્વારા રાત્રીના 10 વાગ્યા સુધી ચાલુ રાખવાની પરમિશન આપવામાં આવી છે. જ્યારે કોમર્શિયલ અને ખાનગી મળીને કુલ 28 જેટલા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ જાહેર માર્ગો પર કુલ 103 જેટલી મોટી અને 469 જેટલી નાની ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ રાજકોટ પોલીસે પણ નવરાત્રીના તહેવારને ધ્યાને રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. જેમાં 2 DCP, 4 ACP, 12 PI, 43 PSI, તેમજ મહિલા પોલીસ સહિત કુલ 669 પોલીસ કર્મીઓ ખડેપગે જોવા મળશે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે 1ACP, 2 PI સહિત કુલ 210 જેટલા કર્મીઓ ખડેપગે રહેશે. આ સાથે જ 59 જેટલી અલગ અલગ પેટ્રોલીંગ ટિમો તેમજ 30 જેટલા સ્ટેટિક પોઇન્ટ કાર્યરત રહેશે. પોલીસ તંત્ર દ્વારા નવરાત્રીના આયોજકોને પણ યોગ્ય સૂચનાઓ આપવામાં આવી છે.

બાઈટ: સંદીપસિંહ, ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર, રાજકોટBody:Approved By Dhaval BhaiConclusion:Approved By Dhaval Bhai
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.