ETV Bharat / state

Rajkot News: ક્રિકેટ રમતી વેળાએ વધુ એક 43 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત, પરિવારમાં માતમ

author img

By

Published : Mar 19, 2023, 4:19 PM IST

રાજકોટ શહેરમાં બીજી વખત એવો કિસ્સો બન્યો છે જેમાં એક વ્યક્તિ રમતા રમતા ઢળી પડ્યો હોય અને પછી એનું મૃત્યુ નીપજ્યું હોય. હાર્ટ એટેથી થતા મોતના કેસમાં વધારો થયો છે. રવિવારે શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમતા એક યુવકનું અકાળ મોત થતા પરિવારમાં માતમનો માહોલ જોવા મળ્યો.

Rajkot News: ક્રિકેટ રમતી વેળાએ વધુ એક 43 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત, પરિવારમાં માતમ
Rajkot News: ક્રિકેટ રમતી વેળાએ વધુ એક 43 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત, પરિવારમાં માતમ

Rajkot News: ક્રિકેટ રમતી વેળાએ વધુ એક 43 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત, પરિવારમાં માતમ

રાજકોટઃ હાર્ટ એટેકથી મોત થવાની વધુ એક ઘટના રાજકોટમાં સામે આવી છે. જેમાં રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતી વખતે વધુ એકનું અવસાન થયું છે. આ ઘટનામાં સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે આ વ્યક્તિનું મૃત્યુ પણ હાર્ટ એટેકને કારણે થયું છે. ક્રિકેટ રમતાં રમતાં હાર્ટએટેક આવતાં મોત નીપજ્યું છે.

આ પણ વાંચોઃ One Nation One Challan: રાજકોટ પોલીસે છેલ્લા બે મહિનામાં 35771 ઇ ચલણ ઇસ્યુ કર્યા

કોણ છે યુવાનઃ રાજકોટ શહેરના શાસ્ત્રી મેદાનમાં મિત્રો સાથે ક્રિકેટ રમતા મયૂર નટવરભાઈ મકવાણા નામના 43 વર્ષીય વ્યક્તિને અચાનક હાર્ટએટેક આવતાં ઢળી પડ્યા હતા. આ ઘટના બનતા નજીક રહેલા તેમના સાથી મિત્રોએ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. મયુરને હોસ્પિટલ લઈ ગયા બાદ હોસ્પિટલ પહોંચતા જ ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.

પરિવારમા માતમઃ રાજકોટમાં બનેલ આ ઘટનાની અંગેની જાણ થતાં મૃતક મયૂરના પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યાં હતાં અને મયૂરના મોતથી હોસ્પિટલમાં પરિવાર ધ્રુસકે-ધ્રુસકે રડતો નજરે પડ્યો હતો. મૃતક મયુરના મામા શાંતિભાઈ પરમારે મીડિયા સાથે વાત કર્તા જણાવ્યું હતું કે, રવિવારની રજા હોવાથી મિત્રો સાથે શાસ્ત્રી મેદાન ખાતે ક્રિકેટ રમવા ગયા હતા. જોકે ક્રિકેટ રમતાં-રમતાં તેમને હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા હતા.

આ પણ વાંચોઃ Bhavnagar preparation for H3N2: કોરોનાના વધતા કેસ અને H3N2ના આવેલા કેસ બાદ વોર્ડ શરૂ,

મૃૃતદેહ જ રહ્યોઃ એમના સાથી મિત્રો તેને બચાવવા દોડ્યા હતા. બાદમાં તેને સારવાર માટે તુરંત જ હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ અહીં મયૂરનો મૃતદેહ જ પહોંચ્યો હતો. મૃતક મયુર આમ તો રેગ્યુલર ક્રિકેટ મેચ રમવા જતો હતો તેવું તેમના પરિવારોએ જણાવ્યું છે. મયૂરને કોઈ જાતની બીમારી કે વ્યસન ન હોતું તેવું પણ તેમન પરિવારે જણાવ્યું છે.

અચાનક ઢળી પડ્યાઃ ક્રિકેટ રમતાં રમતાં તેને થોડી ગભરામણ થઈ પણ કોઈને કહ્યું નહીં. તે સ્કૂટર પર બેસી ગયો હતો અને બાદમાં અચાનક ઢળી પડ્યો હતો જેમા તેના મિત્રો દોડી આવ્યા. 108ને જાણ કરી હતી. યુવાનોમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. આ ઘટનામાં ખાસ કરી અત્યાર સુધી આવા બનાવની અંદર હાર્ટ ઍટેકથી માત્ર વૃદ્ધ લોકોના મોત થતા હોવાનું સામે આવતું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.